સાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે છે આ નુકશાન

26

લોકો દરરોજ તેના વજનને ઓછો કરવા માટે કઈક ને કઈક કરતા જ રહે છે. મોટાભાગે તો આપણે દિવસની શરુઆત લીંબુ પાણીથી કરીએ છીએ પણ, શું તમને ખબર છે જરૂરતથી વધારે લીંબુ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આને રોજ પીવું તે શરીરને અંદરથી નબળું બનાવી શકે છે. લીંબુ સિવાય આપણા શરીરમાં અન્ય ખોરાકી વસ્તુઓથી પણ વિટામીન સી મળે છે. જેની આપણને ખબર નથી પડતી. એવામાં રોજ લીંબુ પાણીનું સેવન કરવું શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે.

જો તમેં આત્યારે લીંબુ પાણી પીવાનું શરું કરી દીધુ છે અને તમને તેનો સાઈડ ઈફેકટ છે તો તરત તેનું સેવન બંધ કરી દો, કારણકે આ તમારા શરીરને નુકસાન પહોચાડી શકે છે. એટલા માટે આ તમારા માટે સારું થશે કે તમે સમય રહેતા જ આનાથી દુરી બનાવી લો. ઘણા લોકો ઉનાળામાં લીંબુ પાણીનું સેવન પસંદ કરે છે પણ જરૂરથી વધારે પીવુએ શરીરને નુકસાન પહોચાડી શકે છે એટલા માટે જેમ બને તેમ આનું સેવન ઓછુ કરવું. તમે ઈચ્છો તો લીંબુનું સેવન સલાડની સાથે કરવું એ ફાયદાકારક થશે.

લીંબુમાં મોટા પ્રમાણમાં સાઈટ્રીક એસીડ હોય છે જે આપના દાંતોને નુકસાન પહોચાડે છે. એટલા માટે લીંબુ પાણીને સીધું ગ્લાસથી ન પીવું જોઈએ હંમેશા એને પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરો. આ રીતે પીવાથી દાંતોને નુકસાન નહિ થાય. જણાવી દઈએ કે કેટલાક લોકો લીંબુને ચહેરા પર પણ લગાવે છે. આવું વારંવાર કરવાથી તેના ચહેરાની પ્રાકૃતિક ચમક જઈ શકે છે. લીંબુનો વપરાશ કરતા પહેલા તેના વિશે જાણી પછી ઉપયોગ કરવો જોઈએ.

એસીડીટી ની સમસ્યાવાળા લોકોને ભૂલથી પણ આનો ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે આનાથી તમારા પેટમાં અસર થાય છે અને ખાટો ઓડકાર જેવી સમસ્યા થાય છે. આ તેના સ્વાસ્થ્યને વધારે ખરાબ કરી શકે છે અને પછી અલ્સર જેવી સમસ્યાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઇ જશે.

જો તમને લીંબુ પાણી પીને ખાવાનું પચાવવાની આદત છે જેટલી જલ્દી થાય છોડી દો કારણ કે આ તમારા પેટને ખરાબ કરી શકે છે. જેટલું વધારે થઇ શકે ખાવામાં મેળવીને ખાઓ. આ તમારા શરીર માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તમે ઈચ્છો તો લીંબુનું આચાર બનાવીને ખાઓ. જરૂરિયાતથી વધારે સેવન કરવું આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોચાડી શકે છે. લીંબુનું સેવન વગર જાણકારીએ ન કરો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment