પરિવાર આપણી જિંદગીનો બહુ જ અનમોલ હિસ્સો છે, જે આપણા વ્યક્તિતત્વના વિકાસમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

185
joint-family-ane-life

દાદીની ફટકાર, તેના પર દાદાનો વ્હાલ, પછી કાકાનો લાડ, આવી જ પ્રેમભરી વાતો થાય છે, જે સંયુક્ત પરિવારનો જીવ કહેવાય છે. સંયુક્ત પરિવારમાં રહેવું એક પ્રેમભર્યો અનુભવ કહેવાય છે. એક છતની નીચે બધા એકસાથે રહે છે, જેમ કે, દોરામાં પરોવેલી માળા. દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા-કાકી, બધા જ લોકો સાથે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. કહેવાય છે કે, જે બાળકો સંયુક્ત પરિવારમાં રહે છે, તે વધુ મર્મસ્પર્શી હોય છે.

જો આપણે આજની જિંદગી જોઈએ, તો સંયુક્ત પરિવારોની સંખ્યા બહુ જ ઓછી થઈ ગઈ છે અને નાના શહેરો અને ગામોમાં જ હવે સંયુક્ત પરિવારો જોવા મળે છે. મોટા શહેરોમાં તો તે લગભગ નાબૂદ જેવા જ થઈ ગયા છે. તેનું એક કારણ એમ પણ છે કે, અનેક લોકો નાના શહેરોમાઁથી મોટા શહેરોમાં નોકરીની શોધ માટે આવ્યા હોય છે, જ્યારે કે તેમના માતા-પિતા તો તેમના જ શહેરમાં રહેતા હોય છે. તો આજે એવી વાતો જાણીએ, જે સંયુક્ત પરિવારમાં રહેવાથી જ જાણી શકાય છે.

અમારાથી અનેક લોકોનું બાળપણ દાદા-દાદીના પ્રેમમાંથી પસાર થયું હશે. બાળપણની અનેક એવી યાદગીરી છે, જેને તમે યાદ કરશો તો, ઘણા એવા કિસ્સા મળી જશે, જે તરત તમારા દિમાગમાં આવી જશે અને યાદ તાજી કરી દેશે.

રાતના સમયે દાદી માની વાર્તાઓ સાંભળવી એ પણ એક જરૂરત હોય છે. આજના સમયમાં એકલ પરિવારોનું ચલણ વધી ગયું છે. અને જેમ ઉપર કહ્યું તેમ આજના સમયમાં સંયુક્ત પરિવારો બહુ જ ઓછા જોવા મળે છે. સંયુક્ત પરિવારોમાં તમામ લોકો એકસાથે રહેવાથી એક અલગ પ્રકારની જ ચહલકદમી હોય છે, જે આખા વાતાવરણને જીવંત બનાવી દે છે. તેમજ જ્યારે પણ સંયુક્ત પરિવાર પર કોઈ મુસીબત આવી પડે છે, તો બધા એકજૂટ થઈને તકલીફોનો સામનો કરે છે. સંયુક્ત પરિવારના બાળકો પણ એક પ્રકારે ભાવનાત્મક સહયોગમાં પણ આગળ રહે છે.

એક સૌથી મહ્ત્ત્વની બાબત એ છે કે, સંયુક્ત પરિવારમાં એકલતાથી દૂર રહી શકાય છે, જે આજકાલના અનેક એકલ પરિવારોમાં જોવા મળે છે. આ તકલીફ આજકાલ અનેક બાળકોમાં જોવા મળી રહી છે, જેમના માતાપિતા બંને કામકાજી હોય છે અને બાળકો સૌથી વધુ સમય એકલા રહેવાનું પસંદ કરે છે. આવામાં એવું પણ બને છે કે, તેઓ પોતાના જ પરિવારથી અલગ પડી જાય છે.

બસ, આવા જ કારણોથી સંયુક્ત પરિવારોને આજે પણ એકલ પરિવારો કરતા વધુ તાકાતવાર ગણવામાં આવે છે. પરિવાર આપણી જિંદગીનો બહુ જ અનમોલ હિસ્સો છે, જે આપણા વ્યક્તિતત્વના વિકાસમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & Jalsa Karo ne Jentilal

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email પર અથવા Whatsapp 08000057004 કરો. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment