કુંભમાં હજી શ્રદ્ધાળુઓ 3 તહેવારો સુધી શાહી સ્નાનની ડૂબકી લગાવી શકશે…

12

પ્રયાગરાજ કુંભમાં મૌની અમાસના પવન પર્વ પર આસ્થાનો સૈલાબ ઉમટી પડ્યો હતો. કોઈ નીમ્ત્ર્ણ વગર લાખોની સંખ્યામાં જોડતો આસ્થાનો જનસમૂહ  કડકડતી ઠંડીમાં મોડી રાતથી જ પુણ્યની ડૂબકી લગાવી રહ્યો છે. તેમજ આ કુંભનું મુખ્ય આકર્ષણ શાહી સ્નાન પણ ચાલુ છે. વિશેષ ક્ષણમાં અખાડાઓ સાથે જોડાયેલા સાધુ સંતોની આ ડૂબકી જ શાહી સ્નાન કહેવાય છે. આ કુંભ મેળામાં સાધુ સંતોનું બીજું શાહી સ્નાન છે. આની પહેલા ૧૫ જાન્યુઆરી ઉતરાયણના દિવસે પહેલું શાહી સ્નાન થયું હતું. જ્યારે આખરી અને છેલ્લું શાહી સ્નાન ૧૦ ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે થશે. પરંતુ આ શાહી સ્નાન સિવાય પણ હજી બીજા તહેવાર બાકી છે, જેમાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર નગરીના સંગમમાં ડૂબકી લગાવી શકશે.

વસંત પંચમી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૯ ત્રીજું શાહી સ્નાન

પ્રયાગરાજ કુંભનું ત્રીજું અને છેલ્લું શાહી સ્નાન ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ને વસંત પંચમીના દિવસે હશે. આ પવન તિથિ આવવા સુધીમાં વાતાવરણ સરસ થઇ ચુક્યું હોય છે. જો કે પ્રયાગરાજમાં માં ગંગા યમુનાની સાથે માતા સરસ્વતીનો પણ સંગમ થાય છે, એવામાં આ દિવસે શસ્ત્ર અને શાસ્ત્રમાં નિપુણ સાધુ સંતોની સાથે સરસ્વતીના સાધક મોટી સંખ્યામાં આ વિશેષ સ્નાનમાં શામેલ થવા માટે પહોંચે છે.

માધી પુનમ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ પર્વ સ્નાન

પ્રયાગરાજ કુંભમાં આ મહિનાની પૂનમના દિવસે સ્નાનનું ખુબજ મહત્વ છે. આ મહિનાની પૂનમના દિવસે સંગમની રેતી પર ચાલનારો કલ્પવાસ પૂર્ણ થશે. જેને પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ પોતાના એક મહિનાની આ સાધનાનું પુણ્યફળ મેળવવા માટે સંગમમાં વિશેષ ડૂબકી લગાવે છે. મૌની અમાસની જેમ જ માધી પૂનમના દિવસે સ્નાન કરવાનું બહુ જ મોટું પુણ્ય પ્રદાન કરનારી છે.

મહાશિવરાત્રિ ૪ માર્ચ, ૨૦૧૯ પર્વ સ્નાન

 

સંગમની જગ્યા પર આસ્થાનો આ મહામેળો ઉતરાયણથી શરુ થઈને મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે. આ પ્રકારની પવિત્ર ક્ષણમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓ માટે મહાશિવરાત્રીનો પર્વ છેલ્લી તક હશે. ભગવાન શિવના પવિત્ર વ્રતના દિવસે દૂરસ્થ કંદરાઓ, પહાડો અને દુર્ગમ સ્થળોમાંથી આવતા સાધુ સંત અને માધ મેળામાં કલ્પવાસ કરનારા કલ્પવાસી પોતાના સ્થળોએ પાછા ફરી જશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment