“પિતા મારા બૅસ્ટ ફ્રેન્ડ” – બાપ અને દીકરાની મનોવ્યથાની વાત..

33

“કુંજ બેટા ચાલ ઉઠી જા લે આ ચા-નાસ્તો તૈયાર છે”
અશોકભાઈ એ મોટે થી રસોડા માંથી બૂમ પાડી
કુંજ ઉંઘ માં જ બબડ્યો ” પપ્પા શું તમે પણ આજે તો રવિવાર છે આજે ક્યાં આપણે ઓફિસ જવાનું છે”

“હા એ બધી મને ખબર છે બેટા, પણ કૅલેન્ડર ઉપર નજર તો નાંખ આજે તારી મમ્મી નો જન્મદિવસ છે…
“હા પપ્પા એ તો હું ભૂલી જ ગયેલો” આટલું બોલતાંવેંત જ કુંજ સફાળો બૅડ પરથી ઉઠી જલ્દી જલ્દી બ્રશ કરી ને એક દમ નવાં નક્કોર કપડાં પહેરી તૈયાર થઈ ગયો…

અશોકભાઈ એ કહ્યું “ચાલ કુંજ દિકરા હું ગઈ કાલ નો કૅક લઈ આવ્યો હતો જા ફ્રીઝ માંથી કાઢી લે”
કુંજ ફ્રીઝ માંથી કૅક કાઢી ને “પપ્પા ચાલો ખૂબ જ મોડું થઈ ગયું છે… ચાલો જલ્દી…”

આટલું બોલી બંન્ને બાપ-બેટા મમ્મી નાં રૂમ માં જાય છે
રૂમમાં જઈ પહેલાં દિવાલ ઉપર થી મમ્મી ની તસ્વીર ઉતારે છે…
અને બંન્ને મમ્મી ના ફોટા સાથે રાખી કૅક કાપી ને મમ્મી નાં ફોટા પાસે મૂકે છે..

કુંજ અને અશોકભાઈ બંન્ને ની નજર એક થાય છે.. બંન્ને ની આંખો આસું થી ભરાઈ જાય છે..અશોકભાઈ પોતાના આંસું છૂપાવી ને કુંજ ને કહે છે “કુંજ તું રડશે તો મારું શું થશે? કોણ છે મારું તારા સિવાય, બસ તારી મમ્મી જ હતી તે પણ ૧૦ વર્ષ પહેલાં આપણ ને એકલાં મૂકી ને જતી રહી…ભગવાન પણ લોકો ની કેવી કેવી પરીક્ષા લે છે, જેની જરૂર તને અને મને છે એટલી જ ભગવાન ને પણ એની જરૂર હશે એટલી બોલાવી લીધી હશે”

“પપ્પા મમ્મી ના અવસાન બાદ તમારે ફરીથી લગ્ન કરી લેવાં જોઈયે ને??” કુંજ એ આશ્ચર્ય સાથે પૂછ્યું.
“દિકરા તારી મમ્મી ને હું એટલો પ્રેમ કરતો કે એના વગરનું જીવન મેં કોઈ દિવસ વિચાર્યું જ નથી”

અને “હા વિચારીશ પણ નહીં કારણ કે અમારા પ્રેમ ની નિશાની રૂપી તું હંમેશા મારી સાથે છે”
“પણ પપ્પા મને મોટો કરવાથી લઈને ઘરનાં કામ અને રસોઈ પણ તમે જ બનાવો છો અને તમારી નોકરી, બૉસ નું પ્રેશર, કેમ કેમ સહન કરતા હશો?” કુંજ આશ્ચર્ય સાથે પૂછી લીધું.

“દિકરા તારી ખુશી માટે હું કંઈપણ કરી શકું છું, તારી મમ્મી મરણ પથારી એ હતી ત્યારે જ મેં એનેં વચન આપેલું કે કંઈ પણ થાય તને મારી આખી જીંદગી જીવની જેમ સાચવીશ.” અશોકભાઈ ખુબ જ પ્રેમ થી કહ્યું.
કુંજ પણ નમ્રતા થી પિતા ના શબ્દો સાંભળી બોલ્યો.
“પપ્પા ખરેખર હું ખૂબ જ ખુશ નસીબ છું મને તમારા જેવા પિતા મળ્યા છે”

“દિકરા એ તો નસીબ નસીબ ના ખેલ છે” અશોક ભાઈ બોલ્યા.
સાચ્ચે પપ્પા મને કંઈ પણ થાય એની ચિંતા મારા કરતાં પહેલાં થઈ જાય… હું ખરા દિલ થી તમારો આભારી છું..
મને ખબર તો નથી કે ભગવાન નું અસ્તિત્વ છે કે નહીં પણ, હા તમે જ મારા ભગવાન છો..

“બેટા, તું પણ ખૂબ જ મોટો થઈ ગયો છે, અને મારા દ્વારા અપાયેલાં સારા સંસ્કાર તારી વાતો પર થી નજરે પડે છે”
અશોકભાઈ ખૂબ જ ગર્વથી બોલ્યાં..
‘પપ્પા આજ ના સમયે એક પિતા-પુત્ર સાથે કેટલીય વાતો ની ચર્ચા કરી શકતો નથી’

“હા, દિકરા જો પિતા પણ પુત્ર સાથે એક મિત્ર ની જેમ રહે તો કોઈ દિકરો કુમાર્ગે ન જાય, પરંતું હા એમની વચ્ચે થોડી મર્યાદા હોવી જોઈયે” અશોકભાઈ એ કહ્યું..

કુંજ આ સાંભળી બોલ્યો “પપ્પા કાશ તમારા જેવા પિતા દરેક પાસે હોય, હું તો ગર્વથી કહી શકું કે મારા પપ્પા દુનિયાં નાં બૅસ્ટ પપ્પા છે”
બંન્ને ની આંખો ની કોર ભીંની થઈ ગઈ.

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment