લોકસભાની ચૂંટણીના લીધે whatsappએ લોન્ચ કર્યું નવું ફીચર્સ…જાણો આ ફીચર્સ વિશે…

5

whatsappના યુજર્સ હવે પોતે નક્કી કરી શકશે કે તેને ક્યાં ગ્રુપમાં જોડાવું અને કયા ગ્રુપમાં નહિ. ફેસબુક માલિકીની મેસેજિંગ એપ્લિકેશનએ લોકસભાની ચુંટણીના હેતુને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું કેમ કે સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ચુંટણીના પ્રચાર અને વધુ લોકો સુધી પહોચવાનો સરળ માર્ગ છે.કંપનીએ બુધવારે કહ્યું હતું કે “whatsappમાં બનાવવામાં આવતું ગ્રુપ પરિવારના સભ્યો, મિત્રો, સહકર્મીઓ, સાથે ભણતા મિત્રો, અને બીજા લોકો સાથે જોડાવાનું માધ્યમ બનીને રહશે.લોકોએ પોતાન અનુભવના આધાર ઉપર વધારે નિયંત્રણની માંગ કરી હતી,જેના કારણે નવા ફીચર્સની શરૂઆત કરવામાં આવી હતી.આવતા અઠવાડિયે આ ફીચર્સ દુનિયાભરમાં બધા લોકો સુધી પહોચી જશે.”

whatsappએ નવા પ્રાઈવેસી સેટિંગને પણ આ માં જોડ્યું છે.જેમાં ઇન્વાઇટ સીસ્ટમ લોકોને એ નક્કી કરવા મદદ કરશે કે કયા ગ્રુપમાં જોડાવું.આ પહેલા યુજર્સની અનુમતિ વગર બધા ગ્રુપમાં એડ કરી દેવામાં આવતા હતા.આ સેટિંગ ને સારું કરવા માટે યુજર્સને સેટિંગમાં જઈને 3 વિકલ્પ માંથી કોઈ એક વિકલ્પ્પ પસંદ કરવાનો રહશે.આ વિકલ્પો છે ‘નોબડી’, ‘માઈ કોન્ટેક’ અને ‘એવરીવન’.જો તમે નોબડી વિકલ્પ પસંદ કારશો તો ગ્રુપ એડમીન એ તમને ગ્રુપમાં જોડતા પહેલા તમારી મંજુરી લેવી પડશે.માઈ કોન્ટેક વિકલ્પ પસંદ કારશો તો એજ લોકો તમને ગ્રુપમાં જોડી શકશે જે પહેલાથી તમારા ફોનના કોન્ટેક લીસ્ટમાં હોય.અને છેલ્લા વિકલ્પમાં બધા તમને ગ્રુપમાં જોડી શકશે.

રીક્વેસ્ટ સ્વીકાર કરવા માટે મળશે ૩ દિવસ.

આ સિવાય બીજા એક ફીચર્સની પણ સરુઆત કરવામાં આવી છે.જો તમને કોઈ બીજા ગ્રુપમાં એડ કરેતો પ્રાઈવેટ ચેટમાં તમને આ ગ્રુપમાં એડ થવાની લીંક મળશે.જો તમે ૩ દિવસની અંદર આ રીક્વેસ્ટને સ્વીકાર કરશો તો જ તમે એ ગ્રુપમાં જોડાઈ શકશો.અને જો તમે ૩ દિવસ સુધી સ્વીકાર નહિ કરો તો આ લીંક પોતાની મેળે ડીલીટ થઈ જશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment