લગ્ન માટે છોકરીએ બનાવ્યો પોપટ તો પ્રેમ થયો ચોપટ, વાત જાણી ઉડી જશે હોંશ

24

લોકો પોતાનો પ્રેમ મેળવવા માટે શું નથી કરતાં. સલીમ અનારકલી, હીર રાંજા, લૈલા મજનૂ, સોહની મહેવાલ, ઢોલા મારૂ, સિરી ફરહાદ જેવા કેટલાય પ્રેમ ચરિત્રોની પ્રેમની ગાથાઓ અમર છે. પરંતુ આજે અમે જે પ્રેમકથા વિશે તમને જણાવા જઈ રહ્યા છીએ એને જાણીને તમારા હોંશ ઉડી જશે.

વાત એવી છે કે, કેરળના કોઝિકોડમાં એક અજીબોગરીબ પ્રેમનો મામલો સામે આવ્યો છે. અહિયાં પોતાની સાથે કામ કરતી મહિલા સાથે લગ્ન કરવા માટે એક મહિલાએ સેક્સ ચેન્જ કરવાનો નિર્ણય લીધો પરંતુ એના પછી એને એનો પ્રેમ મળી શક્યો નહી.

કેરળમાં પેરુવન્નમુઝીના રહેવાસી ૨૨ વર્ષના દીપૂ આર દર્શન (પહેલા અર્ચના રાજ) પોતાની એક કલીગ સાથે લગ્ન કરવા માંગતા હતા જેના માટે એમને પોતાનું લિંગ પરિવર્તન પણ કરાવી લીધું એટલે કે મહિલામાંથી પુરુષ બની ગયા, પરંતુ સર્જરી પછી એમની પ્રેમિકા સહકર્મીએ જ એમની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. જણાવામાં આવી રહ્યું છે કે એમની પ્રેમિકાની વડકરામાં કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન પણ નક્કી થઇ ગયા છે.

પોતાનો પ્રેમ ન મળવાને લઈને દુઃખી દીપૂ ઉર્ફે અર્ચના રાજનું કહેવું છે કે એમણે ‘સેક્સ રિઅસાઇનમેન્ટ સર્જરી’ દ્વારા ૨ લાખ રૂપિયા ખર્ચીને પોતાનું લિંગ પરિવર્તન કરાવી લીધું પરંતુ હવે હું દરેક માટે મજાક બની ગયેલ છું. દીપૂનું કહેવું છે કે તે પોતાની સાથે કામ કરતી પ્રેમિકા સાથે સંપર્ક પણ નથી કરી શકતા. એમણે જણાવ્યું કે જો કે અમે બંનેએ મળીને જ આ નિર્ણય લીધો હતો કે લગ્ન કરવા અને સાથે રહેવા માટે હું સેક્સ ચેન્જ કરાવી લઉં, પરંતુ જ્યારે હું સર્જરી કરાવી રહ્યો હતો ત્યારે એણે મારી સાથે આવવા માટે ના પાડી અને હવે એના કોઈક બીજા છોકરા સાથે લગ્ન નક્કી થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે દીપૂએ પોતાની પ્રેમિકા સહકર્મીના મંગેતર સાથે પણ સંપર્ક કર્યો પણ જ્યારે છોકરીએ એની સાથે કોઈપણ રીતે સંબંધ હોવાની વાતથી ઇનકાર કરી દીધો ત્યારે મંગેતરે એણે પાછી જવા માટે ધમકી આપી. દીપુ કહે છે કે તે પોલીસ પાસેથી પણ મદદ મેળવવા માંગતો હતો પરંતુ તેણે પોતાનું વલણ જાળવી રાખ્યું અને પોલીસને કહ્યું કે તે માનસિક રૂપે અસ્થિર છે.

દીપૂની પ્રેમિકાએ પોલીસને જણાવ્યું કે તે આગલા મહીને લગ્ન કરવાની છે. દીપૂનું કહેવું છે કે એની પ્રેમિકાના જોર આપવા પર જ એણે સર્જરી કરાવી હતી. જો કે દીપૂ પોતાની ગર્લફ્રેન્ડ પર છેતરપિંડીનો કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment