ખોરાકમાં બચો ખોટાં કૉમ્બિનેશનોથી – જો આટલું ધ્યાન રાખશો તો રહેશો હમેશા નીરોગી…

54

જેમ કે દૂધ અને દહીં. ખોરાકની જુદા-જુદી તાસીર અનુસાર કૉમ્બિનેશન નક્કી થાય. જો વિરુદ્ધ ગુણધર્મો હોય તો એ બન્ને વિરુદ્ધ આહાર ગણાય. આવા પદાર્થો સાથે ખાવાથી શરીરને નુકસાન થાય છે. જાણીએ એવાં કેટલાંક કૉમ્બિનેશન જે ખોટાં છે અને એનાથી બચવું જોઈએ

વ્યક્તિ જો પોતાનો ખોરાક યોગ્ય રાખે તો તેની નીરોગી રહેવાની શક્યતા ઘણી વધી જાય, પરંતુ ખોરાકની યોગ્યતા માપવી કઈ રીતે? આ યક્ષ પ્રશ્નનો જવાબ આયુર્વેદ પાસેથી મળી શકે છે. જ્યારે બે કે એથી વધુ પદાર્થોના જુદા-જુદા ટેસ્ટ, એમની તાસીર અને એમની શક્તિ મળે ત્યારે જઠરના અગ્નિમાં વધારો થાય; આખી પાચન-સિસ્ટમ ડિસ્ટર્બ થાય અને પાચનના અંતે પોષક તkવોની સાથે-સાથે ટૉક્સિન્સ ઉત્પન્ન થાય છે. એવું નથી હોતું કે ખોરાક જ ખરાબ હોય, પરંતુ એવું બને છે કે એને જે ખોરાકની સાથે ખાવામાં આવે છે કે પછી જે સંજોગોમાં ખાવામાં આવે છે એ ખોટા હોય. જો યોગ્ય પદ્ધતિથી ખાવામાં આવે તો એ નુકસાન કરતું નથી.

ઊલટું જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, પાચન-પ્રક્રિયાને બળ આપે છે અને ઝેરી ટૉક્સિનને દૂર કરે છે. જે ખોટી રીતે એકબીજા સાથે ભળે છે એ ખોરાકને આયુર્વેદમાં વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. વિરુદ્ધ આહાર ગ્રહણ કરવાથી જાત-ભાતની ઍલર્જી‍ થઈ શકે છે. લાંબા ગાળાની પાચનશક્તિમાં તકલીફ થઈ શકે છે. સ્કિનને લગતા રોગો, ઇન્ફર્ટિલિટી, એપિલેપ્સી, સાયકોસોમેટિક ડિસઑર્ડર જેવા જાત-ભાતના રોગો થવાની શક્યતા રહે છે. વિરુદ્ધ આહારને કારણે શરીરનું મેટાબૉલિઝમ ગરબડ થાય છે અને એ ગરબડ થવાને કારણે જ રોગોને આમંત્રણ મળે છે. એવાં કયાં કૉમ્બિનેશન છે જે પાચન માટે ખરાબ છે એ જાણીએ ઇન્સ્ટાસ્કલ્પ્ટના વેઇટલૉસ એક્સપર્ટ મંજીરી પુરાણિક પાસેથી.

દૂધ અને દહીં

દૂધ અને દહીં બન્ને એવા પદાર્થો છે જે એકસાથે ન લેવા જોઈએ. આપણે ત્યાં દૂધપાક હોય ત્યારે કઢી ન બનાવવાનો રિવાજ એટલે જ છે. આજકાલ બુફેમાં પચાસ આઇટમ રાખવાના ચક્કરમાં લોકો બધું મિક્સ બનાવતા અને ખાતા થઈ ગયા છે, પરંતુ એ યોગ્ય નથી. દૂધ અને દહીં બન્નેની પ્રકૃતિ અલગ છે એટલે જે લોકો એને સાથે ખાય છે તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે.

દૂધ અને ચૉકલેટ

આ બન્નેનું કૉમ્બિનેશન ભાગ્યે જ એવું છે જે લોકો ન ખાતા હોય. દૂધ અને ચૉકલેટ બન્ને સ્વાદ એકબીજા જોડે ખૂબ મૅચ થાય છે, પરંતુ સ્વાસ્થ્યની દૃãક્ટએ આ કૉમ્બિનેશન અત્યંત હાનિકારક છે. ચૉકલેટ ફ્લેવરના દૂધ-પાઉડર, ચૉકલેટ-શેક કે આ કૉમ્બિનેશનવાળી મીઠાઈ કે આઇસક્રીમ બધું જ હાનિકારક ગણાશે. ચૉકલેટમાં ઑક્ઝેલિક ઍસિડ છે અને દૂધમાં પ્રોટીન અને કૅલ્શિયમ. જો આ બન્ને ભળે તો જે દ્રવે નહીં એટલે કે ઓગળી ન જાય એવું કૅલ્શિયમ ઑક્ઝલેટ બનાવે છે જે પાચનને અત્યંત નુકસાન પહોંચાડનારું પરિબળ છે. માટે આ કૉમ્બિનેશન અયોગ્ય છે.

દહીં અને ફ્રૂટ

આપણે ત્યાં જાત-જાતનાં રાઈતાં ખવાય છે, જેમાં ફ્રૂટનું રાઈતું ઘણું પ્રચલિત છે. એ સિવાય આજકાલ સ્મૂધીઝ ઘણી પૉપ્યુલર છે. દહીં અને ફળોને ભેળવીને બધા લોલીઝ પણ બનાવે છે અને માને છે કે એ ખૂબ હેલ્ધી છે, પણ એવું નથી. આ કૉમ્બિનેશન ખાવાથી પાચન સંબંધિત તકલીફો, કબજિયાત અને સાયનસની તકલીફ આવી શકે છે એટલું જ નહીં; આ બન્નેનું કૉમ્બિનેશન વ્યક્તિમાં ઘણાં ટૉક્સિન જન્માવે છે જેને દૂર કરવા લિવર માટે એક ટાસ્ક બની જાય છે.

દૂધ અને ડુંગળી

દૂધ અને ડુંગળી એ બન્ને વિરુદ્ધ પ્રકૃતિના ખોરાક છે. એ સાથે ખાવાને લીધે ઘણા સ્કિન-પ્રૉબ્લેમ્સ ઉદ્ભવે છે. ઘણા લોકો માને છે કે એ જૂની માન્યતા છે, પરંતુ હકીકત એ જ છે. પનીરનું શાક જેમાં ડુંગળી અને લસણ નાખેલાં હોય છે, ટમેટા-ડુંગળીની ગ્રેવીમાં જ્યારે મલાઈ ઉમેરીને એને રિચ બનાવવામાં આવે છે ત્યારે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે.

બટાટા અને ભાત

બટાટાનું શાક અને ભાત તો કોને ન ભાવે? આ કૉમ્બિનેશન ગુજરાતીઓના જીભે ચડેલું ભલે હોય, પરંતુ એ સાચું કૉમ્બિનેશન છે નહીં. આ બન્ને સાથે ખાવાથી અપચો થવાની પૂરી શક્યતા છે. એનું પાચન ખૂબ જ અઘરું છે અને એ ખાવાથી છાતીમાં બળતરા, કબજિયાત, બ્લોટિંગ, ગૅસ વગેરેનો પ્રૉબ્લેમ રહી શકે છે.

બટાટા અને ફ્રૂટ

જ્યારે ઉપવાસ કરે ત્યારે લોકો ઘણી વાર સૂકી ભાજી અને ફળો સાથે ખાતા હોય છે, પરંતુ આ એક ખરાબ કૉમ્બિનેશન છે. ફળો અને સ્ટાર્ચયુક્ત ખોરાકને ભેગાં કરીને ક્યારેય ખાવાં જોઈએ નહી. એ રીતે તો ફ્રૂટપુલાવ પણ ન ખાવો જોઈએ. સ્ટાર્ચયુક્ત ખોરાકને પચતાં ખૂબ વાર લાગે અને ફ્રક્ટોઝ એકદમ ઝડપથી પચી જાય છે એટલે એ બન્ને વિરોધી થયા ગણાય.

ગરમ સાથે ઠંડી વસ્તુઓ

એકદમ ઠંડી રબડી અને ગરમાગરમ જલેબી ખાવાની બધાને ખૂબ મજા પડે છે. આજકાલ ઇનોવેશનના નામ પર ઘણાં ડિઝર્ટ એવાં બનાવવામાં આવે છે જેમાં ગરમ અને ઠંડા પદાર્થો મિક્સ હોય, પરંતુ હકીકતમાં તો આ કૉમ્બિનેશન ઘણું જ અયોગ્ય છે. ઠંડી ખીર સાથે ગરમ પૂરી હોય કે પછી ચિલ્ડ બાસુંદી સાથે ગરમ વડાં. આ પ્રકારના અલગ-અલગ તાપમાનના પદાર્થો એક જ સમયે ખાવાથી પાચનક્રિયા ડિસ્ટર્બ થાય છે. હકીકતમાં તો એકદમ ગરમ અને એકદમ ઠંડો ખોરાક પણ ન ખાવો. સહેજ ગરમ એવો ખોરાક વધુ અનુકૂળ હોય છે.

દૂધ અને લીંબુ

વિટામિન C જ એક એવું તત્વ છે જે દૂધમાં નથી. બાકી દૂધ સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન C ભરપૂર માત્રામાં છે. આ બન્નેને કોઈ ભેગાં ન કરે એમાં જ શાણપણ છે. જોકે દૂધને ફાડવા માટે લીંબુ વપરાય છે. દૂધનું પનીર બનાવવા કે છેના બનાવવા માટે લીંબુ વપરાય છે. આ સિવાય પનીરના શાકમાં પણ વધુ ખટાશ લાવવા લીંબુ નાખવામાં આવે છે. હકીકત એ છે કે દૂધ અને લીંબુ બન્ને એકસાથે વાપરવાં નહીં. જો એવું થાય તો વ્યક્તિને સ્કિન-ડિસીઝ થવાની શક્યતા રહે છે.

સૌજન્ય : મીડ ડે ગુજરાતી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment