લગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…

12

નકલી આઈએએસ બનીને અલગ અલગ જગ્યાએ પોતાનું સ્વાગત કરાવનાર હાપુડના સિદ્ધાર્થની પોલીસે પૂછપરછ કરી. પોલીસના કહેવા મુજબ પૂછપરછમાં ખબર પડી છે કે આરોપી યુવકે ઈંટર પાસ કરીને સ્નાતકનું ભણતર અધ વચ્ચે મૂકી દીધું હતું. સ્નાતકનું ભણતર પૂરું કરી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવાની વાત કહીને પરિવારને પણ છેતરતો રહ્યો.

એસપી ક્રાઈમ ડો. બીપી અશોકના મત મુજબ આરોપી સિદ્ધાર્થ ગૌતમને ક્રાઈમ બ્રાન્ચે શનિવારે જ ધરપકડ કર્યો હતો. પૂછપરછમાં ખબર પડી કે આરોપી યુવક પોતાના પરિવારને છેતરીને દિલ્લી અને અન્ય જગ્યાઓ પર રહ્યો. તેણે મિત્રોમાં વટ પાડવા અને લગ્ન કરવા માટે આ હરકત કરી. પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તે ઈચ્છે છે કે કોઈ ઇન્જિનીયર છોકરી સાથે તેના લગ્ન થાય, તેના પછી તે વિદેશ જતો રહેત. એવામાં ૧૨ મુ પાસ આરોપીએ એવો પ્રચાર કર્યો કે તેણે આઈએએસની પરીક્ષા પાસ કરી લીધી છે.

….હવે હું મરવા જાવ છું

હાપુડ નીવાસી યુવકની ધરપકડ પછી તેના પિતાનું સ્વાસ્થ્ય બગડી ગયું હતું. તેમને હાપુડના નજીકના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે જયારે પરિવારના લોકો સિવિલ લાઈન પોલીસ સ્ટેશન પહોચ્યા તો આરોપીને બેલ પર છોડવામાં આવ્યો તો તે પરિવારની સામે કહેવા લાગ્યો કે હવે હું ઘરે નહિ આવું અને હું મરવા જાવ છું. એવું કહીને તે પોલીસ સ્ટેશનની બારે નીકળી ગયો. સિવિલ લાઈન ઇન્સ્પેકટર અબ્દુલ રહેમાન સિદ્દીકીએ ગમે તેમ કરીને તેને સમજાવીને ઘરે પહોચાડ્યો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment