જો તમે સવારમાં નાસ્તો કરતા નહિ હો તો તમે પણ બીમાર પડી શકો છો…

131

સાંજે કે રાત્રે કંઈ પણ ખાધા પછી અને સુતા પછી તમે સવારે ઉઠીને ફ્રેશ થઈને કશુક ખાઓ-પીઓ છો. બ્રેક ફાસ્ટનો અર્થ જ એ છે કે આખી રાત ઊંઘ દરમ્યાન તમારા શરીરને તમે અનશનનું જે આખી રાત વ્રત કરાવ્યું તેના પારણા કરાવવા. એટલે કે રાત્રીના ઉપવાસને ખોલવો. તમારા શરીરના સ્વાસ્થ્ય માટે કે આરોગ્ય માટે પણ સવારે નાસ્તો કરવો તે મુખ્ય ભૂમિકા છે.

૧.) જો સવારે નાસ્તો એટલે કે બ્રેક ફાસ્ટ નહી કરો તો.

તમારા શરીરનું આરોગ્ય બગડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. કારણ કે તમારા શરીરની દરેક આંતરિક અને બાહ્ય ક્રિયા ચલાવવા માટે બળતણની એટલે કે ઊર્જાની જરૂર પડે છે. અને આ ઊર્જા તમને ભોજનમાંથી એટલે કે ખોરાકમાંથી મળે છે. ખોરાકને પચાવ્યા પછી તમારું શરીર તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ ગ્લુકોઝનો ઉપયોગ શરીરના અંગોને કાર્ય કરવા ઊર્જા સ્વરૂપે મળે છે. એટલે જરૂરિયાતના સમયે બ્રેકફાસ્ટ કે ભોજન કરવાથી શરીરમાં ઊર્જાની જરૂરિયાતની કમી ઉભી થતી નથી. પણ જો તમે છ થી આઠ કલાકની મીઠી ઊંઘ કરીને સવારે ઉઠ્યા બાદ બ્રેકફાસ્ટ ન કરો કે સમયસર આહાર ન લ્યો તો તમારા શરીરમાં ઊર્જાની કમી ઉભી થતા તમારૂ શરીર આ ઊર્જા માટેની ઘટ પૂરી કરવા માટે શરીરમાં જમા થયેલ ફેટ એટલે કે ચરબી અને પ્રોટીનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા લાગે છે. હવે જૂવો સારી મુશ્કેલી અહીંથી જ શરૂ થાય છે.

૨.) મગજને થાક લાગે છે.

સવારે બ્રેકફાસ્ટ ન કરવાથી શરીરને ઊર્જાની ઘટ પૂરી કરવા માટે શરીરમાં જમા થયેલ ચરબી અને પ્રોટીનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે મગજના એક ભાગને વધારે સક્રિય થવું પડે છે. અને આ ક્રિયામાં મગજને વધારે મહેનત કરવી પડે છે. જેથી મગજનું સાર એવું કામ તે કાર્યમાં લાગી જતા શરીરના અન્ય કાર્યમાં વિક્ષેપ પડે છે. સમજવા- વિચારવાની ક્ષમતા પર ખાસ્સી અસર થાય છે. તમારી એકાગ્રતા ઘટી જાય છે. સરવાળે મગજને થાક લાગે છે.

૩.) સ્વભાવ ચીડિયો થઇ જાય છે.

સવારમાં નાસ્તો ન કરવાથી શરીરને ઊર્જાની ઘટ પૂરી કરવા માટે મગજને અન્ય જગ્યાએથી ઊર્જા મેળવવા માટે વધારે મહેનત કરવી પડે છે. મગજ અન્ય કાર્યમાં સક્રિય રહેવાથી સ્વભાવ ચીડિયો થઇ જાય છે. વાત વાતમાં ગુસ્સો આવે છે. ક્યારેક તો કામમાં મન પણ લાગતું નથી. દરરોજ બ્રેકફાસ્ટ ન કરવાથી ઓફીસ કાર્ય કરતી વ્યક્તિ પર ખાસ્સી અસર પડે છે અને બાળકોને સ્કુલના પરફોર્મન્સમાં અને અભ્યાસમાં પણ અસર પડે છે.

૪.) યાદ શક્તિમાં ઘટાડો થાય છે.

સવારમાં નાસ્તો ન કરવાથી તમારી એકાગ્રતામાં ઘટાડો આવે છે. યાદશક્તિ નબળી પડે છે. અમુક લોકોની ફરિયાદ હોય છે કે અત્યારે તેઓ કંઇક વધારે ભૂલવા લાગ્યા છે. યાદ દાસ્ત ઘટતી જાય છે. આવા લોકોએ ખાસ નોંધ એ વાતની લેવી જોઈએ કે તેઓ સવારનો નાસ્તો મિસ તો નથી કરી રહ્યા ને? જો હા, તો સમયસર સવારનો નાસ્તો કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.

૫.) વજનમાં વધારો થાય છે.

જે લોકો સવારમાં નાસ્તો કરતા નથી એવા લોકોને ધીમે ધીમે ગળ્યું અને ચરબીવાળું ખાવાની ઈચ્છા વધારે થાય છે. તેઓ સાંજના કે રાતના ભોજનમાં જરૂરત કરતા વધારે ખાય છે. અને શરીર વધવાનું મુખ્ય કારણ પણ આ બને છે.

૬.) હૃદયરોગનો હુમલો આવવાના અનેક કારણોમાનું એક કારણ.

હાર્ટ એટેક આવવાના અનેક કારણોમાનું એક કારણ સવારનો નાસ્તો ન કરવાથી ડાયાબીટીસ અને બી.પી. જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. જે ભવિષ્યમાં ખતરનાક હૃદયરોગનો હુમલો આવવાનું એક કારણ પણ બની શકે છે. એક વીકમાં એકવાર પણ બ્રેક ફાસ્ટ છોડનાર મહિલાઓને ડાયાબીટીસ થવાનો ખતરો અન્ય કરતા ૨૦ % વધારે જોવા મળે છે. આવી જ રીતે પુરુષોમાં સવારમાં નાસ્તો ન કરવાથી ડાયાબિટીસનો ખતરો ૨૧% વધારે જોવા મળે છે.

આમ સવારનો બ્રેક ફાસ્ટ ન કરવાથી એનર્જી લેવલ અને પોષક તત્વો ઓછા થતા જાય છે. એટલા માટે જ દરેક વ્યક્તિએ ચાહે તે સ્ત્રી હો યા પુરૂષ સવારના નાસ્તામાં બેલેન્સ ડાયેટ લેવું જોઈએ, જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ અને વિટામીન તથા શરીરની ઊર્જા માટેના જરૂરી પોષક તત્વો સામેલ હોવા જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment