કોઈ મુર્ખ સાથે ચર્ચા કરવી એ બુદ્ધિમાની નથી કેમ કે તેનાથી નુકસાન આપણું જ થાઈ છે. જાણો આ વાર્તા પરથી…

6

એક જૂની લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘ ને કહયું કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહયું કે ઘાસ વાદળી નહિ લીલી હોય છે.ગધેડાએ પાછુ કહયું કે તું ખોટો છે ઘાસ વાદળી હોય છે વાઘ પણ પોતાની વાત ઉપર અડગ રહયો.બનેની બહેસ વધવા લાગી,આ પછી બનેએ નકકી કર્યું કે બને જંગલના રાજા સિંહની પાસે જશેને એને પૂછશે કે ઘાસનો રંગ કેવો હોય છે.

વાઘ અને ગધેડો બને સિંહની પાસે પોહોચી ગયા.ગધેડાએ સિંહની સામે જોરથી કહયું કે મહારાજ ઘાંસ નો રંગ વાદળી હોય છે કે નહિ.આ વાઘ માની નથી રહયો.હવે તમેજ ન્યાય કરો અને આ વાઘ ને સજા કરો.

સિંહએ કહયું કે ગધેડો સાચ્ચું કહી રહયો છે.એટલા માટે વાઘને એક વર્ષની સજા કરવામાં આવે છે.આ વાત સાંભળીને વાઘ અને બીજા પ્રાણીઓ હેરાન રહી ગયા.

વાઘ તરતજ સિંહની પાસે ગયો અને બોલીઓ કે મહારાજ ઘાંસતો લીલી હોય છે.આ વાત ઉપર મને કેમ એક વર્ષની સજા કરવામાં આવે છે.સિંહે કહયું કે ઘાંસ તો લીલીજ હોઈ છે.એ હું પણ જાણું છુ.પરંતુ તને સજા એટલા માટે કરવામાં આવે છે કે તારા જેવું બહાદુર, સાહસી અને સમજદાર પ્રાણી ગધેડા જેવા મુર્ખ સાથે બહેસ કરી રહયો છે.આ ખોટું છે. આ વાત પર તને સજા કરવામાં આવે છે.આગળથી ઘ્યાન રાખો કે કોઈ દિવસ કોઈ મુર્ખ સાથે બહેસ ના કરો.

પ્રસંગોપાત

આ ઘટનાથી એ સીખ મળે છે કે જે બુદ્ધિમાન વય્ક્તિ કોઈ મુર્ખ સાથે બહેસ કરે છે તો તેને નુકાસની ઉઠાવી પડે છે.જો અપણે પરેસાનીઓ થી બચ્ચવા માંગી છી તો મુર્ખ વ્યકતી થી દુર રહેવું જોઈ એ તેની સાથ બહેસ કરવાની ભૂલ ન કરવી જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment