લાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…

28

જો વાત કરવામાં આવે તો તમે ક્યાં બ્રાંડના હેડફોન પ્રીફર કરશો… ? હવે માર્કેટમાં બ્રાંડની તો કોઈ અછત નથી. એકથી એક લેટેસ્ટ વર્ઝનના હેડફોન તમને મળી જશે પરંતુ સૌથી અઘરું કામ છે ક્યાં હેડફોનની પસંદગી કરવી.

ઘણા લોકો સસ્તાના ચક્કરમાં બેકાર વસ્તુથી ઘર ભરી નાખે છે અને પછી પછતાય છે તો ઘણા લોકો મોંઘી વસ્તુ ખરીદીને પણ સંતોષ નથી મેળવી શકતા.  પછી લાગે છે કે માર્કેટમાં કોઈ કંપની છે જ નહી જે કસ્ટમરના સંતોષ માટે કામ કરતી હોય. મિત્રો એવી જરાય પણ નથી. બજારમાં એવી કંપની પણ અસ્તિવમાં છે જેનું નામ ભલે તમે ક્યારેય સાંભળ્યું ન હોય પરંતુ તેમના પ્રોડક્ટ એટલા સારા હોય છે કે તમે એકવાર ઉપયોગ કરશો તો જિંદગીભર તેનું નામ યાદ રાખશો.

એટલું જ નહી આ કંપનીની વસ્તુ લોન્ચ થયા પછી પણ વર્ષો સુધી ચર્ચામાં રહે છે એટલે જ સમય જતા રહ્યા પછી પણ તેનું નામ માર્કેટમાં ટકેલું રહે છે. હવે આને જ લઇ લ્યો.. આ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોંઘુ હેડફોન છે. તેને લોન્ચ થયાને ત્રણ વર્ષ વિતિ ચુક્યા છે પરંતુ આજે પણ સોસીયલ મીડિયા પર તમે તેના ધૂમ મચાવનારા વિડીયો જોય શકો છો. જી હા આ હેડફોનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

વિસ્તારથી જણાવીએ તો આ જર્મનીની ઓડિયો બ્રેંડ કંપની ‘સેનહાઈજર’ નું હેડફોન છે. આ મોડલનું નામ ‘ઓર્ફીસ’ છે. વર્ષ ૨૦૧૫ માં આ સોસીયલ મીડિયા પર એટલું ફેમસ થયું હતું કે લોકો એકવાર તેની સાઉન્ડ સીસ્ટમ સાંભળવા માંગતા હતા.

આ ક્રેઝ કદાચ એટલા માટે પણ હોય શકે છે કેમ કે તે સમયે તેની કીમત ૫૦ હજાર ડોલર એટલે કે લગભગ ૩૪ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ માત્ર હેડફોન જ નહી પરંતુ તેની આગળ કઈ બીજું પણ છે. સાઉન્ડને મેનેજ કરવા માટે તેનું પોતાનું એમ્પ્લીફાયર બોક્સ પણ છે. તે અવાજના લેવેલને મેન્ટેન કરે છે. આં હેડફોન માટે સૌથી હાઈ વોલ્યુમ કે લો વોલ્યુમની કોમ્પિટિશન નહી પરંતુ પ્યોરીટીની વાત છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ હેડફોન લકજરી માર્બલ બોક્સમાં ફીટ કરવામાં આવ્યા છે જેની સાથે તમને એમ્પ્લીફાયર પણ જોડાયેલું મળશે. તેની ડીઝાઇન એટલી મસ્ત છે કે કોઈ પણ માણસ જોતો જ રહી જશે. ચાલો તમને આ બતાવીએ આ વિડીયોમાં.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment