“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ -1

92

11th માં એડમીશન લઈને મારે એક સપ્તાહ થઇ ગયું હતું. એક દિવસ હું સ્કુલે વહેલો પહોચી ગયો હતો તો એમ જ બાલ્કનીમાં ઉભો રહીને આમ-તેમ જોઈ રહ્યો હતો. કોલેજની સામે ૫ નંબરની બસ આવીને ઉભી રહી, હું બસમાંથી ઉતરતા બાળકોને જોવા લાગ્યો એ બસમાં મારા ક્લાસના પણ અમુક છોકરાઓ આવતા હતા.

બાળકો ઉતરી ગયા અને હું બસના ગેટ પાસે જ ઉભો હતો. પછી જે થયું એ કહી જ ન શકાય. એક સુંદર છોકરી, ખબર નહિ કોણ, સ્કુલ ડ્રેસ (બ્લુ સુટ) પહેરેલ ઉતરી. હું થોડો સાવધાન થયો એણે જોવા માટે બાલ્કનીના ખૂણા પર ગયો. ગેટથી બસ ઘણી દુર ઉભી હતી. એ ગેટ તરફ આવી રહી હતી. વાદળ છવાયેલ હતા ઠંડી હવા આવી રહી હતી. હું પણ હવાઓ સાથે ઉડી રહ્યો હતો. પહેલી નજરમાં જ એણે જોઇને મગજ ફિલ્મી કલ્પનાઓ કરવા લાગ્યો.

જેમ હિરોઈન આવે અને એના દરેક પગલા પર હવાઓ ઉડવા લાગે અને હીરો આંખો બંધ કરીને એને અનુભવ કરે છે. લગભગ એવી જ હતી મારી સ્થિતિ. એ સ્કુલમાં પ્રવેશ કરી ચુકી હતી. હું જલ્દીથી નીચે ભાગ્યો એ જોવા માટે કે એ ક્યાં ક્લાસમાં જાય છે. હું નીચે પહોચ્યો ત્યાં એ ઓફિસમાં પ્રવેશી ગઈ. પ્રાર્થનાની બેલ વાગી. આજે મગજ ક્યાંક બીજે જ હતું. મિત્રોએ કહ્યું હતું કે જે છોકરી દુરથી સારી દેખાય છે એ સારી હોતી નથી. મેં વિચાર્યું પ્રાર્થના પછી એને થોડોક નજીકથી જોઈશ પરંતુ હજી એ નક્કી ન હતું કે એ ક્યાં ક્લાસમાં ભણે છે.

પ્રાર્થના પૂરી થયા બાદ અમે ક્લાસમાં ગયા. કેમકે ક્લાસમાં ત્રણ પાર્ટમાં બેંચ હતી છતાંપણ હું લાસ્ટ બેંચ સ્ટુડન્ટ હતો. ક્લાસમાં છોકરીઓની લાઈન આવવાની ચાલુ થઇ ગઈ અને પછી હું રાજી થઇ ગયો જયારે આંખો ખોલીને મેં એ લાઈનમાં જોયું. લાંબા ખુલ્લા વાળ, સુંદર આંખો ખરેખર સુંદર લાગી રહી હતી તે. એ પહેલી લાઈનમાં પહેલી બેંચમાં છેલ્લી બાજુ એ બેઠી હતી. હું ઉભો થયો અને એણે નજીકથી જોવા માટે બોટલ હાથમાં લઈને આગળ ગયો. એ માથું ઝુકાવી બેગમાં હાથ નાખીને કાઈક કાઢી રહી હતી. એ ખરેખર ખુબજ સુંદર હતી. એને એક નજર જોઇને બોટલ ભરવા નીચે ચાલ્યો ગયો. ક્લાસની બહાર નીકળીને જ “yes yes” બોલતો જઈ રહ્યો હતો. મને એવો અહેસાસ થઇ રહ્યો હતો માનો મને સપનાઓની રાણી મળી ગઈ હોય.

પાણી ભરીને ક્લાસરૂમમાં આવ્યો, ક્લાસ ટીચર પણ આવી ગયા હતા. એનું નામ ખબર પડવાની હતી. છતાંપણ હું નામ વિચારી રહ્યો હતો ….પૂજા? હહ, નાં… રાની?… હોઈ શકે છે અથવા બીજું ધન્નો… ના ના આવું નામ તો ના જ હોય.. હા હા હા. આવી જ કલ્પનાઓમાં ખોવાયેલ હતો એટલામાં એટેન્ડન્સ ચાલુ થઇ ગઈ. સુમન… પ્રેઝન્ટ સર… ઓહ, સુમન, હા આ જ નામ હતું એનું. કેટલો મીઠો અવાજ હતો એનો. મગજમાં સુમન નામને લઈને તોડવા ફોડવા લાગ્યો, સુમન… છું… બસ આવું જ કઈક. આજે મગજ ખબર નહિ પણ બાળપણના કર્યો કરી રહ્યું હતું.  છતાં ક્લાસમાં ઘણા સ્માર્ટ છોકરા હતા અને હું તો જરા પણ નહિ. એ પણ ખબર હતી કે અડધો ક્લાસ એની પાછળ પાડવાનો હતો છતાં પણ હું આત્મવિશ્વાસથી ભરપુર હતો.

મગજમાં બોલતો જ હતો… તું મારી છો સુમન. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા ક્લાસરૂમમાં એની દરેક હલન-ચલન પર મારી નજર રહેતી હતી અને દરેક છોકરા પર પણ કે કોન એણે જોઈ રહ્યો છે. અત્યાર સુધીમાં હું એનો નેચર ઓળખી ગયો હતો, બિલકુલ શાંત, રંગીન, દુનિયાથી બિલકુલ અલગ, સકારાત્મક વિચારોવાળી. ન મોબાઈલનો શોખ, ન તો ઈંટરનેટ.

ભાગ – ૨ થોડા જ સમયમાં

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment