તમારાં ભોજનનો સ્વાદ વધારતું કેસર તમારી સુંદરતા માટે કોઇ જાદૂથી કમ નથી…

61
kesar-benefit-skin

પર્પલ કલરનાં ફૂલોમાંથી ચૂંટેલું કેસર દુનિયામાં સૌથી મોંઘું તેજાનું ગણાય છે. એના ફૂલમાં રહેલા પરાગને જુદા પાડીને એને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. ખુશ્બુથી ભરપૂર ચપટી કેસર જો ખીર, કૂલ્ફી કે દૂધમાં નાખવામાં તો તેનો ટેસ્ટ જ આખો અલગ આવે છે. તમારાં ભોજનનો સ્વાદ વધારતું કેસર તમારી સુંદરતા માટે કોઇ જાદૂથી કમ નથી.
ગોરી સ્કિન મેળવવા માટે કેસરનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે. સાથે જ તે અનેક ક્રિમ અને સોપમાં પણ મોજૂદ હોય છે. તે થોડું મોંઘુ હોય છે, પણ જો તમે બ્યુટી પ્રોડક્ટ્સ પર આટલા પૈસા ખર્ચ કરી રહ્યા છો તો તેના બદલે કેસરનો ઉપયોગ કરો. તો આજે જાણી લો તમે પણ કેવી રીતે ચપટી કેસર તમારી સુંદરતામાં વધારો કરે છે.

– કેસર ડ્રાય સ્કિન અને કોમ્પ્લેક્શન માટે ખૂબ સારી રીતે કામ કરે છે માટે જ એનો ઉપયોગ હાઇડ્રેટ કરે એવી ક્રીમ, સ્ક્રબ અને ફેશ્યલ-માસ્ક બનાવવામાં થાય છે.– ત્વચા પરની કરચલી અને સૂર્યના તડકાને કારણે પડતા ડાઘ ઉંમર વધવાની સાથે થાય જ છે. આ ડાર્ક સ્પોટને કારણે લોકોનો સેલ્ફ-કોન્ફિડન્સ પણ ઓછો થઈ શકે છે, પણ કેસર એક ઇફેક્ટિવ સ્કિન-લાઇટનર તરીકે કામ કરે છે જે ત્વચાનો વર્ણ સુધારવામાં મદદ કરે છે અને સનસ્પોટને ઝાંખા પાડે છે.
– કેસર સ્કિન માટે ખરેખર વરદાન સમાન છે. એ ફક્ત ત્વચાનો રંગ જ નથી નિખારતો, પણ સાથે ફેસ પરના ડાઘા પણ દૂર કરે છે અને બ્લડ-પ્યુરિફાયર તરીકે પણ કામ કરે છે. એમાંથી નીકળતા તેલને કુંમકુમાદી તેલ કહેવાય છે જે ફેરનેસ ક્રીમમાં મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે.

– કેસરને ડાયરેક્ટલી હોમમેડ બ્યુટી પ્રોડક્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે અથવા કેસરવાળું દૂધ બનાવી ઉપયોગમાં લઈ શકાય છે. આ કેસરવાળા દૂધનો ઉપયોગ ગુલાબજળ, મિલ્ક-પાઉડર અને ચંદરના પાઉડર સાથે મેળવીને સ્ક્રબ બનાવવામાં કરી શકાય છે.
– કેસરના આખા તાંતણાને દૂધ અને માખણ સાથે ઘસી હાઇડ્રેટિંગ મસાજ-ક્રીમ બનાવી શકાય છે. એને ચંદનના પાઉડર અને દૂધ સાથે મેળવતાં ડ્રાય સ્કિન માટે ખૂબ સારી પેસ્ટ તૈયાર થશે.
– કેસરના ઉપયોગથી ત્વચા સુંવાળી અને યુવાન દેખાય છે. એનો ક્લિન્ઝર અને ટોનર તરીકે પણ ઉપયોગ થાય છે. એને ત્વચા માટે સૌથી ઉપયોગી હર્બ ગણવામાં આવ્યું છે.

– કેસર ડ્રાય સ્કિનને રિપેર કરી ત્વચાના ટેક્સ્ચરને ઇમ્પ્રૂવ કરે છે.

– ગુલાબજળ સાથે મિક્સ કરેલું કેસર ખૂબ પાવરફુલ ટોનર બનાવે છે. તમે થોડા હૂંફાળા દૂધમાં દહીં અને કેસર મિક્સ કરી સારું ક્લિન્ઝર પણ તૈયાર કરી શકો છો.– જો કેસરના ઉપયોગથી તમારી સ્કિન વધુ બગડે તો એનો અર્થ એમ થશે કે તમને કેસરની એલર્જી છે. જો આવું હોય તો એનો ઉપયોગ તરત જ બંધ કરી દેવો. એના વધુ પડતા ઉપયોગથી તમારી ત્વચા પીળાશ પડતી અથવા કમળો થયો હોય એવા રંગની થઈ જશે.

– બાળકના ગોરા વર્ણ માટે ગર્ભવતી માતા કેસર આરોગે એ પણ ખૂબ જૂનો રિવાજ છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment