કોઇપણ વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે લોકો કે મુસાફરો શા માટે વાહનમાંથી નીચે ઉતરી જાય છે ?

221

ઓટોએક્સપર્ટ ટુટુ ધવન જણાવે છે કે કોઇપણ વાહનમાં સીએનજીગેસ ભરાવતી વખતે વાહનમાંથી ઉતરી જવાના બે કારણો અને ફાયદા હાજર છે. ભારત દેશના હાલના પેટ્રોલિયમઅને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 58 માં વાર્ષિક સિયાન સંમેલનમાં જાહેરાત કરતા કહ્યું કે વર્ષ 2030 સુધીમાં ભારતમાં 10,000 CNGના સ્ટેશન ખોલવામાં આવશે. એપ્રિલ2018 સુધીમાં ભારતમાં કુલ 1,424 સીએનજી સ્ટેશનની ગણતરી કરવામાં આવી હતી. આમાંથી લગભગ 82% સીએનજી ગેસ ભરવાના સ્ટેશનો હાલમાં ગુજરાત,નવી દિલ્હી અને મહારાષ્ટ્રમાં હાજર છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મોટર કે બસમાં સીએનજીગેસ ભરાવતી વખતે વાહનમાંથી લોકોને નીચે ઉતરી જવાનું શા માટે કહેવામાં આવે છે ? લોકોને દરેક સીએનજી પંપ પર આ બાબતે નવી નવી વાતો સાંભળવા મળે છે. પણ ખરેખર સાચી વાત શું છે તે વિશે મોટા ભાગના લોકો જાણતા નથી.

તો ચાલો આજે અમે તમને ઓટોએક્સપર્ટની મદદથી આ વાત સમજાવવાની કોશિશ કરીએ છીએ કે કોઇ પણ વાહનમાં સીએનજી ગેસ ભરાવતી વખતે લોકોને શા માટે વાહનમાંથી ઉતરી જવાનું કહેવામાં આવે છે.

ઓટોનિષ્ણાંત ટુટુ ધવનના કહેવા મુજબ પહેલું કારણ એ છે કે ભારતમાં મોટા ભાગની ગાડીઓમાં જે તે ગાડી બનાવતી ફેક્ટરી દ્વારા ફીટીંગ સીએનજી વેરીએન્ટમાં હોતું નથી. જેથી ઘણી ગાડીઓમાં બોનેટની અંદર ગેસ ભરવાની નોઝલ આવેલી હોય છે. જેના કારણે બોનેટને અવાર નવાર ખોલ બંધ કરવામાં આવે છે. આ સમયે વાહનમાં બેઠેલા મુસાફરોને ખબર હોતી નથી કે આ ગેસ ભરવાની નોઝલ ક્યાં આવેલી છે, એટલે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તેને નીચે ઉતારવામાં આવે છે.

ટુટુ ધવનના કહેવા મુજબ બીજું કારણ એ પણ છે કે સીએનજી ગેસ ભરાવતી વખતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને તેને નીચે ઉતારવામાં આવે છે. કારણ કે જો સીએનજી ગેસ ભરાવતી વખતે ગેસ સીલીન્ડરના કારણે કે અન્ય કોઈ કારણોસર કોઇપણ પ્રકારની દુર્ધટના થાય કે અચાનક CNG ના ગેસનો બાટલો ફાટે તો વાહનની બહાર ઉભેલા લોકોની પાસે પોતાની સુરક્ષા માટે જીવ બચાવવાનો વિકલ્પ રહે છે.

શું પેટ્રોલ પંપ પર ડીઝલ કે પેટ્રોલ ભરાવતી વખતે પણ લોકોએ વાહનની બહાર ઉતરી જવું જોઈએ ? આના વિશે ઓટોએક્સપર્ટ ટુટુ ધવન જણાવે છે કે કોઇપણ વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે લોકોએ વાહનમાંથી ઉતરી જવાની જરૂર નથી. પણ હા, પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે ડ્રાઈવરે કે મુસાફરી કરતા કોઇપણ અન્ય એક વ્યક્તિએ નીચે ઉતરીને વાહનમાં ઈંધણ – પેટ્રોલ કે ડીઝલ ભરાતું હોય ત્યારે તે ઈંધણના મશીનના ડિસ્પ્લે પર અને પેટ્રોલ કે ડીઝલ બોય કે ગર્લની ઈંધણ ભરવાની પ્રક્રિયા પર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓટોએક્સપર્ટ ટુટુ ધવનનું કહેવું છે કે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે વાહનમાંથી ઉતરવાના પણ બે કારણો છે.

પહેલું કારણ એ છે કે ફયુલ પંપના ડિસ્પ્લે પર મિટરના ડીજીટ અંકને ચોક્ક્સાઈથી તપાસી લેવું કે ડિસ્પ્લે પર મીટર 0 અંક બતાવે છે ને ! તેમાં કોઈ ગડબડ તો નથી ને ?

બીજું કારણ એ પણ છે કે પેટ્રોલ પંપ પરનો કર્મચારી ઈંધણ ભરતી વખતે કોઈ ચાલાકી તો નથી કરતો ને ? કે જેથી ખરેખર જેટલું ફયુલ વાહનમાં ભરાયું હોય તેના કરતા પેટ્રોલ પંપ પરનો કર્મચારી ફયુલ ભરતી વખતે કોઈ ચાલાકી કરીને મીટરના ડીજીટ અંકને વધારી ન દયે. આ સિવાય લોકોની સુરક્ષાનું કારણ તો ખરૂ જ. વાહનની બહાર ઉભેલી વ્યક્તિને અચાનક કોઈ દુર્ઘટના જેવું લાગે તો તે વાહનમાં બેઠેલા લોકોને ચેતવણી આપી શકે. જેથી વાહનમાં બેઠેલા વ્યક્તિઓ તાત્કાલિક વાહનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવી શકે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment