કળયુગમાં સફળતા અપાવે છે આ મંત્ર, રાશી પ્રમાણે કરો આ જાપ…

23

સનાતન પરંપરામાં હનુમાન ભક્તિ વિશે માન્યતા છે કે જે કોઈ શ્રદ્ધા ભાવથી હનુમાનજીની ઉપાસના કરે છે, દેવાધિદેવ શ્રી બજરંગબલી એને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. શ્રી હનુમાનજીની સાચા માંથી સાધના આરાધના કરવાવાળાને મોટામાં મોટા કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. જો તમે રામ ભક્ત અને ભગવાન શિવના ૧૧માં રુદ્રાવતારનું મંત્ર તમારી રાશી પ્રમાણે જપો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમામ પ્રકારના ગ્રહ દોષમાંથી મુક્ત થઇ જશો. શનિ, રાહુ કેતુ વગેરે ગ્રહોનો દુષ્પ્રભાવ તમારા પર નહિ પડે.

મેષ તેમજ વૃશ્ચિક

મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. જીવનને મંગળમય બનાવવા માટે આ રાશીના લોકોએ ‘ॐ अं अंगारकाय नमः’ મંત્રનો જાપ કરો. સાથે સાથે જ હનુમાનજીનું દિવ્ય મંત્ર ‘मनोजवं मारुततुल्यवेगं, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ। वातात्मजं वानरयूथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये॥’ જાપ કરો. સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ તમારી બધી મનોકામના જરૂર પૂરી થશે.

વૃષભ અને તુલા

વૃષભ અને તુલા રાશીના સ્વામી શુક્ર છે. આ રાશિના લોકોને મારુતિનંદનનો આશીર્વાદ મેળવવા માટે ‘ॐ हं हनुमते नम:।’ મંત્રનો જાપ કરો. શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરવાથી નિશ્ચિત રૂપે તમારી મનોકામના પૂર્ણ થશે.

મિથુન અને કન્યા

મિથુન અને કન્યા રાશીના સ્વામી બુધ છે. આ રાશીના લોકોને સંકટોથી મુક્તિ અને સફળતા માટે હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરનારો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો દરરોજ પાઠ સંભવ ન હોય તો ”अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्। सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥” મંત્રનો દરરોજ જાપ કરો.

કર્ક

કર્ક રાશીના સ્વામી ચન્દ્રમા છે. આ રાશીના લોકોને પોતાના મનોબળમાં વૃદ્ધિ અને આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે દરરોજ શ્રદ્ધાપૂર્વક હનુમાન ગાયત્રી મંત્ર ‘ॐ अंजनिसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्।’ નો જાપ કરવો જોઈએ. સાથે સાથે જ શ્રી હનુમાનજીને સિંદુરનો ચોલો ચડાવવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહ

સિંહ રાશીના સ્વામી સૂર્ય છે. આ રાશીના લોકોએ ‘ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट।’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી નાશ અને સંકટોથી બચાવ થાય છે.

ઘન તેમજ મીન

ઘન અને મીન રાશીના સ્વામી ગુરુ છે. આ રાશીના લોકોએ મુશ્કેલીઓથી બચવા અને કાર્યમાં સિદ્ધિ માટે દરરોજ બજરંગબાણનો પાઠ કરવો જોઈએ. સાથે સાથે જ ‘ॐ हं हनुमते नमः।’ દિવ્ય મંત્રનો જાપ કરો.

મકર અને કુંભ

મકર અને કુંભ રાશિના લોકોના સ્વામી શનિ મહારાજ છે. શનિદેવની કૃપા મેળવવા અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મેળવવા માટે ‘ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।’ મંત્રનો જાપ કરો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment