“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…

139

સામાન્ય રીતે ફ્લાઈતને પાછી આવવાની અનુમતિ ત્યારે જ મળે છે જયારે કોઈ ઈમરજન્સી જેવી સ્થિતિ હોય. પણ સાઉદી અરબમાં એક પાયલટે ત્યારે ફ્લાઈટને પછી લીધી જયારે તેને ખબર પડી કે મહિલા પેસેન્જરે પોતાનો બાળક એયરપોર્ટ પર જ છોડી દીધો છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ફ્લાઈટ sv832 જેહાદ થી કુઆલાલમ્પુર માટે ઉડાન ભરી ચુકી હતી. ત્યારે સાઉદી અરબની રહેવાવાળી મહિલાએ જણાવ્યું કે તેનો બાળક એરપોર્ટ પર જ રહી ગયો છે. પાયલટે એયર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરી.

ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એટીસી સ્ટાફ પોતાના સાથીને એ પૂછી રહ્યા છે કે આવી સ્થિતિ માટે શું નિયમ છે? ત્યાર બાદ તે પાયલટને સમસ્યાનું સમાધાન કરવાનું કહે છે. પાયલટ જણાવે છે કે મહિલા બાળકને કિંગ અબ્દુલ અજીજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂલી ગઈ છે અને યાત્રા શરુ રાખવા માટે મનાઈ કરી દીધી છે.

ત્યાર બાદ એટીસી ફ્લાઈટને પાછી લેન્ડ કરવાની અનુમતિ આપી દે છે. સોશ્યલ મીડિયા પર માનવતાના આધાર પર નિર્ણય લેવા માટે પય્લાતના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. ઘણા લોકો માં ને બાળક ભૂલી જવા માટે આલોચના પણ કરી રહ્યા છે.

પરંતુ, એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે ફ્લાઈટ શરુ થયા બાદ કેટલા સમયમાં મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો. વીતેલા વર્ષ જર્મનીમાં પણ આવો મામલો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે એક કપલ પોતાની દીકરીને ત્યાં ભૂલીને ચાલ્યા ગયા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment