કેવી રીતે બનાવશો નવી રીતથી ડુંગળી પકોડા એટલે કે ભજીયા ?

64

પકોડા એટલે ભજીયા યાદ આવે ત્યારે આપણને સૌથી પહેલા ડુંગળી પકોડા (ભજીયા) યાદ આવે છે. કારણ કે તે ખુબજ ઝડપથી બની જાય છે. ડુંગળી પકોડા (ભજીયા) ખુબજ ટેસ્ટી, કુરકુરા અને બનાવવામાં ઇઝી છે. તો ચાલો આજે અમે તમને તીખા અને કુરકુરા ડુંગળી પકોડા બનાવવાની સરળ અને આસન રીત જણાવીએ.

ડુંગળી પકોડા બનાવવાની સામગ્રી :

2 નંગ ડુંગળી, 2 નંગ લીલા મરચા, 1/4 કપ સમારેલી કોથમીર, 2 ચમચી આદુ અને લસણ, 1/4 ચમચી હિંગ, 1 ચમચી અજમો, 100 ગ્રામ ચણાનો લોટ, 3 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું (સ્વાદ અનુસાર)

ડુંગળી પકોડા એટલે કે ભજીયા બનાવવાની આસન રીત :

૧.) સૌ પ્રથમ સમારેલી ડુંગળી, ટુકડા કરેલા લીલા મરચા, લસણ, અજમો, હિંગ, આદુ, અને સમારેલી કોથમીરને એક બાઉલમાં લ્યો.

૨.) પછી તેમાં ચણાનો અને ચોખાનો લોટ તથા હળદર નાખી તેને સારી રીતે મિક્સ કરો.

૩.) આ સામગ્રી તૈયાર કર્યા પછી જો તમારે તરત જ પકોડા તળવા હોય તો પકોડાનું ખીરું તૈયાર કરવા માટે તેમાં જરૂરિયાત મુજબ પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે હલાવી તેને મિક્સ કરો.આમ પકોડાનું ખીરું તૈયાર થઇ જશે.

૪.) હવે ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મૂકી તેમાં પકોડા (ભજીયા) તળવા માટે તેલ લઇ તેલને ગરમ થવા દો.

૫.) તેલ ગરમ થયા બાદ તેમાં નાના નાના પકોડા તળવા માટે પકોડાના ખીરાના ભજીયા પાડો.

૬.) થોડી થોડી વારે પકોડાને ઝારાની મદદથી હલાવતા ફેરવતા રહો.

૭.) ગોળ પકોડા બધી બાજુથી તળાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો.

૮.) તૈયાર થયેલા ડુંગળી પકોડાને સોસ, ચટણી કે ચાય સાથે તમે ખાઈ શકો છો. અને મહેમાનને કે બીજા કોઈને પણ ખવડાવી શકો છો, પીરસી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment