શું તમે જાણો છો લગ્નની કાયદાકીય ઉંમર ભારત કરતા ચીનમાં વધારે છે

56

જો તમને એમ લાગતું હોય કે, અથવા તમે એમ માનતા હો કે ભારતમાં લગ્નની કાનૂની ઉમર પૂરૂષો માટે 21 વર્ષ અને સ્રીઓ માટે 18 વર્ષની રાખવામાં આવી છે. જો આ ઉંમર તમને વધારે લાગતી હોય તો અમે તમને જણાવીએ કે આ બાબતમાં પણ ચીન આપણા કરતા એક ડગલું આગળ છે. ચીનમાં પૂરૂષો માટેની લગ્નની કાનૂની ઉંમર 22 વર્ષની છે. જ્યારે મહિલાઓ માટે કાનૂની ઉંમર 20 વર્ષની રાખવામાં આવેલ છે. લગ્ન માટે લીગલ ઉંમર કઈ હોવી જોઈએ આ બાબતમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જુદા જુદા દેશોમાં આ સમયગાળો પણ જુદો જુદો છે. એટલે કે લગ્નની ઉંમર બીજા દેશો કરતા અલગ અલગ છે.

1) પુરુષોની લગ્નની ઉંમર 21 માંથી ઘટાડીને 18 કરવાની અપીલ

હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે કે ભારતમાં પુરુષોની લગ્નની ઉમરને 21 વર્ષ માંથી ઘટાડીને મહિલાઓની લગ્નની ઉમર જેટલી જ એટલે કે 18 વર્ષની કરવી જોઈએ તેવી સુપ્રીમ કોર્ટમાં દરખાસ્ત રજુ કરનાર એક વકીલને ભારે પડી ગયું છે. સુપ્રીમ કોર્ટે આ વકીલને 25 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વકીલ પર કારણ વગર નકામો PIL કરવા સબબ આરોપ લગાવીને કહ્યું કે તેના આ કેસમાં કોઈ યોગ્યતા કે કોઈ વજૂદ નથી.

2) માતા પિતાની ઈચ્છા મુજબ પણ નિર્ભર છે લગ્નની ઉમર

મોટા ભાગના દેશોમાં મહિલાઓ અને પુરુષોની લગ્નની કાનૂની ઉમર એક સરખી જ છે. જ્યારે અમુક દેશોમાં પુરુષ અને સ્ત્રીની લગ્નની લીગલ ઉમર તેના માતા પિતાની ઈચ્છા મુજબ નિર્ભર રહે છે. જેમ કે, ઉદાહરણ તરીકે માતા પિતાની મરજી વિના લગ્ન કરવાની કાનૂની ઉમર છોકરા અને છોકરીની બંનેની ઉમર 18 વર્ષની છે. પરંતુ જો બંનેના માતા પિતાની મંજુરી મળી જાય તો 18 વર્ષથી નાની ઉમરમાં પણ લગ્ન થઇ શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment