“કેરીના રસની બરફી” આજે સ્ટેપ બાય સ્ટેપ શીખો કેરીના રસની બરફી

16

કેરીના રસની બરફી

ફળોનો રાજા કેરી બધાને ભાવે. સ્ટોરેજ કરેલા કેરીના પલ્પમાંથી કેરીનો રસ, આઈસ્ક્રીમ, વગેરે બનાવીએ છીએ. ચાલો કેરીના પલ્પમાંથી એક એવી વાનગી બનાવીએ જે આપણા દાદી કે મમ્મી બનાવતા હતા. તો આજે બનાવીયે કેરીના રસની બરફી. શોર્ટ મેથડ અને માવા વગર ઓછી સામગ્રીથી બની જાય છે.

સામગ્રી :

૩ આફૂસ કેરીનો રસ, ૧/૨ કપ ખાંડ, ધી, ૧ ટે.સ્પૂન દળેલી ખાંડ, ઈલાયચી પાવડર

રીત :

સૌ પ્રથમ કેરીને હાથેથી ઘોરીને રસ કાઢો. (મિકસરમાં નહીં). તેને ચારણીથી ગાળી લેવો રેસાના રેવા જોઈએ. પછી જાડા તળીયા વાળા વસણમાં એક ટી. સ્પૂન ધી નાખી રસ નાખો અને સતત હલાવતા રહો. એક ઉભરા જેવું આવે એટલે ખાંડ નાખી સતત હલાવતા રહો. જ્યાં સુધી તાવેતા એ ચોટે નહીં ત્યાં સુધી હલાવવું. ગોળાજેવુ થઈ જશે. ગેસની ફલેમ ધીમી રાખવી.

એક થાળીમાં ધી લગાડવું. હવે તેને એકદમ ઠંડુ પડવા દેવું. ઠંડુ પડે એટલે તેમા દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી થાળીમાં ઠારી દેવું.
અને કાપા પાડી કલાક ખુલ્લું રાખવુ પછી ડબ્બામાં ભરી દેવું.
નોંધ: આફૂસની જગ્યાએ કેસર કેરી પણ લેવાય. ફ્રિજમાં બરફી મહીના સુધી રહે છે. જે લોકો ઠાકોરજીની સેવા કરે છે તે આમાં બરાસ પણ નાખે છે.

લેખન અને સંકલન : રૂત્વાબેન & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment