કાઠિયાવાડી રીંગણાં બટાકાનુ સંભારીયુ શાક.

108

હેલો ફ્રેન્ડઝ આજ હું લાવી છું કાઠિયાવાડી અંદાજમાં રીંગણાં બટાકા નુ સંભારીયુ શાક.આપણા દરેક ના ઘરો મા વિવિધ પ્રકારના સંભારીયા શાક બનતા જ હોય છે, દરેક પ્રાંત મા પણ વિવિધ પ્રકારની પધ્ધતિ થી આ રીંગણાં બટાકા નુ શાક બનતુ જ હોય છે. અલગ અલગ સામગ્રી અને અલગ અલગ રીત થી આ એક જ શાક ના સ્વાદ મા પણ વિવિધતા લાવી શકાય છે. મહારાષ્ટ્ર ના લોકો ની રીત અલગ હોય છે, પંજાબી ઓ ની રીત પણ અલગ હોય છે એમ કાઠીયાવાડ ની પણ રીત અલગ અલગ હોય છે.
જનરલી આપણે સંભારીયા શાક ને ચઢતા સમય લાગતો હોવાથી તેને કૂકર મા જ બનાવીએ છીએ, આમ કરવાથી શાક ફટાફટ બની જાય છે પરંતુ ઘણી વખત રીંગણાં ખૂબ જ ગળી જાય છે. અને તેનો સ્વાદ પણ બરાબર લાગતો નથી. દરેક શાક ને જો કળાઈ મા કે પેન મા છુટા બનાવવા મા આવે તો તેનો સ્વાદ ખુબ સરસ લાગે છે. આજ મે પણ આ રીંગણાં બટાકા નુ સંભારીયુ શાક પેન મા બનાવ્યું છે જે સ્વાદ મા લાજવાબ બને છે. અને સાથે જો બાજરા નો રોટલો ડુંગળી નો દડો ને લીલા મરચાં હોય તો તો બસ સોને પે સુહાગા. તો ચાલો નોંધી લો આ કાઠિયાવાડી રીંગણાં બટાકા નુ ભરેલુ શાક. બનાવવા ની સામગ્રી

સામગ્રી

7-8 નંગ નાના રીંગણાં, 4-5 નંગ નાના અથવા મિડિયમ સાઈઝ ના બટાટા, સ્ટફીંગ ની સામગ્રી, 1 કપ બારીક સમારેલી કોથમીર, 1/2 કપ તાજુ કોપરા નુ ખમણ, 1/2 સિંગદાણા નો અધકચરો ભૂકો, 3-4 ટેબલસ્પૂન ધાણાજીરું, 1/2 ટેબલસ્પૂન લીલા મરચાં ની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1/2 ટેબલસ્પૂન લાલ મરચુ, 1/2 ટી સ્પૂન હળદર, 5-6 ટેબલસ્પૂન તેલ, સ્વાદ અનુસાર મીઠું.

રીત

1) સૌ પ્રથમ એક બાઉલમાં કોપરા નુ ખમણ કોથમીર અને સિંગદાણા નો ભૂકો નાંખી ને તેમા, લીલા મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, લાલ મરચુ, હળદર, અને ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને હળવા હાથે મિક્સ કરી લો અને તેને સાઇડ પર મૂકી દો.

2) ત્યાર બાદ બટાકા ની છાલ ઉતારી લો અને રીંગણાં ના પણ ડીટીયા કાઢી તેની ઉપર ની તરફ ચાર કાપા પાડી લો, બટાકા જો નાના હોય તો તેને પણ કાપા પાડી લો અને મોટા હોય તો તેના બે ટુકડા કરી લો અને બંને ને પાણી મા મૂકી દો જેથી તે કાળા ના પડેત્યાર બાદ એક બાઉલમાં મા બધા બટાકા લઇ લો. તેમા તૈયાર કરેલો સ્ટફીંગ નો મસાલો ભભરાવી ને તેને બરાબર મિક્સ કરી લો અને તેને સાઇડ પર મૂકી દો. રીંગણા મા પણ તૈયાર કરવામાં આવેલા સ્ટફીંગ ભરી ને બધા રીંગણાં તૈયાર કરી લો. વધેલા મસાલા ને સાઈડ પર મૂકી દો.3) હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં એક એક કરીને રીંગણા અને બટાકા ને પેન મા મૂકી દો અને તેને મિડિયમ ફ્લેમ પર સીઝવા દો. તેમા થોડુ પાણી ઉમેરીને તેના પર ઢાંકણ ઢાંકી ને સીઝવા દો. લગભગ 15-20 મિનીટ સુધી ચઢવા દો અને વચ્ચે વચ્ચે ચેક કરી લો અને જરૂર પડ્યે તેમા પાણી ઉમેરતા જાવ.

4) રીંગણાં બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં વધેલો મસાલો ભભરાવી ને તેને સાંતળો જરૂર પડે તો થોડું પાણી નાખી ને મસાલા ને એકરસ થવા દો. તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરીદો.
તૈયાર છે તમારુ ગરમા ગરમ કાઠિયાવાડી રીંગણા બટાકા નુ સંભારીયુ શાક તેને ગરમા ગરમ જ બાજરી ના રોટલા સાથે પીરસી દો.

ટીપ
મે આમા રાઈ જીરુ નો વઘાર નથી કયૉ તમે ચાહો તો કરી શકો છો. * મે તાજા કોપરા નુ ખમણ લીધુ છે એની બદલે તમે સુકા કોપરા નુ ખમણ પણ લઈ શકો છો. કોથમીર ની સાથે લીલી મેથી ની ભાજી પણ નાંખી શકો છો.

જો બંને પ્રકારના કોપરા ના ખમણ ના હોય તો ઘર મા પડેલા કોઇપણ પ્રકાર ના ગાઠીયા નો ભૂકો કરી ને તેમા ઉપરોકત બધા મસાલા ઉમેરીને ને સ્ટફીંગ તૈયાર કરી શકાય છે. તમને ગળપણ પસંદ હોય તો ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો.

તો ચાલો આજ તમે બનાવો આ કાઠિયાવાડી રીંગણાં બટાકા નુ સંભારીયુ શાક અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment