લસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને

53

લસણ આપણા ખોરાકનો એક મહત્વનો ભાગ રહ્યો છે. પણ શું તમેં ક્યારેય લસણનો ઉપયોગ તમારી ખુબસુરતી વધારવા માટે કર્યો છે ? સાચી વાત છે, લસણ ફક્ત તમારા આરોગ્ય માટે જ નહિ પણ તમારી ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે, ત્વચામાં નિખાર લાવે છે. લસણમાં એન્ટીએજિંગ ગુણ રહેલ છે જે ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ લસણના કેટલાક બ્યુટી બેનીફીટસ.

૧.) લસણની કળીની ફોતરી ઉતારીને કળીનો રસ કાઢીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પરના ખીલ પર લગાવો. પાંચ મિનીટ સુધી રહેવા દઈ સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ડાઘ અને ફોલ્લીઓને દુર કરવામાં ખાસ મદદ મળે છે.

૨.) ફોતરી ઉતારેલી લસણની એક કળીને અર્ધા ટમેટા સાથે મેળવીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 10 મિનીટ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ચહેરા પરના બારીક છિદ્રો ખુલી જાય છે. ત્વચા સાફ રહે છે, અને ત્વચામાં નિખાર આવે છે.

૩.) ફોતરી ઉતારેલી લસણની કળીઓનો રસ કાઢીને તેને ઓલીવ ઓઈલની સાથે મિક્સ કરીને તેને સહેજ ગરમ કરીને તમારા “સ્ટ્રેચ માર્ક” પર લગાવો. એક અઠવાડિયા સુધી આમ કરવાથી તમે જાતે જ જોઈ શકશો કે તમારા “સ્ટ્રેચ માર્ક” ઓછા થઇ રહ્યા હશે.

૪.) અમુક લોકોની સ્કીન પર લાલ લાલ ડાઘ પડી જાય છે. ત્યારે ફોતરી ઉતારેલી લસણની કળીઓનો રસ કાઢીને તેની પેસ્ટ બનાવીને તેના પર લગાવવાથી આવી નીશાનીઓથી પણ છુટકારો મેળવી શકાય છે. કારણ કે લસણમાં એન્ટી ઇન્ફ્લાયમેટરી ગુણ હોય છે.

આ સિવાય લસણ એન્ટીએજિંગનું પણ કામ કરે છે. સવારે ઉઠીને ફ્રેશ થઈને લસણની કળીને મધ અને લીંબુના રસ સાથે ખાવાથી શરીરની ત્વચા પર અમુક સમયે જલ્દીથી કળચલીઓ આવતી નથી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment