લગ્ન જીવન દરમિયાન સુખ-શાંતિ માટે પતિ-પત્નીએ એક-બીજાની ભાવનાઓ ની કદ્ર કરવી જોઈ, જાણો સુખી લગ્ન જીવનનું રહસ્ય…

11

એક લોક કથા પ્રમાણે જુના સમયમાં એક વ્યક્તિને સાધુ-સંતો ઉપર વિશ્વાસ હતો નહિ.પરંતુ એની પત્ની એક સંતની ભક્ત હતી.આ કારણે પતિ ખુબ પરેશાન હતો.એક દિવસ તેને પોતની પત્ની સામે સંતને અપમાનજનક સબ્દો કહી દીધા.આના લીધે પત્ની ગુસ્સે થઈ ગઈ.પત્નીએ તેના પતિને કહયું કે તે અત્યારેજ તેના ગુરુની માફી માંગે.

પરંતુ પતિ આ વાત માટે રાજી થયો નહિ.તે તેની પત્નીને સમજવા લાગ્યો કે સાધુ-સંતોના ચક્રમાં પડવું સારું નથી.બહુ સમજાવવા છતાં પત્ની માની નહિ એટલે પતિને ગુસ્સો આવી ગયો.હવે પતિ પત્ની બને ગુસ્સામાં હતા અને બને વચ્ચેઆ વાત પર ચર્ચ્ચા થવા લાગી.છેલ્લે પતિ એ વિચારીયું કે આ રીતે આ વાત પૂરી નહિ થાય.પત્નીને શાંત કરવા માટે તેના ગુરુની માફી માંગી લવ.

પતિએ કહયું કે સારું છે હું તારા ગુરુની માફી માંગી લવ છુ.તે સંત પાસે ગયો અને ઈચ્છા ન હોવા છતાં તે બે હાથ જોડીને સંતની માફી માંગવા લાગ્યો.પરંતુ સંતે કહયું કે હું તને માફ નહિ કરી શકું અહિયાથી જા અને તારું કામ કરાવ લાગીજા.

તે વ્યક્તિને કઈ સમજાયું નહિ અને તે તેની પત્ની પાસે આવીને કહેવા લાગ્યો કે તારા ગુરુએ મને પાછો મોકલી દીધો અને માફ પણ નથી કરીયો.તે મહિલા તેના ગુરુ પાસે ગઈ અને કહયું કે મારા પતિ તમાંરી પાસે માફી માંગવા આવ્યા હતા તે તેના વર્તન થી બહુ સર્મીંદા છે.તો પણ તમે તેને માફ કેમ ન કર્યા.

સંતે કહયું કે મારા મનમાં તારા પતિ વિશે કોઈ ક્રોધ નથી, અને હું એ પણ જાણું છુ કે તે પોતાના ઉપરી મનથી માફી માંગી રહયો છે.તે બિલકુલ લજ્જીત નથી.આવી સ્થિતિમાં તેને મારા પ્રતિ નારાજ રહેવા દે.જો હું તેને માફ કરી દઈસતો અમારા સબંધો વચ્ચે ખોટી મધુરતા આવી જશે જેના લીધે તારો પતિ વધુ ગુસ્સે થઈ જશે.

સંતે મહિલાને સમજાવતા કહયું કે પતિ-પત્ની એ એક-બીજાની ભાવનાઓ ની કદ્ર કરવી જોઈએ.જો તારો પતિ મારું સન્માન નથી કરતો તો તેને એના માટે મજબુર ન કરવો જોઈએ.જો આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો તારું લગ્ન જીવન બગડી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment