ખજુરાહોના મંદિરમાં રહેલી ઈરોટિક મૂર્તિઓનું આ છે રહસ્ય, વાંચો અને શેર કરો…

35

ખજુરાહોના મંદિર પોતાના કામુક, સંભોગરત અને નગ્ન મૂર્તિઓને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે. આ મૂર્તિઓ ખજુરાહોના મંદિરોની માત્ર બહારની દિવાલો પર બનાવવામાં આવી છે. દર વર્ષે લાખો દેશી-વિદેશીઓ મુસાફરો તેને જોવા માટે આવે છે. ખજુરાનો મંદિરોનું નિર્માણ 950 ઈ.સ. 1050ની વચ્ચે થયું હતું. ખજુરાહોમાં પહેલા 85 મંદિર હતા, પંરતુ હવે 22 જ બચ્યા છે.આ મંદિરોમાં મૂર્તિઓનું નિર્માણ એટલી સુંદરતાથી કરાયું છે કે, તેને જોયા બાદ પણ મનમાં કોઈ ખરાબ વિચારો આવતા નથી. કેમ કે લોકો મૂર્તિની સુંદરતામાં જ ખોવાઈ જાય છે. આ મૂર્તિઓ પ્રાચીન સભ્યતાની વિશેષતા બતાવવા માટે પૂરતી છે. જોકે, અનેકવાર મનમાં એવો પ્રશ્ન થાય છે કે, આખરે મંદિરની બહાર આ પ્રકારની મૂર્તિઓ બનાવવા પાછળ શું રહસ્ય હશે. આ વિશે કોઈ એક મત મળતો નથી. અલગ અલગ એક્સપર્ટસે તેના અલગ અલગ કારણ આપ્યા છે. મુખ્ય રીતે ચાર માન્યતાઓ આપેલી છે જે આ પ્રકારે છે.

પહેલી માન્યતાકેટલાક એક્સપર્ટસનું માનવું છે કે, પ્રાચીન કાળમાં રાજા-મહારાજા ભોગવિલાસમાં વધુ રચ્યાપચ્યા રહેતા હતા. તે બહુ જ ઉત્તેજિત રહેતા હતા. આ કારણે ખજુરાહોના મંદિરની બહાર નગ્ન તેમજ સંભોગની મુદ્રામાં મૂર્તિઓ બનાવાઈ છે.

બીજી માન્યતાબીજા સમુદાયના એક્સપર્ટસનું માનવું છે કે,તેને પ્રાચી કાળમાં સેક્સનું એજ્યુકેશન આપવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ અદભૂત આકૃતિઓને જોયા બાદ લોકોને સંભોગ કરવાની શિક્ષા મળશે. પ્રાચીન કાળમાં મંદિર જ એક એવુ સ્થાન હતું, જ્યાં લગભગ દરેક પ્રકારના લોકો આવતા હતા. તેથી સંભોગનું સાચુ શિક્ષણ આપવા માટે મંદિરોને પસંદ કરવામાં આવ્યા હતા..

ત્રીજી માન્યતા

કેટલાક એક્સપર્ટસનું માનવું છે કે, મોક્ષ માટે દરેક વ્યક્તિને ચાર રસ્તા પરથી પસાર થઈ જવું પડે છે. ધર્મ, અર્થ, યોગ અને કામ. આ દ્રષ્ટિથી મંદિરની બહાર નગ્ન મૂર્તિઓ લગાવવામાં આવી છે. કેમ કે, આ જ કામ છે અને તેના બાદ માત્રને માત્ર ભગવાનનું શરણ મળે છે. તેથી તેને જોયા બાદ ભગવાનના શરણમાં જવાની કલ્પના કરવામાં આવી છે.

ચોથી માન્યતાકેટલાક લોકો આ મૂર્તિઓ પાછળ હિન્દુ ધર્મની રક્ષા હોવાનું કારણ જણાવે છે. આ લોકોના અનુસાર, જ્યારે ખજુરાહોનું મંદિર નિર્માણ પામ્યું હતું, ત્યારે બોદ્ધ ધર્મનો પ્રચાર બહુ જ તેજીથી થઈ રહ્યો હતો. ચંદેલ શાસકોએ હિન્દુ ધર્મના અસ્તિત્વને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમણે આ માર્ગ અપનાવ્યો હતો. તેમના અનુસાર, પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે, સેક્સ તરફ દરેક વ્યક્તિ ખેંચાઈને આવે છે. તેથી જો મંદિરની બહાર નગ્ન તેમજ સંભોગની મુદ્રામાં મૂર્તિઓ લગાવવામાં આવે તો લોકો તેને જોવા જરૂર આવશે. પછી અંદર દેવતાઓના દર્શન કરવા જશે. જેથી હિન્દુ ધર્મનો વધારો થશે.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment