“ખાટી આમલી” ડાયાબીટીસમાં અને શરીરના સાંધાઓના દુ:ખાવામાં ફાયદાકારક ઉપરાંત પોષણના ખજાનાથી ભરપૂર છે

602

ખાટી આમલીનું નામ સાંભળીને સોરી! વાંચીને મોઢામાં પાણી (થુંક) આવી ગયું ને? જોયો આમલીનો પ્રભાવ? આ ખાટી આમલી ફક્ત તમારા ભોજનના સ્વાદમાં જ વધારો કરતી નથી, પણ તેમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો પણ રહેલા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આમલી અલગ અલગ પ્રકારથી વિશ્વના લગભગ દરેક ક્ષેત્રમાં દવામાં અને ખાદ્ય પદાર્થ તરીકે ખાવાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમલીમાં પુષ્કળ માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ એટલે કે ખનીજ તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. આમલીનો કોર ચટણી બનાવવામાં કામ આવે છે. તેના આંબલીયા કાચા કે શેકીને મુખવાસ તરીકે કામ આવે છે. આમલીના પાન અને લાકડા પણ કોઈ ને કોઈ કામમાં આવે છે. તો આવો તમને બતાવીએ કે આમલી કેટલી પૌષ્ટિક છે, અને કઈ મુશ્કેલીઓમાં મદદ કરે છે.

1.) પોષક તત્વોનો ખજાનો છે આમલી

આમલીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. 100 ગ્રામ આમલીમાં લગભગ 239 કેલેરી ઉર્જા, 62.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 0.6 ગ્રામ ચરબી, અને 2.8 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય આમલીમાં 628 મીલીગ્રામ પોટેશ્યમ, 113 મીલીગ્રામ ફોફ્ફરસ, 92 મીલીગ્રામ મેગ્નેશ્યમ, 74 મીલીગ્રામ કેલ્શ્યમ, 28 મીલીગ્રામ સોડીયમ, 2.8 મીલીગ્રામ આયર્ન અને 0.1 ગ્રામ જીંક હોય છે. જોયું ને આમલીમાં એ બધા પોષક તત્વો હોય છે જે તમારા શરીરને સ્વસ્થ રહેવા માટે ખાસ જરૂરી હોય છે.

2.) બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે

આમલીમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. 100 ગ્રામ આમલીમાં 628 મીલીગ્રામ પોટેશ્યમ હોય છે. જેથી તે હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી તકલીફમાં તેનો સામનો કરવામાં પણ તમારી મદદ કરે છે. ખાવાના ખોરાકમાં સાથે આમલીનો ઉપયોગ કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રહે છે. આમલીમાં રહેલ વીટામી C ફ્રી રેડિકલ્સની અસર ઓછી કરીને હૃદયને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

3.) દર્દ અને સોજામાં લાભદાયક છે

આમલીનું તેલ તમારા શરીરમાં થતા દુ:ખાવાને અને સોજાને ઓછું કરે છે. આ તેલથી મસાજ કરવાથી સંયુક્ત પીડા અને સંધિવામાં આરામ મળે છે. આ સાથે આમલી આંખો માટે પણ લાભદાયક છે. તે આંખમાં બળતરા અને સોજાને પણ ઓછો કરે છે.

4.) વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

ખાવામાં આમલીનો ઉપયોગ કરવાથી તમારા વજનને ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે આમલીને મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેમાં રહેલ હાઈડ્રોકસીસિટ્રીક એસીડ ફેટને એટલે કે ચરબીને ઝડપથી વાપરવામાં મદદ કરે છે. એટલા માટે જો તમે વજન વધવાની સમસ્યાઓથી પરેશાન હો તો આમલીથી બનેલ ચટણી, ગોળગપ્પાનું પાણી અને શાકભાજીમાં નાખીને તેનું ખાસ સેવન કરવું જોઈએ.

5.) ડાયાબિટીસમાં પણ રાહત અપાવે છે

આમલીનો ઉપયોગ કરવાથી તમને ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે. આમલીમાં રહેલ એન્જાઈમ અલ્ફા – એમાઈલેજ તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટને સુકાઈ જવાનું ઓછું કરે છે. જેથી ડાયાબિટીસના દર્દીને ગ્લુકોઝ અને ઇન્સ્યુલીનનું લેવલ સામાન્ય થવા લાગે છે. ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં ઇન્સ્યુલીન નામના હોર્મોન્સની ખામી હોય છે. જેથી આમલીનો ઉપયોગ શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ જાળવી રાખે છે.

6.) પાચનતંત્ર માટે પણ લાભદાયક

આમલીનો ઉપયોગ કરવાથી તમને પાચનતંત્રમા પણ ફાયદો થાય છે. કારણ કે આમલીમાં ભરપૂર ફાઈબર એટલે કે રેસા હોય છે. ફાઈબરવાળો ખોરાક ખાવાથી આંતરડામાં રહેલ ખરાબી સારી રીતે સાફ થઇ જાય છે. જેથી તમારું પેટ પણ સાફ રહે છે. જે લોકોને મળ ત્યાગ કરવામાં તકલીફ થતી હોય કે દર્દ થતું હોય તે લોકોએ ફાઈબરવાળો ખોરાક ખાસ ખાવો જોઈએ. કારણ કે ફાઈબર મળને મુલાયમ બનાવે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment