કોથમીરની તીખી ચટણી આજે જ બનાવજો દરેક ફરસાણ જોડે ટેસ્ટી લાગે છે.

677

કોથમીરની તીખી ચટણી

આ ચટણી એક સર્વ સામાન્ય છે, જે લગભગ દરેકના ઘરે બનતી હોય છે. આ ચટણી તમે સેન્ડવીચ, કટલેટ, ભેળ, ફરસાણ, ચાટ કે દાળ ભાત સાથે પણ ખાય શકાય છે.

મારા ઘરે તો દર ૭-૮ દિવસે આ ચટણી તો બને જ. હા, દરેકની બનવાની રીત અલગ હોય. આપ જ કહો કાળી પડેલી કે બેસ્વાદ ચટણી કોને ભાવે? સાચું ને ?

તીખાશ એ આ ચટણી નો મૂળ સ્વાદ છે. પણ, સાથે મીઠું અને ખટાશ પણ સરભર હોય તો એનો રંગ ઓર જામે. આ ચટણીને ફ્રીઝમાં ૮-૯ દિવસ સુધી એકદમ તાજી રાખી શકાય છે.જો તમે એને ફ્રીઝમાં નાના ડબ્બામાં ભરીને સાચવો અને જરૂર પ્રમાણે જ બહાર કાઢો તો આ ચટણી મહિનાઓ સુધી સાચવી શકાય છે.

આજે હું અહી આપને મારી રીત બતાવીશ. આશા છે કે તમને પસંદ પડશે . રીતની આખરમાં અમુક મુદ્દા અચૂક વાંચજો જે ચટણીને સ્વાદિષ્ટ અને લાંબો સમય તાજી બનાવી રાખવામાં મદદ કરશે.

સામગ્રી

૨ પણી તાજી કોથમીર, ૮-૧૦ તીખા લીલા મરચા (વધારે ઓછા સ્વાદ અને મરચાની તીખાશ પ્રમાણે), મુઠીભર શીંગ દાણા, ૧/૨ ચમચી સંચળ, ૨.૫ ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, ૧/૪ ચમચી ખાંડ,

સામગ્રી

૧) સૌ પ્રથમ કોથમીરને સાફ કરી ધોઈ લો.

૨) થોડી કોરી પડે એટલે મોટી મોટી સુધારી લો.

૩) મિક્ષેરમાં પેહલા શીંગ અને લીલા મરચાને અધકચરા વાટી લો.

૪) હવે એમાં કોથમીર નાખો.

૫) પછી એમાં મીઠું , સંચળ, ખાંડ અને લીંબુ ઉમેરો.

૬) થોડું થોડું પાણી ઉમેરી એકદમ જીણી વાટી લો. પાણી એકસાથે અને વધારે ઉમેરવું નહિ.

૭) કાચની બોટલ કે એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખો.

નોંધ :
ચટણી માટેની કોથમીર હમેશા તાજી અને લીલી પસંદ કરવી. કરમાય ગયેલી કે પીળી પડેલી કોથમીર કદી પણ બ્રાઈટ અને લીલો કલર લાંબા સમય માટે નહિ આપે.

એકદમ ઠંડુ(બરફ કે ફ્રીઝ નું ) પાણી ચટણી વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે.

પૂરતા પ્રમાણ માં મીઠું અને લીંબુ નું પ્રમાણ પણ ચટણી ને લીલીછમ રાખશે.

ચટણી ને વપરાશના સમયે જ ફ્રીઝ માંથી કાઢો અને ફરી તુરંત ફ્રીઝ માં મૂકી દો. તાપમાનમાં ફેરફાર પણ ચટણીને કાળી અને બેસ્વાદ બનાવી દે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment