એક નાદાન પરીથી થઇ એક ભૂલ જેનું તે કરશે પ્રાયશ્ચિત્ત…અદ્ભુત વાર્તા…

32

સ્મિતાની ભૂલ…!
પ્રિયાના ગયા પછી આજે ઘણો સમય થઇ ગયો હતો. એક પરી જેનું નામ સ્મિતા હતું એ પરી રાણી પાસે આવી અને એમની સાથે પ્રિયાની વાતો કરી રહી હતી. વાતો સાંભળીને સ્મિતાનું મન ધરતી વિહાર કરવા માટે પ્રેરિત થઇ ગયું અને અચાનક તે પરીરાણી ને પુછી બેઠી…!

સ્મિતા : પરીરાણી તમે મને જે ધરતીલોક પરનું જીવન છે એનું વર્ણન કર્યુ પછી મને નથી લાગતું કે મારે ધરતીલોકની મુલાકાત માટે કોઇ વિલંબ કરવો જોઇએ.!

પરીરાણી : કેમ નહીં સ્મિતા તું ઇચ્છે ત્યારે જઇ શકે છે.! પણ…

સ્મિતા : પણ શું?

પરીરાણી : મારી વાત પુરી થશે તો ખબર પડશે કે હું શું કહું છું!

સ્મિતા : મને ખરેખર ખુબ જ ઇચ્છા છે ધરતીલોક જોવાની તો હું મારી જાત પર કાબુ નથી રાખી શકતી આ માટે મને માફ કરશો..!

પરીરાણી : હા ! સ્મિતા હું સમજી શકું છું! પણ તારે ત્યાં સાવચેતી રાખવી પડશે કે તારાથી કોઇ ભૂલ ના થઇ જાય.”
સ્મિતા : હા ! પરીરાણી હું આ બાબતમાં પૂરતુ ધ્યાન આપીશ.

આટલી વાત કરી પરી સ્મિતા ધરતીલોક જવા માટે રવાના થઇ જાય છે. ખુબ લાંબા પ્રવાસના અંતે પરી સ્મિતા ધરતીલોક આવી પહોંચે છે.

ધરતીલોક પહોંચ્યા પછી પરી સ્મિતા ઘણી બધી જગ્યાઓની મુલાકાત લે છે. તેમાં પણ નદીના ખળખળ વહેતા પાણીને અને આસપાસમાં ઉડી રહેલાં પંખીઓને જોઇને ખુબ જ આનંદની લાગણીનો અનુભવ કરે છે.

જ્યારે પરી સ્મિતા ધરતીલોકની મુલાકાત અર્થે આવે છે ત્યારે વસંત ઋતુ હતી તો રંગ બેરંગી ફૂલો તથા વ્રુક્ષો પર નવા નવા પર્ણોની કૂંપળો ફૂટી હતી. તો આ બાબત તો પરી સ્મિતાને આહલાદ્ક આનંદ લેવા માટે ખુબ જ યોગ્ય હતી. પરી સ્મિતા રંગ બેરંગી પુષ્પો અને મોટા મોટા વ્રુક્ષોની ડાળે ઝૂલતી લતાઓને જોઇ આનંદિત થઇ જાય છે.
પરી સ્મિતા વિહાર કરતી એક બગીચામાં પહોંચી જાય છે. ત્યાં જે ફૂલોની હાર માળ જોઇ છે એ જોઇનેએ અચંબામાં સરી પડે છે. ત્યાર બાદ તેને ધ્યાન આવે છે કે કોઇ એને જોઇ તો નથી રહ્યું ને આ વિચાર થી તે આસપાસ નજર ફેરવીને બોલે છે.!

પરીરાણી તમારો ખુબ ખુબ આભાર કે તમે દરેક પરીઓને અદ્રશ્ય રહેવાની શક્તિઓ આપી છે. જેથી કરી ને હું જ્યારે ધરતીલોક પર આવી ત્યારે જ પોતાને અલોપ કરી છે પણ ખબર નહીં કેમ ભૂલી જવાય છે.?

સ્મિતા : અરે …! વાહ…! કેવું સુંદર ફૂલ છે?

“આવું ફૂલ તો અમારા પરીલોકમાં પણ નથી હોતું…!”

જે હોય એ હું આ ફૂલ મારા પરીલોકમાં લઇ ને જઇશ સૌ કોઇએ જોઇને પ્રસન્ન થશે.?

કેમ ના થાય આવું સરસ ફૂલ અમારા પરીલોક માં હુ. લઇ ને જઇશ તો મને શાબાશી પણ મળશે.!”

આ વિચાર સાથે પરી સ્મિતા એ ફૂલ ચૂંટી લે છે .

હવે એ સુંદર મઝાનું ફૂલ લઇને પરી સ્મિતા પરીલોકનાં માર્ગે જવા માટે રવાના થાય છે. લાંબુ અંતર ખેડ્યા બાદ એ પરીલોકના મુખ્ય દરવાજા પાસે આવીને ઊભી રહે છે. ત્યાં જ અચાનક તેને કોઇ સંકટનો આભાસ થાય છે.
પરીરાણી પરીલોકના મુખ્ય દ્વાર પર આવે છે તો એમને પણ કોઇ સંકટ અથવા તો કોઇ ભૂલ થયેલી હોય એનો ભાસ થાય છે.

પરીરાણી : પરી સ્મિતા ધરતીલોક પર કોઇ ભૂલ તો નથી થઇ ને?

સ્મિતા : ના પરીરાણી મારા થી કોઇ ભૂલ નથી થઇ.!

પરીરાણી : કોઇ તો ભૂલ થઇ જ છે! પણ તને કદાચ ખબર ના હોય.!

સ્મિતા : ના પરીરાણી મને મારા પોતાના પ્રત્યે પૂરો ભરોસો છે કે મારાથી કોઈ ભૂલ નથી થઇ.!

પરીરાણી : તો એક વાત જણાવ કે કેમ તું તારા આ હાથને પાછળ સંતાળીને ઊભી છે?

સ્મિતા : હા.! મારા આ હાથમાં એક ખુબ જ સુંદર ફૂલ છે જે હું તમને બતાવા માંગતી હતી પણ મને સમજાયું નહીં કે કેમ હું તમને બતાવું એટલે સંતાળ્યું હતું.

પરીરાણી : મને એ જલ્દીથી જોવા આપ.!

સ્મિતા : આ રહ્યું …! જુઓ એ કેવું સુંદર અને મનમોહક છે!

પરીરાણી : અરે….આ તો સૂર્યમુખી નું ફૂલ છે.! જે માત્ર ધરતીલોક પર જ જોવા મળે છે અને જે દિશામાં સૂર્ય હોય એ તરફ જ મુખ રાખે છે.

સ્મિતા : ઓહ….એવું છે? એટલે જ હું વિચારી રહી હતી કે દરેક ફૂલની દિશા એક જ તરફ કેમ છે? હવે સમજાયું
પરીરાણી : સરસ છે.! પણ તું આ ફૂલ કોઇને પુછીને લાવી છે કે નહીં?

સ્મિતા : ના! ત્યાં આસપાસ કોઇ નહોતું અને હું તો અદ્રશ્ય હતી તો કોઇ મને જોઇ ના શક્યું

પરીરાણી : પરી સ્મિતા આ તો ચોરી છે… જેનો સ્વીકાર કરીને તારે બદલો ચૂકવવો પડશે.

સ્મિતા : હા…! પરીરાણી હું મારી આ ભૂલને સુધારવા માટે તૈયાર છું!

પરીરાણી : શાબાશ પરી સ્મિતા ભૂલનો સ્વીકાર કરીને જે ભૂલનો સુધાર કરવાની વાત કરી એ બદલ મને ખુશી છે.
સ્મિતા : આ ભૂલનો સુધાર શું છે?

પરીરાણી : આપણાં પરીલોકમાં જે પવિત્ર આત્મા પ્રિયાનાં દેહથી જન્મેલ ગુલાબનો છોડ છે એજ છોડને તારે એ બગીચામાં જઇ ને એનું આરોપણ કરવું પડશે. જે આપણને ધરતીલોકમાંથી જ પ્રાપ્ત થયો છે. પ્રિયા તરફ થીં!
સ્મિતા : બરાબર છે…! હું એ છોડ ને લઇ જઇશ અને એ બગીચા માં આરોપણ કરી દઇશ.

બરાબર સાંજનો સમય થયો એટલે પરી સ્મિતા ગુલાબનો છોડ અને થોડી પરીલોકનાં બગીચાની માટી લઇને એ એક પરી ને સાથે મદદ માટે લઇને ધરતીલોક જવા માટે રવાના થઇ. બન્ને પરીઓ એકબીજા સાથે વાતો કરતી ઝડપથી ધરતીલોક તરફ જઇ રહી હતીં કયાંક જો રાત્રિનો સમય વહી જાય અને સવાર થઇ જાય તો કોઇ એમને ગુલાબનાં છોડનું આરોપણ કરતાં જોઇ લે અને હાની પણ પહોંચાડી શકે છે. આ કામમાં અદ્રશ્ય રહીને કામ કરવું પણ અશક્ય હતું.

ઉડતાં અને વાતો કરતાં ક્યારે તેઓ ધરતીલોકનાંએ બગીચામાં આવી પહોંચિયા એનો ખ્યાલ ના રહ્યો. લગભગ રાત્રિના ચાર વાગ્યાનો સમય થયેલો અને તેમણે ગુલાબના છોડનું આરોપણ કરવાનું કામ હાથ ધર્યું.

સૌપ્રથમ તો એક ખાડો ખોદ્યો અને પછીએ ખાડામાં પરીલોકની માટીને નાંખવામાં આવી જેથી છોડને પોષણ મળી રહે. બાદ પરીલોકનાં ઝરણાંનું પાણી નાંખીને કામ પૂર્ણ કર્યું. આ પરીઓની દરેક બાબતો પર ધ્યાન આપી રહેલી એક નાની છોકરી નજરે પડી. આ જોઇ ને પરી સ્મિતા અને સાથે આવેલીએ પરી પણ ડરી ગઇ અને એમની પાસે રહેલાં એક વ્રુક્ષની પાછળ સંતાઇ ગઇ.

આ જોઇને પેલી છોકરી પરીઓની નજીક આવી અને વાતો કરતા બોલી : મારું નામ શિવાની છે અને હું તમને કોઇ નુકસાન નહીં પહોંચાડું! તમે બહાર આવી જાઓ.!”

સ્મિતા : (ડરેલા સ્વરમાં બોલી) ચોક્કસ કોઇ નુકસાન નહીં પહોંચાડે.?”

શિવાની : હાં…! હું તમને કોઇ નુકસાન નહી પહોંચાડુ બસ તમે બહાર આવી જાઓ.

(સ્મિતા અને બીજી પરી બહાર આવ્યાં.)

શિવાની : અરે…! વાહ…! તમે તો કેટલાં સુંદર છો.?

સ્મિતા : ખુબ ખુબ આભાર….!

શિવાની : તમે તો પરીઓ છો…! અને અમારા આ બગીચામાં શું કરો છોં.? જો કોઇ કામ હોય તો મને કહો હું તમારી મદદ કરી શકું..!

(પરી સ્મિતાએ દરેક વાત વિગતથી જણાવી. આ વાત સાંભળી એ ખરેખર વિચારમાં પડી ગઇ કે આજ સુધી તો બસ સાંભળેલું જ પણ હવે જોઇ પણ લીધું કે પરીઓ પરોપકારી હોય છે.)

સ્મિતા : શિવાની આ છોડ પર રોજ ફૂલ લાગશે પણ ધ્યાન રહે કે તમારે એને વેચીને રૂપિયા કમાવાનાં નથી પણ કોઇને ભેંટમાં આપી શકાય. કેમ કે અમારા પરીરાણીને આ પસંદ નથી કે તેઓ કોઇ ને ભેંટ આપે એ વસ્તુ નો વ્યપાર થાય.

શિવાની : હું જરુર આ બાબત નું ધ્યાન રાખીશ કે આ ફૂલનો વ્યપાર ના થાય. પણ આ ફૂલ નું નામ શું છે.?
સ્મિતા : આનું નામ ગુલાબ છે.

(બધી વાતો કર્યા પછી પરીઓ પરીલોક જવા રવાના થઇ ગઇ પણ શિવાનીને એક વાત કહેતી ગઇ કે જ્યારે પણ એને કોઇ કામ હોય તો પરીલોકના એ ગુલાબના ફૂલને જો એ સુંઘશે તો એ તરત હાજર થઇ જશે. શિવાની ખુબ જ ખુશ હતી કે એની મુલાકાત પરીઓ સાથે થયેલી.)

શિવાની રોજ સ્કૂલે જતી ત્યારે તેનાં માથામાં આ છોડ પરથી એક ફૂલ ચૂંટીને લગાવી લેતી. એની સ્કૂલના દરેક શિક્ષકને એ ફૂલ ભેંટમાં આપ્યા અને દરેક શિક્ષકના ઘરે ગુલાબનાં છોડ આવી ગયા. પણ કોઇ એક દિવસે જ્યારે શિવાનીના ઘરે કોઇ નહોતું ત્યારે કોઇ આ છોડને ચોરી ગયું અને એણે એ ફૂલનો વ્યપાર શરુ કરી દિધો જે પરીરાણીને જરા પણ પસંદ ના પડયું. પણ આ વાતમાં શિવાનીનો કોઇ દોષ નહોતો એનો ગર્વ પરીરાણીને હતો. એણે તો સૌ કોઇને ભેંટ જ આપેલી.

લેખક : કલ્પેશ ચૌહાણ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment