કેળાની છાલને કચરો સમજી ફેંકી રહ્યા છો તો ઉભા રહો કારણ કે આનાથી મળશે બેદાગ ત્વચા

79

જો તમે કેળા ખાવ છો તો તમને આ વાતની જાણકારી તો હશે જ કે કેળું આપણી હેલ્થ માટે કેટલું ફાયદાકારક હોય છે. જી હા આને ખાવાથી તરત જ એનર્જી મળે છે અને આપણું ડાયજેસ્ટ સીસ્ટમ સરખું રહે છે અને પાતળી મહિલાઓ કેળાની મદદથી સરળ રીતે પોતાનો વજન વધારી શકે છે. પરંતુ જયારે તમે કેળાં ખાવ છો તો આની છાલને નકામી સમજીને ફેંકી દો છો. શું તમે જાણો છો કે જે છાલને તમે એમ જ ફેંકી દો છો એ આપણા માટે કેટલું ફાયદાકારક હોય છે જેટલો જ અંદરનો ભાગ. ખાસ કરીને આ તમારા મોઢાંની સુંદરતાને ઘણી બધી વધારી દે છે.

કેળાની છાલમાં ઘણી પ્રકારના વિટામીન હોય છે જે શરીરના એન્જાઈમ અને પ્રોટીનને એકટીવેટ કરે છે, જેનાથી ત્વચાની અંદર કોલેજેન અને સુગમતા વધવા લાગે છે. આજે તમને અમારી વાત પર વિશ્વાસ નહિ થાય તો ચાલો જાણીએ કેળાની છાલ કેવી રીતે આપણી સુંદરતા વધારવામાં હેલ્પ કરે છે.

કરચલીઓ દુર કરે છે

જો તમારા મોઢા પર કરચલીઓએ ઘર જ બનાવી લીધું છે તો એના માટે તમારે કેળાની છાલોનો ઉપયોગ કરવો જોઈએ. કરચલીઓ દુર કરવા માટે કેળાની છાલના અંદરના ભાગને ચહેરા પર થોડો સમય રગડીને પછી ગુલાબ જળ લગાવો અને ૧૫ મિનીટ પછી મોઢું ધોઈ લો. આમ કરવાથી ધીરે ધીરે તમારી કરચલીઓ દુર થઇ જશે.

ડાર્ક સર્કલ દુર કરે

જો તમારી આંખોની આજુ-બાજુ ડાર્ક સર્કલ છે અને એનાથી તમે છુટકારો મેળવા માંગો છો તો તમારી કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આના માટે તમારે કેળાની છાલમાં રહેલ ફાઈબર કાઢીને, એમાં ૧ ચમચી એલોવેરા જેલ મેળવાનું છે. પછી આ પેસ્ટને આંખોની આજુ-બાજુ લગાવી લો. ૧૦ મિનીટ પછી મોઢું ઠંડા પાણીથી ધોઈ લો. એમ કરવાથી તમારી આંખોની આજુ-બાજુ રહેલ ડાર્ક સર્કલ દુર થઇ જશે.

રૂપાળું થવા માટે

તમારે તમારી સ્કીન માટે શું નથી કરતા. એના માટે તમે બજારમાંથી પણ ઘણી પ્રકારની પ્રોડક્ટ ખરીદીને લાવો છો. પરંતુ બહુ વધારે ફેર નથી પડતો. પરંતુ તમે પરેશાન ન થઈને જો તમે સુંદર ત્વચા મેળવા માંગો છો તો કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. એના અંતે સૌથી પહેલા કેળાની છાલની પેસ્ટ બનાવી લો પછી એમાં બેકિંગ સોડા અને થોડું પાણી ભેળવો. આ પેસ્ટને ચહેરા પર ૧૦ મિનીટ સુધી સ્ક્રબની જેમ રગડીને પછી મોઢાને પાણીથી ધોઈ લો.

મસાનો દુશ્મન

કેળામાં એન્ટી-ઓક્સીડેશનના તત્વો મળી આવે છે. જે આપણા મોઢા પર થયેલા મસ્સાને દુર કરવામાં મદદ કરે છે. એના માટે તમારે મસ્સા પર આખી રાત કેળાની છાલને લગાવી રાખો. આમ કરવાથી આવી મુશ્કેલીથી છુટકારો મળી જશે.

ખીલ દુર કરે

જો તમારા મોઢા પર ખીલ થઇ ગયા છે તો તમે કેળાની છાલોને પીસીને એમાં મધ અને હળદર ભેળવીને ચહેરા પર લગાવશો તો તમને આ મુશ્કેલીથી છુટકારો મળી જશે.

ટેનિંગ દુર કરો

ચહેરાને સુંદર બનવાની સાથે જ ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવામાં મદદ કરે છે. તમારે કેળાની છાલનો પ્રયોગ કરવો જોઈએ. એના માટે કેળાની છાલના પેસ્ટમાં ૧ ચમચી સંતરાની છાલનો પાઉડર અને દહીં નાખીને સારી રીતે આનો એક પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર રગડીને પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારી આ સમસ્યા દુર થઇ જશે.

જો તમે કેળાની છાલનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા ચહેરા પરથી બધી પ્રકારની સમસ્યા પૂરી થઇ જશે અને તમારો ચહેરો આખો દીવસ તરોતાજા અને ફ્રેશ રહેશે. તો વાટ કઈ વાતની જુવો છો તમે પણ સુંદર અને કરચલીઓથી મુક્ત ત્વચા મેળવા માંગો છો તો આજથી જ આનો ઉપયોગ શરુ કરી દો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment