“કાશ્મીરી પુલાવ” બનાવો અમારી આ રેસીપી જોઇને

74

કાશ્મીરી ભોજનમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. અને બધી વાનગીઓ બનાવી બહુ જ સરળ છે. કાશ્મીરી પુલાવ ડીશ બનાવી બોવ જ સહેલી છે તેમાં પહેલા માખણ અને મસાલા નાખીને કેસર યુક્ત પાણીમાં પકાવી પછી તેમાં સુકો મેવો તાજા કાપેલા ફળ અને તળેલી ડુંગળી ભેળવી શકાય છે. તો ચલો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ જોઇને આ સરળ રેસીપી બનાવો.

સામગ્રી :

૧/૨ કપ બાસમતિ ચોખા, 4 કે ૫ કેસરના ક્રીસ્મે, ૧ ચમચી દૂધ ગરમ, ૫ કટકા કાજુ, ૫ કટકા બદામ, ૧ તજ પાન, ૨ લોંગ, ૧ લીલી એલચી, ૨ ઈશ દાલચીના ટુકડા, ૧ લીલી મરચું બારીક કાપેલું, ૧/૨ આદુનો ટુકડો, ૧/૪ ચમચી સોફ પાવડર, ૧ ડુંગળી કાપેલી, ૧ સફરજન કાપેલું, ૧/૫ કપ દાડમના દાણા, ૧/૫ કપ દ્રાક્ષ, નમક સ્વાદ અનુસાર, ૨ ચમચી ઘી કે તેલ, તેલ ડુંગળી તળવા માટે, ૧ કપ પાણી

વિધિ :

૧) સૌથી પહેલા ચોખાને ૨ કે ૩ વાર સારી રીતે ધોઈ લ્યો. પછી 15 મિનીટ જેટલા તેને પાણીમાં પલાળી દયો. પછી ચોખાને પાણીમાંથી કાઢી લ્યો અને થોડીવાર માટે તેને બાજુમાં રાખી દયો.

૨) કેસરની ક્રીસ્મને એક ચમચી દૂધ સાથે મિક્ષ કરી લ્યો.

૩) હવે એક પેનમાં ૧ ચમચી ઘી નાખીને તેને ગેસના ધીમી આંચ પર પકાવો પછી તેમાં કાજુ, બાદમ નાખો અને તેને ધીમી આંચ પર પાકવા દયો.પછી તેને એક પ્લેટમાં કાઢી લો

૪) હવે એ જ કડાઈમાં ફરીથી એક ચમચી ઘી નાખો અને તેમાં તજ, લોંગ, લીલી એલચી, અને દાલચીની ના ટુકડા નાખો અને ૩૦ સેકંડ સુધી તેને હલાવો. પછી તેમાં લીલું મરચું, આદુની પેસ્ટ, અને સોફ પાવડર નાખીને ૩૦ સેકન્ડ સુધી પકાવો.

૫) હવે તેમાં પલાળેલા ચોખા નાખો

૬) પછી તેને ૨ મિનીટ સુધી હલ્કા હાથે પકાવો

૭) હવે તેમાં ૧ કપ પાણી, પલાળેલું કેસર અને નમક નાખો. સારી રીતે મિક્ષ કરીને તેને ધીમી આંચ પર ઉબાળવું

૮ ) સારી રીતે ઉબળી જાય પછી તેને ઢાંકણું બંધ કરી તેને ૮ કે ૧૦ અથવા સારી રીતે ચોખા પાકી જાય ત્યાં સુધી ચોખાને પાકવા દયો. વચ્ચે ઢાંકણું ન ખોલો. ચોખા સારી રીતે પાકી જાય પછી ગેસ બંધ કરી તેને ૭ મિનીટ સુધી તેમ જ રહેવા દો ઢાંકણું ન ખોલવું. પછી થોડીવાર રહીને ઢાંકણું ખોલીને કાટા વાળી ચમચીથી ચોખાના દાણા અલગ કરો.

૯) હવે ડુંગળી તળવા માટે એક કડાઈમાં તેલ નાખો. અને તેમાં સારી રીતે તેને પકાવી લ્યો.

૧૦) પાકેલા ચોખામાં હવે તળેલો સુકોમેવો, કાપેલા તાજા ફળ સફરજન, દ્રાક્ષ, દાડમના દાણા અને તળેલી ડુંગળી નાખો

૧૧) હવે તેને હલ્કા હાથે મિક્ષ કરો અને ઉપરથી લીલી કોથમીર નાખીને તેને પીરચો

સુચન :

તમે તેમાં તમારી પસંદના ફળ પણ નાખી શકો છો. જેમ કે અનાનસ, લીલી દ્રાક્ષ વગેરે તેમાં નાખો શકો છો. તેમાં અખરોટ અને કીસમીસ પણ નાખો. ચોખા પલાળવા માટે થોડું માત્રમાં પાણીનો ઉપયોગ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment