માછલી પકડવા માટે ગયેલા છોકરાની બોટ સુમુદ્ર વચ્ચે બગડી, જાણો કઈ રીતે તે 49 દિવસ રહયો જીવતો…

27

એંક તૂટેલી બોટ અને અજાણ્યા સમુદ્રની વચ્ચો-વચ્ચ 49 દિવસ રહેવું, એ પણ ભોજન અને પાણી વગર. શું આ તમેન “લાઈફ ઓફ પાઈ” કે પછી આવા કોઈ ફિલ્મની સ્ટોરી જેવું નથી લાગતું.?આ કોઈ ફિલ્મની સ્ટોરી નહિ પરંતુ સત્ય ઘટના છે.18 વર્ષનો આલ્દી નોવેલ આદીલાંગ જુલાઈ મહિનામાં ઈન્ડોનેસીયાના દરિયા કિનારેથી લગભગ 125 કિલોમીટર દુર “ફિશિંગ હટ” એટલે કે માછલી પકડવાની જુપડી વાળી બોટમાં હતો.આજ વખતે જોરથી હવાઓ ચાલવા લાગીને બોટનું લંગર તૂટી ગયું.

આના લીધે આલ્દીની ફિશિંગ હટ બેકાબુ થઈને હજારો કિલોમીટર દુર ગુઆમ જઈને ઉભી રહી.હાલાત એવા હતાકે આલ્દીનો જીવ બચવો ઘણો મુસ્કિલ હતો પરંતુ પાનામાંથી આવતા એક જહાજે તેને 49 દિવસ પછી બચાવી લીધો. ઈન્ડોનેસીયાના સુલાવેસી દીપ-સમૂહના રહેવાસી આલ્દી એક “રોમ્પાંગ” ઉપર કામ કારે છે.રોમ્પાંગ એં એક માછલી પકડવાની બોટ હોય છે જે પેડલ કે ઈન્જીન વગર સમુદ્રમાં ચાલે છે.માછલી પકડવા માટે બનવેલી આ બોટને દોરડાઓની મદદથી ચાલાવામાં આવે છે.

14 જુલાઈના જયારે જડપથી ચાલેલી હવાના લીધે આલ્દીની બોટ બેકાબુ થઇ, ત્યારે આલ્દી પાસે બહુજ ઓછુ ખાવાનું અને પાણી હતું.પરંતુ આવી પરિસ્થિતિમાં પણ આલ્દીએ બહુ સમજદારી અને સુજ-બુજથી કામ લીધું હતું.આલ્દીએં માછલીઓ પકડીને બોટમાં બનેલા લાકડીયોના બાળાની લાકડીઓથી માછલી પકાવીને ખાધી હતી.પરંતુ હજુ એ નથી ખબર પડી કે આલ્દીએં પીવાના પાણીનો ઇન્તજામ ક્યાંથી કરીઓ હતો.જાપાનમાં આવેલા ઈન્ડોનેસીયાના રાજ્નાયક્ ફજર ફિરદોસએં “ધ જાકાર્તા પોસ્ટ”માં આપેલા ઇન્ટરવયું મુજબ 49 દિવસ આલ્દી બહુ ડરેલા રહયા હતા.

ફજર ફિરદોસના કહીય પ્રમાણે “ આલ્દીને જયારે પણ કોઈ મોટું જહાજ દેખાતું ,એમના મનમાં એંક ઉમીદ જાગતી હતી 10થી વધુ જહાજ તેની બાજુ માંથી નીકડિયા પરંતુ ન તો કોઇએ તેની સામેં જોયું ન તો કોઈએ જહાજ રોકયું ”આલ્દીની માંતાએં સમાચાર એજન્સી AFPને કહયું કે “ આલ્દીના બોસે મારા પતિને કહયું કે આલ્દી સમુદ્ર વચ્ચે લાપતા થઈ ગયો છે, આના પછી અમે બધું ભગવાન પર છોડી દીધું અને આલ્દીની સલામતી માટે પ્રાથના કરવા લાગીયા.”

31 ઓગસ્ટના આલ્દીએં તેની બાજુમાંથી પાનામાંનું એક મોટું જહાજ જોયું અને આલ્દિએ જહાજને આપાત્કાલીન રેડીયોના સિગ્નલ મોક્લીયા.આ પછી જહાજના કેપ્ટને ગુઆમના કોસ્ટગાર્ડ સાથે સંપર્ક કરિઓ. કોસ્ટગાર્ડે જહાજના કરું મેમ્બરને કહીયુ કે તે આલ્દિને પોતાના વતન જાપાન લહી જાય.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment