કબાટની સાર સંભાળ રાખવાનો તમારી પાસે સમય નથી તો તમને મદદરૂપ થશે “પ્રોફેશનલ ડિક્લટર્સ”

34

મોટા ભાગના ભારતીય લોકોના ઘરોમાં અલમારીઓ એટલે કે કબાટો જુના પૂરાણા સામાનથી ભરેલી પડી હોય છે. આ એવો સામાન હોય છે કે ન તો ફેંકી દેવાનું મન થાય છે કે ન તો સાચવી રાખવાથી કોઈ ફાયદો થાય છે. પણ મૂળ મુદ્દે વાત એ છે કે અમુક લોકોને બાદ કરતા તમારી પાસે ખાસ્સો એવો સમય હોવા છતાં મારી પાસે સમય નથી એવું બહાનું કાઢીને આ કબાટને જોવાનો કે તપાસવાનો સમય જ નથી. પણ હવે તમારે કબાટની આ બધી ચીજ વસ્તુઓ માટે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બસ આ માટે તમારે થોડાક રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે. અને તમારા ઘરના બધા જ કબાટ ન જોઈતી ચીજ વસ્તુઓથી ખાલી થઇ જશે. જુના પૂરાણા સામાન ન જોઈતી ચીજ વસ્તુઓથી લઈને જુના કપડા ઓલ્ડ ફેશન ક્રોકરી, મોબાઈલના કવર બંધ હાલતની પેન અને પેનના ઢાંકણ, વગેરે. આવા આલતુ ફાલતું સામાનથી ભરેલી તમારી આલમારી કે કબાટ સાફ થઇ જાશે. મોટા ભાગના લોકોની આજની દોડધામ ભરી પોતાની લાઈફ સ્ટાઈલને લીધે કબાટમાં ભરેલા આ સામાનને તપાસવાનો કે સોર્ટીંગ કરવાનો સમય રહેતો નથી. ડોન્ટ વરી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મુંજાશો નહિ. હવે તમારૂ આ કામ આસન કરવા માટે આવી ગયું છે  “પ્રોફેશનલડિક્લટર્સ.” તમે તેને અમુક ચાર્જ ફિ ચૂકવીને તમારા ઘરમાં રહેલા કબાટ માંથી ન જોઈતી ભંગાર ચીજ વસ્તુઓ બહાર કઢાવી શકો છો.

આ છે “પ્રોફેશનલ ડિક્લટર્સ”

દિલ્હીમાં રહેતી મનપ્રીત કૌરે થોડા સમય પહેલા જ આવી જ એક પ્રોફેશનલ શિવાની ગુલાટીની પ્રોફેશનલ ડિક્લટર્સની મદદ લીધી હતી. મનપ્રીત કૌર કહે છે કે તેમને આ સર્વિસની મદદથી તેમના કબાટો, અલમારી અને સ્ટોર રૂમને સાફ કરાવ્યા હતા. મનપ્રીત કૌરનું કહેવું છે કે, મારા પિતાશ્રીને જૂની ચીજ વસ્તુઓ સાથે ખુબજ લગાવ પ્રેમ છે. તે આવી ચીજોને ફેંકવા દેતા નથી. તે કહે છે કે ચીજોને ફેંકી દેવાને બદલે આ ચીજોને કોઈ જરૂરીતત મંદને આપવી જોઈએ. પરંતુ એક વખત જ્યારે મનપ્રીત કૌરના પિતાશ્રી છુટ્ટીની રજાઓમાં હોંગકોંગ ફરવા ગયા ત્યારે પાછળથી પિતાશ્રીની ગેરહાજરીમાં મનપ્રીત કૌરે પ્રોફેશનલ શિવાની ગુલાટીની પ્રોફેશનલ ડિક્લટર્સની મદદથી આખા ઘરની સફાઈ કરાવી નાખી અને આલતુ ફાલતું સામાનને ઘરની બહાર કઢાવી નાખ્યો. પ્રોફેશનલ ડિક્લટર્સ શિવાની ગુલાટી કહે છે કે, વિદેશમાં પ્રોફેશનલ ડિક્લટર્સનો કોન્સેપ્ટ ખુબજ સામાન્ય થઇ ગયો છે. પણ આપણા ભારતમાં હજુ આ કોન્સેપ્ટ નવો છે. પહેલા વર્ષે જ્યારે મેં મારા આ કોન્સેપ્ટનું કામ શરૂ કર્યું ત્યારે મને એક પણ કસ્ટમર મતલબ કે ગ્રાહક મળ્યો નહોતો. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં જ અમે 20 ઘરનું કામ કરી ચુક્યા છીએ.

સૌથી વધારે ડીમાંડ મુંબઈમાં રહે છે

મુંબઈમાં કિરણ ખન્નાએ પોતાના ઘરના કબાટમાંથી આલતુ ફાલતું ચીજ વસ્તુઓના ભંગારને દુર કરવા માટે ઓર્ગેનાઇઝ વિદ ઇજ” નામની પ્રોફેશનલ કંપનીને મે મહિનામાં હાયર કરી હતી. જો કે કિરણ ખન્ના ધંધાકીય રીતે વકીલ છે. કિરણ ખન્નાનું કહેવું છે કે, બહારથી જોઈએ તો અમારું ઘર એકદમ સાફ અને ચોખ્ખું લાગે છે પણ કબાટોને ખોલીને જોતા બસ સામાન સામાન જ જોવામાં આવે છે. પણ ઓર્ગેનાઇઝ વિદ ઇજે અમારું કામ સરળ કરી દીધું. અને બધાજ કબાટ સાફ સુથરા કરી દીધા. અને કબાટની દરેક જરૂરી ચીજ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી દિધી.

કિરણ ખન્ના જ નહી પણ આવા કેટલાય મોટા શહેરોમાં હવે કેટલાય લોકો આવી પ્રોફેશનલ કંપનીને બોલાવીને કબાટની સાફ સફાઈ કરાવીને કબાટને વ્યવસ્થિત ગોઠવવા માટે મદદ લ્યે છે. અને આ રીતે પોતાનું કામ સરળ કરીને ઘરને સુવ્યવ સ્થિત રાખે છે. હવે તમારો શું ઈરાદો છે ? શું તમે પણ તમારા ઘરને બનાવવા નથી માગતા સ્માર્ટ હાઉસ કે સ્માર્ટ હોમ?

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment