“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ – 3

91

ભાગ – 1 વાંચવા અહી ક્લિક કરો.

ભાગ – 2 વાંચવા અહી ક્લિક કરો.

આમ જ અમે ૧૦ મિનીટ સુધી વાતો કરતા રહ્યા. જયારે સ્કુલમાં રજા પડી તો બસની પાસે સાઈકલ કાઢીને ઉભો રહ્યો એણે જોવા માટે. એ આવી બસમાં બેઠી અને ચાલી ગઈ. આજે મારું દિલ ઉછળી ઉછળીને ધડકી રહ્યું હતું. ગરમ તડકો પણ બરફ જેવી ઠંડીનો અનુભવ કરવી રહી હતી. આજે ખબર નહિ કઈ આતરિક શક્તિ સાઈકલ ચલાવી રહી હતી. શું ઢાંર અને શું ચઢાઈ કાઈ જ ખબર ન હતી. કુમાર શાનુનું એ ગીત “પહલા એ પહલા પ્યાર તેરા મેરા સોની” ને મારી અંતરાત્મા બિલકુલ સ્પસ્ટ સાંભળી રહી હતી. ઘરે પહોચ્યો હાથ – પગ ધોયને જમી લીધું. લવ સોન્ગ્સની એક મોટી પ્લેલીસ્ટ બનાવીને સાંભળતો રહ્યો.

એની સાથે હવે સ્કુલમાં રોજ વાત થતી. એને ક્યારેક ક્યારેક પોતાની કવિતાઓ સંભળાવતો અને ક્યારેક એ. બોર્ડ એક્ઝામને ૧ મહિનો બાકી રહ્યો હતો, સ્કુલ બંધ થવાની હતી. કદાચ હવે અમારી મુલાકાત ૨ મહિના પછી થવાની હતી. ઘરે જતા સમયે અમે બંને મળ્યા… મેં આવનાર એક્ઝામ માટે એને બેસ્ટ ઓફ લક કહ્યું… એણે પણ મને કહ્યું… અને એમ પણ… મગજ ખાલી ભણવા પર જ લગવાજે… થોડા દિવસ કવિતા શાયરી બંધ કરી દો. એ હસી, બાય કહ્યું અને બસમાં બેસી ગઈ… હું બાજુમાં ઉભો હતો એ બારીમાંથી મને જોઈ રહી હતી… કદાચ એને અનુભવ થઇ ગયો હતો કે હું એને પ્રેમ કરું છું. આજે હું ખુબજ ઉદાસ હતો અને… કદાચ એ પણ. એ ચાલી ગઈ અને હું એને એક નજરે જોતો રહ્યો.

મારી આંખોમાં આંસુ હતા… ત્યાં છીછોરો આવ્યો અને મસ્તી કરવા લાગ્યો. પછી હું એ વિચારીને ખુશ થઇ ગયો કે એક્ઝામ પુરા થયા પછી એક દિવસ બધાને સ્કુલે આવવાનું હતું. એ દિવસે અમને સારા રીઝલ્ટની શુભેચ્છાઓ અને ભવિષ્ય માટે સુચના દેવા માટે બોલાવવામાં આવ્યા હતા. બુકો અને એની યાદોની કસ્મકસ વચ્ચે એક્ઝામ પુરા થયા. બધા પેપર ખુબ જ સારા ગયા હતા, હું ખુબજ ખુશ હતો. સપ્તાહ પછી સ્કુલે જવાનું હતું. ખુબજ બેચૈન હતો, ઊંઘ ગાયબ હતી, ભૂખ પણ ખુબજ ઓછી લાગતી હતી. મગજ કલ્પનાઓના દરિયામાં ડૂબકી લગાવી રહ્યું હતું. સુમન આવશે એ દિવસે .. શું સાડીમાં આવશે કે બીજા કોઈ કપડામાં ?

છેવટે તે દીવસ આવી જ ગયો રાત્રે જેમ તેમ ૨ વાગ્યે સુતો હતો અને સવારે ૪ વાગ્યે જ ઉઠી ગયો. ૭ વાગ્યાનો ટાઈમ હતો. જડપથી નાઈ-ધોઈને સુકો એવો નાસ્તો કર્યો. આજે જીન્સ અને ચેકસ શર્ટમાં સ્કુલે જવાનો હતો. કાયદેસર duoલગાડીને આજે પોતાની બાઈકCD Deluxe ઉપાડી અને ૬ વાગ્યે જ ઘરેથી નીકળી ગયો. કેમ કે આજે બધા મિત્રો સાથે વિદાય લેવાની હતી તો એમ પણ મન ભાવુક હતું. ૧૦ મિનીટમાં સ્કુલે પહોચી ગયો. છીછોરાં ત્યાં જ ઉભો હતો. બાઈક પરથી ઉતરીને એણે ગળે મળ્યો. એક્ઝામ વિશે હાલ ચલ પૂછ્યા. એને પેટમાં મારતા કહ્યું – શું વાત છે બહુ તૈયાર થઈને આવ્યો છે.. મેં એને એક ધુસ્તો માર્યો એ ચુપ થઇ ગયો.

ઘણા મિત્રો સાથે મુલાકાત થઇ. બસને આવવાનો ટાઈમ થઇ રહ્યો હતો. દિલની ધડકનો વધી રહી હતી. ક્યારેક ક્યારેક તો એ વિચારીને બીક લાગી જાય છે કે આવશે કે નહિ. ત્યાં માથા પર એક મારીને કીધું એવું નહિ થાય એ જરૂર આવશે. હું બાલ્કનીમાં ચાલ્યો ગયો એને એ જ જુના અંદાજમાં જોવા માટે જેમ એને પહેલીવાર જોઈ હતી. બિલકુલ એ જ જગ્યાએ ઉભો હતો. હજી એ જ કન્ફ્યૂજનમાં હતો કે એ શું પહેરીને આવશે.. બાકીની છોકરીઓ ખુબ જ તૈયાર થઈને આવી હતી. ત્યાં સુધીમાં થોડેક દુર બસ દેખાઈ… હા એ ૫ નંબરની બસ હતી. મારી ખુશીનો ઠેકાણું જ ન રહ્યું. બસ ઉભી રહી 12th ના સ્ટુડન્ટ હતા. હું સતત જોતો હતો કે એ ક્યારે નીકળે અને એ નીકળી.

એ જ સ્કુલની ડ્રેસ પહેરેલ આંખોમાં એજ ચમક એજ ચહેરો એજ શાલીનતા.. અરે એને બીજા શું સાજ સજાવતની જરૂર હોય. એવું લાગી રહ્યું હતું માનો ૨ વર્ષ પહેલાની ઘટના રીપીટ થઇ રહી હોય. એ જ હવાના લહેરોને આંખ બંધ કરીને અનુભવતો હતો. એની નજર ઉપર ઉઠી એણે મને જોયો ને મેં એને. હું ઉપરથી જ બોલ્યો.. હાય સુમન કેમ છે? એણે કહ્યું પહેલા નીચે તો આવ પંકી એ બહુ ખુશ દેખાતી હતી. હું દોડ્યો નીચે ગયો બિલકુલ એની સામે આવી ગયો મન તો થયું બાહોમાં ભરીને ગળે લગાડી લવ. દિલ જોર જોરથી ધડકતું હતું. એણે પૂછ્યું એક્ઝામ કેવી ગઈ… મેં કહ્યું “એકદમ ખરાબ” એણે ખંભા પર મારતા કહ્યું “ચાલ ઝૂઠા… તારું અને ખરાબ”. સુમને કહ્યું – બહુ સ્માર્ટ લાગી રહ્યો છે .. મેં પણ કહી દીધું – તું પણ સુંદર લાગી રહી છો… હંમેશાની જેમ.. અને અમે એક સાથે હસી પડ્યા.

સ્કુલનો કાર્યક્રમ પૂરો થયા બાદ કહેવામાં આવ્યું કે એક કલાક પછી સ્કુલમાં રજા કરી દેવામાં આવશે જેને મળવું હોય એ મળી લેજો. આજે કદાચ છેલ્લો દિવસ હતો… પછી ખબર નહિ ક્યારે મુલાકાત થાય .. એજ વિચારતા અમે બંન્ને સામ-સામે બેઠા હતા… આજે નિર્ણય કરીને જ આવ્યો હતો કે એને પોતાના દિલની વાત કહી જ દઈશ પરંતુ સમય વીતી રહ્યો હતો હું બોલી ન શકતો હતો. એની હાલત પણ મારા જેવી જ હતી. કદાચ એ પણ મને કાઈક કહેવા માંગતી હતી … કદાચ એજ જે હું એને કહેવા માંગતો હતો. સ્કુલના વીતેલા સમયને યાદ કરવામાં આવી રહ્યો હતો. આંખોથી આંખો મળેલી હતી… અમને એકબીજાના દિલની વાત ખબર જ હતી બસ ખાલી મોઢેથી કહેવાનું હતું જે હવે બહુ જ કઠીન પ્રતીત થઇ રહ્યું હતું. વાત કરતા કરતા અમારી આંખોમાં આંસુઓ હતા.

ત્યાં અનાઉસ કરવામાં આવ્યું જેણે બસમાં જવાનું છે એ જલ્દીથી બસમાં બેસી જાય. આ સાંભળતા જ લાગ્યું કે મારું દિલ બહાર નીકળી જશે. પગ ધ્રુજી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે દિલની વાત દિલમાં જ રહી જશે. મેં એને કહ્યું જવા દેને બસ હું તને મારી બાઈકથી ઘર સુધી છોડી દઈશ. એણે કહ્યું મને કઈ વાંધો નથી પણ કોઈક બીજું જોશે તો શું વિચારશે. ખબર નહિ કેમ હું એની વાતને ના નો પડી શક્યો. બસમાં બેસવા માટે ફરી એકવાર અનાઉસ કરવામાં આવ્યું. હવે મારે જવું પડશે આમ કહેતા એ ઉભી થઇ ગઈ.. એની આંખો ભીની હતી.. હું મનમાંને મનમાં રોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે કાશ અત્યારે મારા હાથેથી એના આંસુઓ લુછી દઉં અને બાહોમાં ભરી લવ. એ જવા લાગી… હું જેમ હરેસમેંટનો શિકાર થઇ રહ્યો હતો.. ધડકનો ઉભી જ રહી ગઈ હતી. એ સ્કુલના ગેટ પર પહોચી ગઈ હતી.. મારાથી હવે રહેવાતું ન હતું… મેં અવાજ કર્યો – “સુમન ઉભી રે”

“ભાગ – 4 થોડા જ સમયમાં”

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment