ક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ મીઠાઈ

44

ઋતુ બદલાઈ રહી છે અને ઋતુની સાથે જ ખાવા-પીવાની વાનગીઓ પણ બદલાઈ રહી છે. હવામાન નીચે આવ્યું છે. સવારના ધુમ્સસ બતાવે છે કે ઠંડી ચાલુ થઇ ગઈ છે. હવે તો સવારમાં આળસના કારણે ચાદરમાંથી નીકળવાનું પણ મન નથી થતું. પરંતુ, યુપીના અમુક શહેરોમાં આજે પણ ફેરીયાવાળા ખાલી ‘માખણ મલાઈ લઇ લો’ કહેવા પર જ લોકોની આળસ ભાગી જાય છે. છેવટે શું છે આ ‘માખણ મલાઈ’માં કે લોકો ખાલી એનું નામ સાંભળીને જ ઉભા થઇ જાય છે? આનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે અને લોકો ઉઠીને ફેરીયાવાળા પાસે પહોચી જાય છે? માખણ મલાઈવાળા પાસે ભીડ થઇ જાય છે અને જોત જોતામાં જ આખી ડોલ ખાલી થઇ જાય છે? જવાબ એ છે કે, ઝાકળથી પણ હળવી અને મોઢામાં ભળી જાય એવી નવાબી માખણ મલાઈનો સ્વાદ એકવાર દાઢે લાગી જાય છે તો લોકો આને કડી ભૂલી શકતા નથી. ચાલો આજે અમે તમને આ નવાબી મીઠાઈ વિશે કહીએ.

શું છે માખણ મલાઈની ખાસિયત

આ મીઠાઈ નવાબોના સમયથી બની રહી છે. આ મીઠાઈની ખાસિયત એ છે કે આ ખાલી શિયાળામાં જ જયારે ઝાકળ પડવાની શરૂઆત થાય છે અને જ્યાં સુધી પડે છે ત્યાં સુધી જ બજારમાં મળે છે. આ મીઠાઈ દરેક દરેક બનાવી શકતા નથી. આ મીઠાઈની ખાસિયત એ પણ છે કે આ કાનપુર, લખનઉં, વારાણસી, દિલ્હી, અને મથુરામાં જ મળે છે. ક્યાંક આને દોલતની ચાટ કહેવામાં આવે છે, તો ક્યાંક માખણ મિશ્રી કહેવામાં આવે છે. યુપીના કાનપુર અને લખનઉંમાં તો આ મીઠાઈ લોકોને સવારના નાસ્તાની જેમ હોય છે. આ ખાવામાં બહુ હળવી હોય છે, પરંતુ ખાધા પછી પેટ ભરાય જાય છે.

આ રીતે બને છે માખણ મલાઈ

અવધના ખાસ નવાબી વાનગીઓમાં શમાવેશ થતી માખણ મલાઈનું નામ જેટલું શાહી છે એટલા જ શાહી અંદાજમાં બનાવામાં પણ આવે છે. માખણ મલાઈ સામાન્ય મીઠાઈઓની જેમ કલાકમાં જ નથી બનતી પરંતુ આને બનવાની પ્રોસેસ આખી રાતની હોય છે. કાનપુરમાં શુક્લા મક્ખન ખુબ જ ફેમસ છે. આ દુકાન લગભગ ૧૦૦ વર્ષ જૂની છે. અહિયાનું માખણ મલાઈ ખાવા માટે લોકો દુર-દુરથી આવે છે. આના માલિક રમેશ શુક્લા કહે છે, ‘માખણ મલાઈ ઝાકળથી બને છે. એટલા માટે જ આ માત્ર શિયાળામાં જ મળે છે. અમે આને સવારથી વેચવાનું ચાલુ કરીએ છીએ અને આખી રાત વેચીએ છીએ. પરંતુ અમારે આને ખુબ જ કાળજીપૂર્વક રાખવાનું હોય છે નહિતર આને ઓગળતા વાર નથી લાગતી.’ માખણ મલાઈ બનાવાની રીત સમય અને ધેર્ય બન્ને માંગે છે. રમેશ શુક્લા પ્રમાણે, ‘ભેસના દુધમાં સૌથી પહેલા થોડુક તાજું માખણ મેળવી દે છે. એના પછી ઠંડું થવા માટે આખી રાત ખુલ્લા આકાશમાં રાખી દેવાય છે. ચાર-પાંચ કલાક ઠંડું થયા પછી એટલે કે, રાત્રે બે થી ત્રણ વાગ્યે આ મિશ્રણને વલોવાનું ચાલુ થાય છે. જેમ-જેમ આમાં ફીણ વળે છે, એને દબાવમાં આવે છે. આ પ્રક્રિયા ઘણીવાર કરવામાં આવે છે. જરૂરિયાતના પ્રમાણમાં ફીણ થયા પછી એને ઝાકળમાં રાખી દેવાય છે.

કેવડા, એલચી અને ખાંડ મેળવામાં આવે છે

રમેશ શુક્લા કહે છે કે આને ખુલ્લામાં રાખવાનું એક મોટું કારણ સવારની ઝાકળમાં રહેલ ભેજ હોય છે. ભેજમાં આને રાખવાથી જે ફીણ બને છે એ ફૂલવા લાગે છે. આ રીતે માખણના હળવા અને  મોઢામાં મિશ્રણ તૈયાર થાય છે. છેલ્લે આમાં કેવડા, એલચી અને ખાંડ વગેરે ઉમેરાય છે. છતાં, હવે સમયની ઉણપના કારણે ઝાકળની જગ્યાએ બરફનો ઉપયોગ કરે છે  જેથી માખણ જલ્દી બની જાય.

જો તમારે પણ આવી અનોખી નવાબી મીઠાઈનો સ્વાદ ચાખવો છે તો તમારે દિલ્હી, કાનપુર, લખનઉં. મથુરા અથવા પછી વારાણસી જવું પડશે. વિશ્વાસ કરો તમે એકવાર આ મીઠાઈ ખાશો તો આનો સ્વાદ ભૂલી નહિ શકો.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment