“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ – 4

111

ભાગ – 1 વાંચવા અહી ક્લિક કરો.

ભાગ – 2 વાંચવા અહી ક્લિક કરો.

ભાગ – 3 વાંચવા અહી ક્લિક કરો.

આ સંભાળતા જ સુમને પોતાના પગ પાછળ વળ્યા. હું જડપથી જેમ તેમ એની પાસે ગયો. હવે નિર્ણય કરી લીધો હતો. આ વખતે બોલીને જ રહીશ. એ ગેટ પાસે હતી તો હું ત્યાં પહોચ્યો.. નજીક.. બિલકુલ નજીક. આખું શરીર ધ્રુજતું હતું. મેં એક જ ઝટકામાં કહી દીધું – “હું તને ખુબ જ પ્રેમ કરું છું”. મારી નજરો ઝુકેલી હતી એના જવાબની રાહ હતી. છેવટે એનો જવાબ આવ્યો – “હું પણ”.

અમે એકદમ શાંત હતા. મેં નજરો સાથે નજરો મેળવી અને કહ્યું આખું બોલને.. એણે કહ્યું ..”હું પણ તને ખુબ જ પ્રેમ કરું છું”. આ સંભાળતા જ મને એવું લાગ્યું જાણે હું હવામાં ઉડી રહ્યો છું. લાગી રહ્યું હતું કે દિલ પરથી મોટો ભાર ઉતરી ગયો હોય. મન તો થતું હતું કે પકડીને ગળે લગાડી લઉં પરંતુ ઘણા બધા છોકરા આવ-જાવ કરતા હતા એટલા માટે એવું ન કરી શક્યો. અમે બંને ખુશ હતા. એ બસમાં બેસવા માટે જવા લાગી. આંખોના આંસુઓ લૂછતાં.. શું આ મિલન હતું બે દિલોનું ?? કેવું દિલોનું મિલન.. જયારે એકબીજાને મળવાની સંભવાના ધૂંધળી હોય. પરંતુ અમે સંતુષ્ઠ હતા.

એ બસમાંથી બેસી બારીમાંથી જોઈ રહી હતી. હું ચુપચાપ ઉભો એને જોઈ રહ્યો હતો. બસ ચાલુ થતા જ આંખોમાં આંસુઓ આવી ગયા. બસ ચાલવા લાગી… બસ… હવે બધું શાંત હતું. થોડીવાર એમ જ બાઈક પર બેઠો રહ્યો. છીછોરો આવ્યો મેં એને કઈ કહ્યા વિના જ ગળે લગાડી લીધો.. એ સમજી ગયો ભાઈની કહાની બની ગઈ…!

એણે કહ્યું પાર્ટી ક્યારે આપીશ… મેં કહ્યું લઇ લે જેને. એણે કહ્યું ફોન નંબર લીધા કે એડ્રેસ ? આ સાંભળીને પાછો હું સુન્ન પડી ગયો. એના જવા સમયે તો બસ એને જોતો જ રહ્યો આ બધી વસ્તુઓનું તો ધ્યાન જ ન રહ્યું અને કદાચ એની સાથે પણ આવું જ કંઇક થયું હતું. આ બધાની વચ્ચે પછી એક ઉમ્મીદની કિરણ દેખાણી.. રીઝલ્ટ.. હા એ પોતાનું રીઝલ્ટ લેવા જરૂર આવશે. છીછોરાએ કહ્યું મુર્ખ આશિક એ દિવસે પાકું માંગી લેજે.

રીઝલ્ટ મળવાના એક દિવસ પહેલા કશ્મકશ ચાલુ હતી.. કે એ રીઝલ્ટ લેવા આવશે ? પરંતુ આ વખતે દિલ પણ આ વાત દિલથી નહતું કહેતું. રીઝલ્ટ લેવા મોડો પહોચ્યો. છીછોરા સાથે મુલાકાત થઇ.. એ બોલ્યો હું પણ હમણા જ આવ્યો. સુમન ક્યાય પણ નહતી દેખાતી. રીઝલ્ટ લેતી વખતે સરે સાબાશી આપતા કહ્યું બહુ સારા નંબર છે તારે સારી રીતે ભણજે આગળ. મારે ૮૯% હતા. લીધા પછી સહી કરતો હતો રજીસ્ટરમાં જોયું તો સુમનના ખાનામાં ટીક કરેલ હતું અને કોઈકે સહી કરેલ હતી. એક પળ માટે તો લાગ્યું દિલ ધડકવાનું બંધ થઇ ગયું હોય.

સરને પૂછ્યું સુમન આવી હતી રીઝલ્ટ લેવા ? એમણે કહ્યું નહિ.. એમના નાનાજી આવ્યા હતા.

નાનાજી ? સરે કહ્યું – હા એ પોતાના નાનાજીને ત્યાં રહેતી હતી. એનું ઘર દિલ્હીમાં છે. હવે એ ઘરે ચાલી ગઈ છે. એની એક બહેનપણીને પૂછ્યું – એણે કહ્યું એની પાસે ફોન નહતો એટલા માટે કોઈની પાસે એનો નંબર અથવા એડ્રેસ નથી. દિલથી કરેલો પ્રેમ.. આજે ઝાંખો થતો દેખાતો હતો. હવે બધું સામાન્ય હતું કે અસામાન્ય.. કાઈ સમજાતું નહતું. એને બીજીવાર મળવાની બધી સંભાવનાઓ પૂરી થતી દેખાતી હતી. બેચેનીએ ઘેરી લીધો હતો. એવું લાગી રહ્યું હતું કે મને ઓક્સિજનની ઉણપ થઇ રહી હોય વ્યવસ્થિત શ્વાસ પણ લઇ શકતો નહતો. બધું બરબાદ થતું દેખાતું હતું. છીછોરો આવ્યો.. મારા ખંભા પર હાથ મારીને કંઈ પણ કીધા વગર ચુપચાપ ઘરે ચાલ્યો ગયો. હું પણ ઘરે આવી ગયો હતો.

મગજમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થતા હતા. ક્યાંક સુમનનો પ્રેમ ખોટો તો નહતો અથવા પછી એ માત્ર મજાક તો નહતો ? પરંતુ દિલ આ વાતની ક્યારેય શાક્ષી આપી શકે નહિ. એ ખુશી ખોટી નહતી. એ હસવું ખોટું નહતું. એ આંસુઓ ખોટા નહતા. પછી એ પ્રેમનો એકરાર કેમ ખોટો હોઈ શકે. આજે એ ઘટનાને ત્રણ વર્ષ પુરા થઇ ચુક્યા છે.

ત્યારથી હજુસુધી ક્યારેય મુલાકાત નથી થઇ.. ક્યારેક ક્યારેક સપનામાં દેખાય છે. આજે પણ ક્યારેક ફેસબુકમાં સુમન નામની રીક્વેસ્ટ આવી જાય છે તો દિલ દ્રવી ઉઠે છે. ગાંડાની જેમ પ્રોફાઈલ ચેક કરવા લાગુ છું.. પરંતુ આ મારી સુમન નથી હોતી.. કદાચ બીજા કોઈની.

આજે પણ મારા સ્કુલના નવા સત્રની શરૂઆત થાય છે એટલે શૂન્ય સંભાવના હોવા છતાં એકવાર જરૂર જાવ છું ખાલી તેની યાદોને જીવિત રાખવા માટે.. એ જ બાલ્કનીમાં ઉભો રહીને થોડીવાર આમ-તેમ જોવ છું.

એની નિશાનીના નામ પર એ એક જ મેગેઝીનમાં છપાયેલ એની એક ધૂંધળી ફોટો અને કવિતા છે. એની ધૂંધળી ફોટો જોઇને બીક લાગે છે ક્યાંક યાદોમાં પણ એની ફોટો ધૂંધળી ન થઇ જાય.

બડી શિદ્દત સે મોહબ્બત કી થી જિસસે,
દિલ અભી ભી દિલ સે કહતા હે આયેગી વો એક દિન.

“તમને આ વાર્તા કેવી લાગી ? કોમેન્ટમાં જરૂર જાણવાજો”

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment