લગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને પતિ રહી ગયા હેરાન…

33

મઘ્ય પ્રદેશમાં રહેતી પ્રિયંકા ભદોરિયાએ લગ્ન પહેલા તેના સાસરાવાળા સાથે એવી શરત રાખી જેને સાંભળીને બધાના કાન સવળા થય ગયા.

પ્રિયંકાએ તેના સાસરાવાળાને કહી દીધું કે જ્યાં સુધી તે લોકો 10 હાજર છોડ નહિ રોપે ત્યાં શુધી તે લગ્ન નહિ કરે.સાસરાવાળાને આ સાંભળી થોડીક નવાઈતો લાગી પરંતુ પછી એ લોકો માની ગયા અને ગયા શુક્રવારે ઘણા ધૂમ-ધામથી પ્રિયંકાની સાથે તેમના દીકરાના લગ્ન કરી દેવામાં આવ્યા.

પ્રિયંકા ભીંડના કાશીપુરા ગામની રહેવાસી છે. અહિયાં લગ્ન પહેલા દુલ્હનને પૂછવામાં આવે છે કે તેને લગ્નમાં શું જોઈએ છે.જો કે છોકરીઓ ઘરેણા,કપડાની માંગણી કરે છે ત્યાજ પ્રિયંકાએ આમાંથી કહી પણ ન માંગીને લગ્ન કરવા માટે ઝાડ ઉગાડવાની શરત રાખી.

પ્રિયંકા 10 વર્ષની ઉમરથી છોડ રોપીને તેને ઉછેરી રહી છે અને આ ને સંજોગજ કહો કે તેના લગ્ન ઇન્ટરનેશનલ અર્થ ડેના દિવસે થયા હતા.

પ્રિયંકાના પતિ રવિ ચૌહાણ પોતાની પત્નીની સમજદારીથી બહુ ખુશ છે.તેને ખુશી છે કે તેની પત્ની પર્યાવરણ પ્રત્યે આટલી જાગૃત છે.પ્રિયંકા એ કહયું હતું કે 10 હજાર છોડ માંથી 5 હજાર તેને પિયરમાં લગાવવામાં આવે અને 5 હજાર તેને સાસરામાં લગાવવામાં આવે.અત્યારે જયારે દુનિયાનો એક મોટો હિસ્સો દુકાળ અસરગ્રસ્ત છે ત્યાં પ્રિયંકાની પહેલ ખરેખર બહુજ જરૂરી અને શ્રેષ્ઠ પ્રયત્ન છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment