કાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ

57

આપણામાંથી કોઈપણ વ્યક્તિ એવું નહિ હોય જે ફળોને કાપ્યા બાદ એના કાળા પડવાની સમસ્યાથી કંટાળતો ન હોય. કાપેલા ફળોના રંગ બદલતા અને કાળા પડતા જોવું કોઈને પણ સારું ન લાગે. તમે ગમે તેટલા સારા ક્વોલીટીના સફરજન લઇ આવો, એ ગમે તેટલું રસવાળું અને સ્વાદવાળું હોય, કાપ્યા બાદ એ ભૂરું થવા લાગે છે. આનું કારણ એ છે કે જયારે તમે સફરજન કાપો છો એ હવામાં રહેલ ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને એમાંથી એન્જાઈમ રીલીઝ થાય છે અને સફરજન ઓક્સિડાઇજ થવા લાગે છે. આવામાં અમે તમને બતાવી રહ્યા છીએ સહેલી ટીપ્સ જેની મદદથી તમે કાપેલા સફરજનોને કાળા પડવાથી બચાવી શકો છો.

ખાટા જ્યુસથી કાળું નહિ પડે સફરજન

સાઈટ્રીક એસીડ ઓક્સીડેશનની પ્રક્રિયાને બંધ કરી દે છે જેનાથી કાપેલા સફરજનો કાળા પડવાથી બચી જાય છે. એટલે તમે ઈચ્છો તો કાપેલા સફરજનો પર લીંબુનો રસ અથવા સંતરાનો રસ નીચોડી દો, સફરજન કાળા નહિ પડે. અથવા પછી તમે ઈચ્છો તો કાપેલા સફરજનને ખાટા ફળના જ્યુસમાં ડુબાડી દો. તમે ગમે તે ખાટા ફળના જ્યુસ ઉપયોગ કરી રહ્યા હોય એવું કરવાથી સફરજનના ફ્લેવરમાં થોડી ઘણી અસર પડશે.

મીઠું અને પાણી

સોડિયમ ક્લોરાઈડ એક હજી કેમિકલ છે જે ઓક્સિજનની પ્રક્રિયા રોકવાનું કામ કરે છે. આવામાં તમે ઈચ્છો તો કાપેલા સફરજનો મીઠાવાળા પાણીમાં થોડીવાર માટે નાખીને રાખી દો. એક વાર જયારે સફરજન એ પાણીથી સારી રીતે ભીંજાય જાય એના પછી તમે સફરજનને નળના પાણીથી ધોઈ લો જેથી તમારું કપાયેલ સફરજન વધારે નમકીન થવાથી બચી જાય.

રબર બેન્ડની યુક્તિ

જો તમે સફરજન અથવા કોઈપણ ફળને તરત નથી ખાવાના તો આ રબર બેન્ડ યુક્તિને ટ્રાય કરી શકો છો. આના માટે કાપેલા સફરજન અથવા ફળને ક્લેફટમાં કાપો અને પછી એની ચારેબાજુ ટાઈટ રબર બેન્ડ બાંધી દો જેથી કપાયેલા ટુકડાઓમાં હવા ન લાગે. એવું કરવાથી ઓક્સીડેશનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે અને તમારું ફળ કાળું નથી મળતું.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment