કોણ છે આ મહિલા અને શા માટે તેને મળી છે ૩૮ વર્ષની જેલ તેમજ ૧૪૮ ચાબુક મારવાની સજા..!!

15

ઈરાનમાં માનવાધિકારની પ્રખ્યાત વકીલ નસરીન સોટોદહને ૩૮ વર્ષની કેદ અને ૧૪૮ ચાબુક મારવાની સજા મળી છે. તેની જાણકારી પોતે નસરીનના પિતા રેઝા ખાનદાને ફેસબુક પોસ્ટ દ્વારા આપી છે. નસરીનને આ સજા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ઈરાનના સુપ્રીમ લીડરનું અપમાન કરવાના કારણે આપવામાં આવી છે. મીડિયા રીપોર્ટ મુજબ તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર લોકોએ ઉકસાવ્યા અને સુપ્રીમ લીડરનું અપમાન કર્યું જેના કારણે આ સજા તેમને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નસરીન ઈરાનમાં મહિલાઓનું મોઢું ઢાકવા બાબતે જાહેરમાં પ્રદર્શન કરી ચુકી છે. તેના કારણે તે ત્યાના કટ્ટરપંથી લોકોની નજરમાં આવી ચુકી છે. રેઝાના ફેસબુક પોસ્ટ મુજબ ૨૦૧૬ માં પણ પાંચ વર્ષની સજા આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે નસરીને પોતાનું જીવન મહિલાઓના હક અને તેમના અધિકારો માટે વિતાવ્યું છે. તેના સિવાય નસરીન દેશ અને દુનિયામાં સજા એ મોતના વિરોધમાં થનારા પ્રદર્શનમાં પણ નેતૃત્વ કરી ચુકી છે. તેમને મળેલી સજાને એમનેસ્ટી ઇન્ટરનેશનલ મિડિલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા રીસર્ચ એન્ડ એડવોકેસીના ડાયરેક્ટર ફિલિપ લુથરે ખુબ જ ખરાબ જણાવ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે તેમને આ પ્રકારની સજા આપવી ખુબ જ અપમાનજનક છે.

એમનેસ્ટી ઇન્ટરનેશનલે નસરીનને આપેલી સજાની ટીકા કરે છે. સંસ્થાનું કહેવું છે કે વીતેલા એક દશકામાં લગભગ સાત હજાર લોકોને ઈરાન સરકારે પકડ્યા છે. આ બધાનો ગુનો માનવાધિકારના વિરોધમાં અવાજ બુલંદ કરવાનો હતો. નોંધપાત્ર છે કે નસરીનને ગયા વર્ષે જુનમાં પણ તેહરાન નજીક આવેલા તેમના ઘરમાં જ કેદ કરવામાં આવ્યા હતા. તેના પછી તેમને તેહરાનની બહાર બની જેલમાં મોકલવામાં આવ્યા હતા.

નસરીનને યુરોપિયન પાર્લિયામેન્ટની તરફથી વિચારોની સ્વતંત્રતા માટે સખરોવ પુરુસ્કાર આપવામાં આવી ચુક્યો છે. આ પુરુસ્કાર તે સમયે આપવામાં આવ્યો હતો જયારે તે જેલમાં હતી. ૨૦૧૦ માં તેમને ૧૧ વર્ષની સજા આપવામાં આવી હતી. આ સજા તેમને ગ્રીન મુવમેન્ટના પ્રદર્શન કરવા અને ચુંટણીની વિરોધમાં ઉઠાવેલા અવાજના કારણે ૨૦૧૩ માં તેમને રજા આપી દેવામાં આવી હતી.

નસરીનને મળેલી સજા માનવાધિકારો સાથે જોડાયેલા બીજા લોકોમાં કોધાવેશ છે. સીએનએનએ માનવાધિકાર કાર્યકર્તા મસીહ અલીનેજાદ પક્ષથી લખ્યું છે કે ઈરાનની સરકાર હિજાબના વિરોધ ઉઠનારા અવાજને ડરાવી ધમકાવીને ચુપ કરાવાના પ્રયત્નોમાં લાગેલી છે. પરંતુ એવું થવાનું નથી. તમને જણાવી દઈએ કે નસરીનના પતિ પણ માનવાધિકારના વકીલ છે. તેમને પણ આ વર્ષે સુરક્ષા સબંધિત આરોપમાં ગુનેગાર ગણવામાં આવ્યા છે. આ આરોપમાં તેમને છ વર્ષની જેલની સજા મળી હતી. તેના વિરોધ તેમણે ઉપરી અદાલતમાં અપીલ કરી હતી જેના પછી તેમની સજા સ્થગિત કરવામાં આવી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment