આ મંદિરમાં દર્શન કરવા જનાર પુરુષને બનવું પડે છે મહિલા !

65
kotankurangla-temple-keral

ભારત દેશમાં દરેક સંપ્રદાયના લોકો રહે છે. એટલા માટે જ દેશભરના દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં અલગ અલગ ધર્મના ધાર્મિક સ્થળ અને તીર્થ અસ્તિત્વ ધરાવે છે. લોકો પોતાની આસ્થા અનુસાર મંદિરે દર્શનાર્થે જતાં હોય છે. પરંતુ શું તમે એવા મંદિર વિશે જાણો છો જે તેની એક ખાસ પરંપરાના કારણે ખૂબ પ્રખ્યાત છે? સામાન્ય રીતે નીજ મંદિરમાં પ્રવેશ કરવાની મહિલાઓને મનાઈ કરવામાં આવે છે પરંતુ કેરળના કોલ્લમમાં એક એવું મંદિર છે જ્યાં પુરુષોને મહિલાઓની જેમ જ તૈયાર થઈને દર્શનાર્થે જવું પડે છે.કેરળના કોલ્લમ જિલ્લાના શ્રી કોત્તાનકુલાંગરા મંદિરમાં પુરુષોને જો દર્શન માટે જવું હોય તો મહિલાઓની જેમ સાડી પહેરવી પડે છે અને સાથે જ શ્રૃંગાર પણ કરવો પડે છે. અન્યથા મંદિરમાં પુરુષો દર્શન કરવા જવા દેવામાં નથી આવતાં.મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કૂ તહેવાર ઉજવાય છે. જેમાં હજારોની સંખ્યામાં પુરુષો આવે છે. મંદિરમાં દર્શન કરવા માટે આવતાં પુરુષોને અલગ રૂમ આપવામાં આવે છે જ્યાં તેઓ તૈયાર થઈ શકે અને આ તહેવારની ઉજવણીમાં ભાગીદાર બની શકે.આ મંદિરમાં નાની ઉંમરનો બાળક હોય કે વૃદ્ધ તમામને સાડી પહેરી તૈયાર થવું જ પડે છે.

આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીં સ્ત્રીઓ, પુરુષો ઉપરાંત ટ્રાંસજેન્ડર્સ પણ પૂજા કરી શકે છે. મંદિરમાં તેમને પ્રવેશ કરવાની મનાઈ નથી.આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ સ્વયંભૂ છે અને આ રાજ્યનું એકમાત્ર એવું મંદિર છે જેના ગર્ભગૃહની ઉપરના શિખર પર કળશ સ્થાપિત નથી. આ મંદિર તેની ખાસ પ્રથાના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment