કૂતરા, બિલાડી ઘરે રાખશો તો નરકમાં જવું પડશે ! જાણો કેમ…

23

અત્યારે થોડા સમયથી વોટ્સએપ પર એક મેસેજ ફરી રહ્યો છે તે મેસેજ તાજેતરમાં મારી પાસે પણ આવ્યો તેમાં એમ લખ્યું હતું કે ઘરે કૂતરા પાળશો તો તમારે નર્કમાં જવા માટે તૈયારી રાખવી પડશે.

ઘરમાં કૂતરા, બિલાડી જેવા પાલતું પ્રાણી રાખવાથી પાપ લાગી શકે અને નરકમાં જવું પડશે એવું વાંચીને હું ચકિત થઈ ગઈ હતી. મારા જેમ તમે પણ આ વાંચીને ચોક્કસ નવાઈ પામશો જ. તો સમગ્ર વાત આખરે છે શું?

એક તરફ દુનિયામાં આજે કૂતરા, બિલાડી જેવા પાલતુ પ્રાણીને પાળવાની ફેશન વધતી ચાલી રહી છે આટલું ઓછું હોય તેમ હવે લોકો તો નવા નવા પ્રકારના પ્રાણીઓને પણ ઘરમાં રાખવા લાગ્યા છે ત્યારે અત્યંત વફાદાર ગણાતાં એવા કૂતરા માટે આવા પ્રકારના મેસેજ પાછળનું કારણ શું છે.

પ્રાપ્ત થયેલા મેસેજ મુજબ, વિષ્ણુપુરાણ (૨-૬-૨૧) અને બ્રહ્મપુરાણ (૨૨-૨૦) માં એક શ્ર્લોક માં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે પોતાના ઘર માં કૂતરાં, બિલાડી, ભૂંડ, બકરા, કુકડા અને પક્ષીઓ પાળવા વાળા મનુષ્યો નરકમાં જાય છે. આવુ જ મહાભારત(૩-૧) માં પણ એક શ્લોક માં એવું કહેવામાં આવ્યું છે કે કૂતરાં પાળનારા લોકો ને સ્વર્ગ મળતું નથી. તેમનું પૂણ્ય હણી લેવામાં આવે છે. તેમજ મહાભારતમાં (૧૨૭-૧૬) માં જણાવવામાં આવ્યું છે કે કૂતરો અને કૂકડો જેના ઘરમાં હોય તેનું નૈવેદ્ય દેવો સ્વીકારતાં નથી.

જોકે, આ શ્લોક નો અર્થ બીજો પણ હોય શકે છે! અર્થાત પહેલાં ઘરોમાં ટોઇલેટ પણ નહોતું રાખતાં. જે સ્થાને ભગવાનની પૂજા થતી હોય રસોઈ થતી હોય તેવા સ્થાને ટોઇલેટ બનાવવું પાપ સમજાતું હતું તેવું જ કંઈ આમાં પણ હોઈ શકે છે અને ઘરમાં ગંદકી થાય અને તેમની આઝાદી છીનવાઈ જાય એટલે પ્રાણીઓને ઘરની બહાર રાખવા જોઈએ ઘરમાં નહિ એવો કંઈ શ્લોક નો કહેવાનો અર્થ પણ હોય શકે છે! એવી સંભાવના છે

જો કે કેટલાક પુરાણોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક કૂતરાં એ જ પાંડવોને સ્વર્ગના દ્વાર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જો કૂતરાં ને સ્વર્ગ સુધી પહોંચાડવાનું પૂણ્ય નું કામ સોંપાયું હોય તો તે નરકમાં લઈ જવા માટે જવાબદાર હશે કે કેમ એવો પ્રશ્ન થાય છે. છતાં આ મેસેજમાં તથ્ય કેટલું છે એ તો કદાચ મહાભારત અને પુરાણો વાંચનારા અને શ્લોકો નો સાચો અર્થ સમજનારા જ કહી શકે છે.

લેખક : દર્શિની વશી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment