લગ્નની દરેક રશ્મ પર કેવી રીતે દેખાવું કૈક અલગ અને સ્પેશ્યલ

59

લગ્નમાં આવેલ દરેક વ્યક્તિઓ માટે લગ્નમાં પરણનાર કન્યા એટલે કે વધુ દરેકના આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ સમયે તેનું દરેકના ધ્યાનમાં આવવું એ ખુબજ જરૂરી પણ હોય છે. લગ્નના દિવસે તો દરેક પરણનાર કન્યા ખાસ તૈયારી કરતી હોય છે. પણ એ રશ્મોનું શું જેનાવિના લગ્નનું ફંક્શન પૂરુંજ ન થઇ શકે ? જોતમે (કન્યા યુવતીઓ માટે) પણ નવ વધુ બનવાના હો અને લગ્નના અલગ અલગ મોકા પર તમારા લૂકને લઈને અત્યાર સુધી તમે નક્કી કરી શક્ય ન હોતો અમે તમારા માટે થોડીક ટીપ્સ લઈનેઆવ્યા છીએ જે આ બાબતમાં તમને ચોક્કસ મદદગાર સાબિત થઇ શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ અમુક ખાસ ટીપ્સ.

૧.) વધુએ હળદર એટલે કે પીઠી ચોળવાના પ્રસંગે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ ? :

પીઠી ચોળવાની રશ્મ લગ્નની સૌથી વિશેષ અને જરૂરી તેમજ રંગીન રશ્મોમાની એક છે. આ સમયે જો તમે ઈચ્છો તો સાધારણ મિરર વર્ક વાળી સાડી પહેરી શકો છો. સાડીનો રંગ સાધારણ પીળો અથવા ઓરેન્જ હશે તો વધુ સારો રહેશે, ઘણો જ સારો લાગશે. આવી સાડી સાથે મલ્ટી કલર બ્લાઉઝ પસંદ કરો. હાલમાં આ પ્રસંગે ચણીયા ચોળી પહેરવાનો પણ ટ્રેન્ડ છે. તમારા વાળને કર્લી લુક આપો અથવા તો સ્ટ્રેટ લૂક આપી શકો છો.

૨.) મેંદી મુકવાની રશ્મ સમયે ક્યાં પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ ? :

આજ કાલ અનારકલી કુર્તા અને લાંબા સ્કર્ટની ફેશન ચાલે છે. જો તમે પણ ઈચ્છો તો મેંદી મુકવાની રશ્મ સમયે સ્લીવલેસ અનારકલી કુર્તાની સાથે એથનિક લોંગ સ્કર્ટ પહેરી શકો છો. તેના સિવાય પટિયાલા અને શેરવાની પેટર્નની સાથે પ્લાજો અથવા શરારા પણ આજ કાલ ટ્રેન્ડમાં છે. મેંદી મુકવાની રશ્મ સમયે મૈસી બન અથવા હાઈ બન બનાવી શકો છો, પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે મેકઅપ લાઈટ રાખવો.

૩.) લગ્નની આગલી રાત્રે સાંજીના પ્રસંગમાં રાસ સંગીતની રાત્રે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ ? :

સંગીતની સંધ્યાએ સાંજીના પ્રસગમાં તમે મલ્ટી કલર સાડી, ચણીયાચોળી, વન પીસ, કે પછી ફ્યુઝન ડ્રેસ પસંદ કરી શકો છો. આ સમય ખાસ આનંદ, મોજ મજા, મસ્તી માણવા માટે છે. આ સમયે ફેશનની સાથે કમ્ફર્ટનું પણ ખાસ ધ્યાન રાખવું.

૪.) લગ્નની રાત કૈક અરમાનોની રાત :

તમે ઇચ્છો તો પારંપારિક ઘેરદાર લેંઘો પણ ફેરી શકો છો. લેંઘોની વાત કરીએ તો તે લાઈન અને ફીશ કટ લેંઘો ફરીથી હાલમાં ફેશનમાં છે. કંઇક અલગ અને આકર્ષક પણ લાગે છે. આ ક્યારેય પણ આઉટ ઓફ ડેટ ફેશન થતી નથી. અને હા, જો મેક અપ વોટરપ્રૂફ હોય તો ઘણું સારું રહેશે કારણ કે તે ખુબજ લાઈટ હોય છે. અને તેનાથી તમારા ચહેરાનો ગ્લો પણ વધી જાય છે.

૫.) સાસરિયામાં પણ ખાસ જરા હટકે દેખાવ :

લગ્ન પછી રીસેપ્શન પાર્ટીમાં પણ તમારે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા માટે તમે એથનિક ઇવનિંગ ગાઉન કે પછી પાર્ટીવેર ફૂલ લેન્થ ડ્રેસ પણ પહેરી શકો છો. તમે લેંઘો સાડી અને સૂટ ગાઉનની પસંદગી પણ કરી શકો છો. મેક અપ માટે ખાસ ધ્યાન રાખો. મેક અપમા તમે અરેબીક મેક અપ ટ્રાઈ કરી શકો છો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment