કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…

73
lawyers-wear-black-coat

આપણા દેશમાં શરદી હોય, ગરમી હોય કે પછી ભર ચોમાસું હોય, દરેક મોસમમાં વકીલો અને જજ તમને કાળો કોટ પહેરેલા જોવા મળશે. દરેક વ્યવસાયનું એક પ્રતિક હોય છે, જેનાથી તમે તે વ્યવસાયની વ્યક્તિને ઓળખી શકો છો, તેવી જ રીતે વકીલાતના વ્યવસાયમાં પણ કાળો કોટ હોય છે. જેને તેમને હરહંમેશા પહેરીને રાખવો પડો છે. પણ, શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરું કે, આખરે કેમ વકીલો કાળો કોટ જ પહેરે છે. સફેદ નહિ, લાલ નહિ, કે પીળો પણ નહિ. પરંતુ કાળો કોટ પહેરવા પાછળ શું કારણ હોઈ શકે. આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું, કે કેમ વકીલો અને જજને કાળો કોટ પહેરવાની ફરજ પડે છે.

માનવામાં આવે છે કે, વર્ષ 1694માં જ્યારે ક્વીન મેરીનું નિધન થયું હતું, ત્યારે તેમના પતિ રાજા વિલિયમ્સે તમામ જજો અને વકીલોને કાળો ગાઉન પહેરીને એકઠા થઈને શોક મનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમણે ક્યારેય આ આદેશને રદ કર્યો ન હતો. તેથી ત્યાર બાદ વકીલો અને જજોએ કાળો ગાઉન પહેરવાનું ચાલુ રાખ્યું હતુ. વર્ષ 1961માં વકીલોના કાળા કોટને લઈને એક અધિનિયમ જાહેર કરવામાં આવ્યું હતું, જે અનુસાર અદાલતમાં વકીલોને સફેદ શર્ટ પર સફેદ બેન્ડ ટાઈ અને કાળો કોટ પહેરીને આવવાનું અનિવાર્ય કરી દેવાયું હતું.

ભારતીય ન્યાયપાલિકા અંગ્રેજોના બનાવવામાં આવેલ સિસ્ટમને જ મળતી આવે છે. તેથી અહીં ભારતમા પણ વકીલોએ કાળો કોટ પહેરવાનો રિવાજ રાખ્યો હતો, જે આજ દિન સુધી પાલન કરવામા આવે છે. ભારતમાં 1961માં વકીલો માટે કાળો કોટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો હતો. કાળો કોટ અનુશાસન આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. કાળા રંગને તાકાત અને અધિકારનુ પ્રતિક પણ માનવામા આવે છે.

કાળો રંગ દ્રષ્ટિહીનતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, કાયદો હંમેશા નિષ્પક્ષ હોય છે. કેમ કે દ્રષ્ટિહીન વ્યક્તિ કોઈની સાથે પણ પક્ષપાત કરતો નથી. કાળો કોટ પહેરવાનો મતલબ છે કે, વકીલ વગર કોઈ પક્ષપાતે પોતાનો કેસ લડે.

ક્યારથી શરૂ થઈ વકીલાતવર્ષ 1327મા વકીલાતની શરૂઆત એડવર્ડ તૃતીય દ્વારા થઈ હતી. તે સમયે વકીલોનો પહેરવેશ પણ નક્કી કરવામાં આવ્યો હતો. પંરતુ તે કાળો કોટ ન હતો, પરંતુ સોનેરી લાલ રંગનો કાપડ અને તેના ઉપર ભૂરા રંગનુ ગાઉન રહેતુ હતું. તે સમયે જજ પોતાના માથા પર એક લાંબા વાળવાળી વિગ પહેરતા હતા અને વકીલોને પણ ચાર ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરાયા હતા. જેમાં સ્ટુડન્ટ, પ્લીડર, બેન્ચર અને બેરિસ્ટર રહેતા હતા. વર્ષ 1600માં વિચારવામાં આવ્યું કે, બાર કાઉન્સિલને જનતાના હિસાબે પોતાનો યુનિફોર્મ નક્કી કરવો જોઈએ. તેના બાદ પહેરવેશ તરીકે લાંબો કાળો કોટ આવ્યો હતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment