“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ – 2

118

ભાગ – 1 વાંચવા અહી ક્લિક કરો.

મારૂ મન ખોવાયેલ જ રહેતું. છતાં હું થોડો શાયર મિજાજનો હતો એટલે ક્યારેક એની હરકત પર ક્યારેક ક્યારેક શાયરી પણ કહી દેતો હતો અને મિત્રો પણ વાહ વાહ કરી દેતા. કુમાર શાનું અને મોહમ્મદ રફીના ગીત સાંભળવાની અને ગાવાની આદત જ થઇ ગઈ હતી. પરંતુ હજુસુધી એને પોતાના દિલની વાત નથી કરી શક્યો. 11th ની વાર્ષિક પરિક્ષા પૂરી થઇ. ૪ સેક્શનના ૮૦૦ બાળકોમાંથી ટોપના ૨૦ માંથી મારા સેક્શનના કુલ બે બાળકો જેમાં મારો ૧૩મુ અને બીજાનો ૧૮મુ સ્થાન હતું. મારું સ્ટેટ્સ વધી ગયું હતું ક્લાસરૂમના બધા લોકો થોડાક માનથી જોતા હતા. ટીચરે આમારા બંને માટે તાળીઓ વગડાવી. મારી નજરો બસ એણે જ જોઈ રહી હતી. બધા લોકો મારી બાજુ જોઇને તાળીઓ વગાડી રહ્યા હતા આની વચ્ચે સુમન સાથે મારી નજરો જોડાય જાય છે અને મારું દિલ જોર જોરથી ધડકવા લાગે છે. હવે એ પણ મને જરા જરા નોટીસ કરવા લાગી હતી. હું એને પ્રપોસ કરવા માંગતો હતો.

મેં આ વાત મારા એક છીછોરાં મિત્રને કહી. એને કહ્યું ચાલ જઈએ, બ્રેક પડી ગયો હતો એ કલાસરૂમમાં એકલી જ બેઠી હતી તક સારી હતી. પરંતુ ત્યારે જ એ મિત્રએ એક છોકરીને કાઈક કહ્યું… લગભગ કોમેન્ટ કરી… એ છોકરી તો સાચું ખોટું કહીને આગળ વધી ગઈ… મેં મિત્રને પૂછ્યું તારી જીએફ હતી તે? એનો જવાબ હતો નહિ. આ બધું કરતા સુમને અમને જોઈ લીધા હતા. મને ખુબ જ શરમજનક લાગતું હતું, ઘઉં સાથે બાજરો પણ પીસાય ગયો હતો. એ અમને જોઇને ગળું નીચે કરીને હલાવી રહી હતી, કદાચ એ મારું આકલન કરી રહી હતી. હું પોતાની નજરોમાં પડી ગયો હતો.

બાળપણનો મિત્ર હતો એ છીછોરો મિત્ર એટલા માટે કઈ કહી પણ ન શકાય પરંતુ મેં એને આવું ફરી ન થાય એની વોર્નિગ આપી દીધી, એણે પણ દુખ હતું. એક દિવસ છીછોરાને કહ્યું યાર જરાક એના વિશે ખબર કાઢીને લઇ આવને. બીજા દિવસે એની પાસે બસ એક જ ઇન્ફોર્મેશન હતી પરંતુ જે હતી તે ખુબ જ મોટી હતી. એને ઈમ્પ્રેસ કરવાનો એનાથી સારો બીજો એકેય ઉપાય ન હતો. મારા મિત્ર મુજબ એને લખવાનું ખુબ જ ગમતું હતું અને સ્કુલના વાર્ષિક મેગેઝીનમાં એ કવિતા આપવાની હતી. હું આજે ખુબ જ ખુશ હતો કારણકે એ સમયે પણ થોડીક કવિતા હું પણ કરી લેતો હતો. મેં પણ એક કવોલિટીવાળી કવિતા સાથે એક સારી એવી ફોટો સહીત મેગેઝીન માટે આપી દીધી. મહિના પછી બધાના હાથોમાં એ મેગેઝીન હતું. મેગેઝીન મારા હાથમાં આવતા જ જડપથી એની કવિતાનું પાનું ગોત્યું. ઉપર એની ધૂંધળી એવો ફોટો અને નીચે નામ સુમન ક્લાસ 12th B2.

વરસાદ પર લખાયેલી એક કવિતા હતી… થોડીક બાળકો જેવી ટાઈપ કરી હતી… પરંતુ હું એની જ કવિતા વારંવાર વાંચતો. ક્લાસમાં સારા લેખો અને કવિતાઓના વખાણ થઇ રહ્યા હતા. મેં પણ થોડીક સારી લખી તો મારા પણ.. સુમન ત્યાં જ બુક ખોલીને બેઠી હતી … હું એની સામે જોઈ રહ્યો હતો… ત્યાં તો એને મારી સામે જોયું… મારે સમજતા વાર ન લાગી કે એ અત્યારે મારી જ કવિતા વાંચી રહી છે… હું પણ એની જ રચના ખોલીને બેઠો હતો. એ થોડીક વાર મારી સામે જોતી રહી અને હું એની સામે, એ હસી હું પણ હસ્યો. આજે તો દિલ બાગ બાગ થઇ ગયું હતું. પછી બ્રેક પડ્યો. ક્લાસમાં હું અને છીછોરો મિત્ર અને થોડીક છોકરીઓ હની. આગળની બેંચમાં બેસીને મેગેઝીન વાંચતા હતા અને જેણે જેણે રચનાઓ આપી હતી એની ઓળખાણ કરી રહ્યા હતા. અરે આ તો અખિલ છે 12 B1નો.. પાકું ચોરી કરીને જ આપી હશે.. હવે આ કમીનો સંજીવ ક્યારથી લેખ લખવા લાગ્યો એ પણ ગરીબો પર.. અમીર બાપની બિગડી ઔલાદ… બધાને નિશાનામાં લેવાતા હતા ત્યાં સુમન ક્લાસમાં આવી. અમે બંધ થઇ ગયા. બેંચ ઉપર બેસતા જ કહ્યું સારું લખ્સ પંકજ ખુબ જ સારું. મેં એને થેન્ક્સ કહ્યું. મારા દિલના તાર વાગવા લાગ્યા.

દિલે કહ્યું બેટા જોઇને હો લપેટ. ત્યારે જ એક છોકરીએ કહી દીધું પંકજ શાયરી પણ ખુબ જ સરસ કરે છે. સુમને કહ્યું, “એવું છે”. છોકરી- અરે ખબર નથી શું તને સૌથી વધારે તો તારા પર જ કરે છે. આ સાંભળીને સુમન ચુપ થઇ ગઈ… મારું મોઢું શરમથી લાલ થઇ ગયું. કદાચ સુમનને થોડું થોડું સમજવા લાગી હતી, એ હજીપણ ચુપ હતી. મેં પરિસ્થિતિ સંભાળતા કહ્યું – અરે સુમન એ બહુ ખોટું બોલે છે એની વાતો પર ધ્યાન ન આપતી… આમ તો તારી કવિતા લાજવાબ હતી. એને મને ધન્યવાદ આપતા કહ્યું તમારી વધારે સારી હતી. મેં કહ્યું – અચ્છા સાચે જ? મને તો નથી લાગતું. એને પણ મારી વાત કહી દીધી – અચ્છા ? મને પણ નથી લાગતું. અમે બંને થોડીવાર ચુપ રહ્યા પછી એકસાથે ખીલખીલાટ હસવા લાગ્યા. મારી હસી તો એમ પણ શિયાળ જેવી… પરંતુ એની હસી તો એવી સુરીલી અને દિલમાં ઘંટી વગાડનારી હતી કે વગર વાદળે વરસાદ અને વગર ઘટાએ મોર નાચવા લાગે.

“ભાગ – 3 થોડા જ સમયમાં”

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment