ખુદને અકબરના વંશજ ગણાવે છે આ પરિવાર, આજે પણ જીવે છે શાહી જીવન…

39

ભારતનો ઈતિહાસ બહુ જ સમૃદ્ધ રહ્યો છે અને આ દેશ પર અનેક શાસકો અને સામ્રાજ્યોનું રાજ રહ્યું છે. જો ભારત પર કોઈ અન્ય શાસકે સૌથી વધુ રાજ કર્યું હોય તો તે મુસ્લિમ શાક બાબરનો પરિવાર હતો. ભલે બાબરનો આખો પરિવાર વિદેશી હોય, પણ તેના શાસકોએ મરતા દમ સુધી હિન્દુસ્તાનની જમીન છોડી નહિ, અને આજે તેમના વંશજ પણ ભારતની સરજમી પર જ છે. તેઓ આજે પણ પોતાના પૂર્વજોની જેમ શાહી જિંદગી જીવી રહ્યા છે, અને બીજે ક્યાંય નહિ પણ ભારતમાં. આ તસવીરમાં તમે જેમને જોઈ રહ્યા છો, તે શખ્સ અકબરની 12મી પીઢી એટલે કે 1857ની ક્રાંતિ અનુસાર, બહાદુર શાહ જફરની ત્રીજી પીઢીના પ્રપૌત્ર પ્રિન્સ યાકુબ જિયૌદ્વીનતુસી છે. તેઓ મુઘલ વંશની આગામી પીઢીના રાજા છે.

બહાદુર શાહ જફરના વંશજે ભાગીને જીવ બચાવ્યો
પ્રિન્સ યાકુબે એકવાર મીડિયા સામે કહ્યું હતું કે, 1857માં અંગ્રેજોથી જીવ બચાવીને ભાગેલા દિલ્હીના શાસક બહાદુરશાહ જફરના વંશજ 105 વર્ષોથી ભૂર્ગભમાં રહ્યા છે. પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ કહ્યું કે, અંગ્રેજ તો જફરના વંશજોને ખત્મ કરવા માંગતા હતા. તેથી તેમણે જફરના 48 બાળકોની હત્યા કરી દીધી હતી. પરંતુ જફરની 49મી સંતાન મિર્ઝા ક્યુએશએ દિલ્હીથી કાઠમંડુ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અકબરના વંશજ ઔશ્ર મુઘલ શાસનના રાજા પ્રિન્સ યાકુબ પોતાના આલિશાન મહેલમાં રહે છે અને ભારતમા તેમના અનેક ફાર્મ હાઉસ છે, કેટલીય જમીન તેમના નામે છે. તેઓ હંમેશા તાજમહેલ જઈને પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. તેઓ જ્યાં પણ જાય છે, તેમની સિક્યુરિટી તેમની સાથે જ હોય છે.

ભલે લોકો પ્રિન્સ યાકુબના આ દાવાને સાચો માનતા ન હો, પરંતુ તેઓ ખુદ કોઈ બાદશાહની જેમ જ જીવન વિતાવે છે. તેઓ હંમેશા શાહી શેરવાનીમાં હશે, અને માથા પર કલગી ટોપી હશે. બહુ જ શાહી અંદાજમાં હોય છે.

ઉઝબેકિસ્તાનની ટીમે અપાવી હતી ઓળખપ્રાપ્ત માહિતી અનુસાર તુસી અને તેમના વંશજ વર્ષ 1962થી પોતાની માન્યતા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ઉઝબેકિસ્તાનની ટીમે તેમને 1987માં બાબરના વંશજ તરીકેની ઓળખ આપી હતી. અકબરની માતા ઉજબેકિસ્તાનના હતા.

તાજમહલ પર બતાવ્યો હતો માલિકી હક

માત્ર એટલું જ નહિ, તુસીએ આ પહેલા તાજમહેલને પણ પોતાની સંપત્તિ બતાવી હતી, પરંતુ બાબરના વંશજ હોવાનો દાવો કરતા ડીએનએ રિપોર્ટની કોપી અદાલતમાં સોંપવામાં આવી હતી. જેમને મુઘલોના અસલી વારસદાર જાહેર કરાયા હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment