96 કિલોમીટરની સફરમાં લ્હાવો મળશે વળાંકવાળા પહાડોની સુંદરતા, વાંચો ક્યાં આવેલી છે આ જગ્યા..

119

102 સુરંગ, 102 પુલ પાર કરીને પસાર કરવામા આવે છે માત્ર 96 કિલોમીટરની સફર. આ સફર છે કાલકા-શિમલા વર્લ્ડ હેરિટેજ ટ્રેકની. કાલકાથી શરૂ થનારી આ વિશ્વ ધરોહર રેલ માર્ગ પહાડો અને વળાંકવાળા પહાડો પરથી પસાર થાય છે, અને મુસાફરોને પહાડોની રાણી શિમલા સુધી પહોંચાડે છે. 9 નવેમ્બર, 1903માં આ રેલ માર્ગની શરૂઆત થઈ હતી.

આ રેલવે ટ્રેક ટુરિસ્ટ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. રોજ હજારો મુસાફરો પ્રકૃતિનો આ સુંદર નજારો જોવાનો લ્હાવો ઉઠાવવા ખાસ તેમાં સફર કરે છે. 102 પુલ અને ચાર માળના સ્ટોન આર્ચ પુલ તેમજ મનમોહક ઘાટીઓ પરથી પસાર થનારી આ કાલકા-શિમલા હેરિટેજ ટ્રેક ટુરિસ્ટને હંમેશા આકર્ષિત કરે છે.

કાલકા-શિમલા રેલવે ટ્રેકનુ નિર્માણ કાર્ય વર્ષ 1898માં શરૂ થયું હતું. આ દરમિયાન તેના નિર્માણ માટે 86 લાખ 78 હજાર અને 500 રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતુ. પરંતુ પુલનું નિર્માણ પૂરુ કરતા આ બજેટ વધીને લગભગ ડબલ થઈ ગયું હતું. આ પ્રોજેક્ટને પૂરો કરવાની જવાબદારી બ્રિટિશ ચીફ એન્જિનિયર એચ. એસ. હેરલીંગ્ટનને આપવામાં આવી હતી. 9 નવેમ્બરના રોજ વાઈસરોય લોર્ડ કર્ઝનને તેની સૂચના આપી હતી.

યુનેસ્કોએ 8 જુલાઈ, 2008માં તેને વર્લ્ડ હેરિટેજ સાઈટના લિસ્ટમાં શામેલ કર્યુ હતું. તમને જણાવી દઈએ કે, આ રેલ ટ્રેક સમુદ્ર તળથી 2075 મીટરની ઉંચાઈ પર આવેલુ છે. આ ટ્રેક પર ટ્રોય ટ્રેન ચાલે છે. કાલકાથી શિમલા સુધી પહોંચવા માટે 5થી 6 કલાકનો સમય લાગે છે.

રેલવે ટ્રેકના નિર્માણમાં સોલન નિવાસી બાબા ભલ્ખુ રામનું યોગદાન બહુ જ મહત્ત્તવનું માનવામાં આવે છે. તેથી તેમના નામ પર શિમલામાં એક સંગ્રહાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, જ્યારે ટ્રેક માટે સરવે કરવામાં આવ્યો હતો, ત્યારે ભલ્ખુ રામે જ સરવે ટીમ અને ચીફ એન્જિનિયરની સાથે તેની રૂપરેખા બનાવવામાં મદદ કરી હતી.

સામાન્ય સીઝનમાં રોજ આ ટ્રેક પર દોઢથી બે હજાર લોકો સફર કરે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ ટ્રેકના નિર્માણની યોજના અંગ્રેજોએ કિન્નોરમાં નક્કી કરી હતી.

તેને કલ્પા સુધી બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ બાદમાં તે શિમલા સુધી જ બનાવવામાં આવી હતી. હાલના સમયમાં આ ટ્રેક પર 6 ટ્રેનોનું સંચાલન થાય છે.

જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરો છો, તો આ ટ્રેનમાં જરૂર સફર કરશો. આ ટ્રેનમાં સફર કરવી એક પ્રકારનો લ્હાવો જ છે. તમે રોડ રુટથી ભલે રિટર્ન થાઓ, પણ જતા સમયે ટ્રેનથી જવાનું પ્રિફર કરજો. તમારા માટે આ મુસાફરી યાદગાર બની રહેશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment