મોજમસ્તી માટે રૂપિયાની લુંટફાટમા મહિલાની કરવામાં આવી હતી હત્યા, મિત્રો સાથે છોકરી પણ પકડાઈ…

14

દિલી પોલીસની ક્રાઈમ બ્રાંચએ એક છોકરી અને તેના બે મિત્રોને એક મહિલાની હત્યા અને લુંટફાટ કરવાના ગુનામાં ધરપકડ કરી. પોલીસ મુજબ તે લોકોએ ગુનાનો રસ્તો માત્ર મોજમસ્તી માટે રૂપિયા જુટવી લેવા અપનાવ્યો હતો.

હકીકતમાં, ૮ એપ્રિલે રોહિણી સેક્ટર-૧૬ માંથી એક છોકરીએ પોલીસને ફોન કરીને જણાવ્યું કે તેની માં ની હત્યા કરવામાં આવી છે. ગુનેગાર માં ના ઘરેણા સિવાય ઘરમાં પણ લુંટફાટ કરી છે. પોલીસની ટીમ જયારે ઘટના સ્થળ પર પહોચી ત્યારે છોકરીએ જણાવ્યું કે તેના ઘરમાં માં દિવસે ઘરે એકલી રહેતી હતી. છોકરીના લગ્ન થઇ ચુક્યા હતા અને તે નજીકમાં જ રહેતી હતી. દિવસે તેના પિતા કામ પર જતા હતા. ૮ એપ્રિલે દિવસના સમયે છોકરી ઘરે આવી તો તેને જોયું કે ઘરનો દરવાજો ખુલેલો છે, તે અંદર ગઈ તો તેને જોયું કે તેની માં નો મૃતદેહ પડ્યો હતો, અને ગળામાં લાલ રંગનો દુપટ્ટો લપેટેલો હતો અને ઘરનો બધો સામાન વિખાયેલો હતો.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે રૂબી નામની છોકરી ઘણીવાર મૃતકના ઘરે આવતી હતી. ઘટના બની એ દિવસે પણ રૂબીને લોકોએ વિસ્તારમાં જોય હતી. જેના પછી પોલીસે રૂબીને પકડીને પૂછપરછ કરી તો બધી હકીકત સામે આવી. રૂબીએ પોલીસને જણાવ્યું કે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે રૂપિયાની જરૂર હતી. તેણે પોતાના મિત્ર સુમિત પાસેથીં રૂપિયા માંગ્યા, પરંતુ જયારે સુમિતે કહ્યું કે તેની પાસે રૂપિયા નથી તો રૂબીને તેની સાથે મળીને લુટની યોજના બનાવી. તેણે સુમિતને જણાવ્યું કે તે એક મહિલા ગીતાને ઓળખે છે. ગીતાએ અજી હાલમાં જ પોતાની દીકરીના લગ્ન ધૂમધામથી કર્યા હતા. રૂબીએ એ પણ જણાવ્યું કે દિવસમાં મહિલા એકલી રહે છે.

૮ એપ્રિલે સૌથી પહેલા રૂબી ઘરે પહોચી અને તેણે દરવાજો ખોલી નાખ્યો. જેના પછી સુમિતે અને તેના મિત્ર વિકાસે ઘરની અંદર પ્રવેશ કર્યો. લુંટફાટ દરમિયાન તેઓએ મહિલાની હત્યા કરી નાખી અને બધા રૂપિયા અને ઘરેણા લઈને ભાગી ગયા. રૂબી પાસેથી મળેલી માહિતી મુજબ વિકાસને પણ પકડી લેવામાં આવ્યો. પોલીસે તેમની પાસેથી લુંટેલા ઘરેણા પણ પ્રાપ્ત કર્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment