કોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું પણ મહત્વ હોય છે

38

દરરોજ નિયમિત રીતે ભગવાનની, દેવી દેવતાઓની પૂજા કરવાથી મોટી સમસ્યાઓ પણ દુર થાય છે. પૂજા પાઠમાં કેટલાય પ્રકારના પાત્રો વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લોટો, પૂજાની થાળી, કટોરી, દીવો, આચમની,જલપાત્ર વગેરે જેવા વાસણો. આ બધા વાસણો ક્યાં ધાતુના હોવા જોઈએ એ બાબતમાં શાસ્ત્રોમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. અમુક ધાતુઓ એવી છે કે જેનો ઉપયોગ પૂજામાં વર્જિત માનવામાં આવ્યો છે. એટલે કે તે ધાતુના પાત્રોનો પૂજામાં ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેથી જો આવા વર્જિત ગણવામાં આવેલા ધાતુના પાત્રનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે તો ધર્મ કાર્યનું સારું ફળ મળતું નથી. તો ચાલો આજે અમે તમને પૂજા કરવા માટે કઈ કઈ ધાતુઓ શુભ છે અને કઈ કઈ ધાતુઓ અશુભ છે તે જણાવીએ.

૧.) આ ધાતુઓને શુભ માનવામાં આવે છે :

શાસ્ત્રોના જણાવ્યા મુજબ જુદા જુદા પ્રકારની ધાતુ અલગ અલગ ફળ આપે છે. સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ જેવી ધાતુનો પૂજા પાઠમાં ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એમ કહેવાય છે કે આ બધી ધાતુઓમાંથી કોઇપણ ધાતુનો પૂજા પાઠમાં ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દીથી પ્રસન્ન થાય છે.

પૂજા પાઠમાં સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ જેવી ધાતુનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ધાતુઓને ક્યારેક રગળવી પડે છે. જો આમાંની કોઇપણ ધાતુની મૂર્તિ બનાવવામાં આવી હોય તો પૂજા પાઠમાં આ મૂર્તિને સ્નાન વગેરે વિધિમાં દૂધ, પાણી, પંચામૃત કે અન્ય સામગ્રીથી તેને સ્નાન કરાવતી વખતે હાથથી મૂર્તિને રગડવામાં આવે છે. આપણા શરીરની ત્વચા માટે આ બધી ધાતુ ફાયદાકારક છે નુકશાનકારક નથી.

આયુર્વૈદિકના કથન મુજ્બ આ ધાતુઓના એકધારા સંપર્કમાં રહેવાથી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.

૨.) આ ધાતુઓને અશુભ માનવામાં આવે છે :

શાસ્ત્રોપૂરાણ પંડિતોની એવી માન્યતાઓ છે કે પૂજા પાઠમાં લોઢું, સ્ટીલ, અને એલ્યુમીનીયમ ધાતુમાંથી બનાવેલા પાત્રો વાસણોને વર્જિત ગણવામાં આવે છે.

ધાર્મિક ક્રિયાઓમાં કે પૂજા પાઠમાં લોઢું, સ્ટીલ, અને એલ્યુમીનીયમ ધાતુને અપવિત્ર ધાતુ માનવામાં આવે છે. જેથી આ ધાતુમાંથી મૂર્તિઓ પણ બનાવવામાં આવતી નથી.

લોખંડને હવા અને પાણીથી અમુક સમયે કાટ લાગે છે. એલ્યુમીનીયમ માંથી પણ ધબ્બા જેવી મેશ નીકળે છે. પૂજન વિધિમાં ઘણીવાર મૂર્તિઓને હાથમાં લઇ સ્નાન કરાવવામાં આવે છે. ત્યારે આ મૂર્તિને હાથથી રગડવામાં પણ આવે છે. એટલા માટે લોઢામાંથી નીકળતો કાટ અને એલ્યુમીનીયમ માંથી નીકળતી ધબ્બા જેવી મેશ તમારા શરીર પર ખરાબ અસર કરે છે. એટલા માટે પૂજા પાઠમાં લોઢું, સ્ટીલ, અને એલ્યુમીનીયમ ધાતુને અપવિત્ર ધાતુ માનવામાં આવે છે. અને આ ધાતુમાંથી બનાવેલા પાત્રો વાસણોને વર્જિત માનવામાં આવ્યા છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment