મગરના પેટમાંથી મળી આવ્યા અવશેષો, જે જોતાં જ લોકોના મોઢામાંથી નીકળી ચીસ…

67

એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. ગયા મહિને ઇન્ડોનેશિયામાં એક ૨૦ ફૂટ મગર પકડવામાં આવ્યો જેના પેટને ફાડીને જોવામાં આવ્યું તો એમાં એવી ભયંક વસ્તુ સામે આવી જેને જોઇને બધાનો જીવ ગળામાં અટકી ગયો. હવે તમે વિચારી રહ્યા હશો કે ખરેખર લોકોને મગર પકડીને એનું પેટ ફાડીને જોવાનું કેમ સુઝ્યું…?

તો તમને જણાવા માંગશું કે થોડાક દિવસો પહેલા લોકોને એક માણસની લાશ પાણીમાં તરતી મળી હતી જેના શરીરના અમુક અંગ ગાયબ હતા. એટલે લોકોને શંકા થઇ કે પાણીમાં જરૂર કોઈ મગર હશે. પરંતુ જ્યારે મગર પકડવા માટે અભિયાન શરુ કરવામાં આવ્યું તો એમને એ ખબર ન હતી કે એમના હાથે ભયાનક વસ્તુ હાથે લાગવાની છે.

જી હા, આ ઘટના ઇન્ડોનેશિયાના બોર્નિયો નામક સ્થળની છે, જ્યાં પહેલા પાણીમાં તરતી એક માણસની લાશ મળી. એના પછી અહિયાથી એક ૨૦ ફૂટ લાંબો મગર પકડવામાં આવ્યો. એને જોઇને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો નહતો. જ્યારે આ ૨૦ ફૂટ મગરના પેટને ફાડીને જોવામાં આવ્યું તો એમાં માણસના હાથ અને પગ મળ્યા. આને જોઇને લોકો દંગ રહી ગયા.

પછી ઇન્ડોનેશિયન પોલીસએ કહ્યું કે આ અંગ એ જ માણસના હોય શકે છે. નોંધપાત્ર છે કે બોર્નિયોમાં ૩૬ વર્ષીય એન્ડી એરાંગ બે દિવસ પહેલા ક્લૈમ્સ પકડવા માટે ઘરેથી નીકળ્યા હતા. ઘણા કલાકો પછી પણ એ ઘરે ન આવ્યો તો પોલીસએ એની તપાસ શરૂ કરી. પોલીસને એન્ડીની લાશ કાલીમંથનમાં નદીમાં તરતી મળી. સૌથી આશ્ચર્યની વાત હતી કે એમના શરીરમાંથી એક હાથ અને એક પગ ગાયબ હતો. પોલીસને શંકા થઇ કે એ કોઈ મગરના શિકાર થયા છે. જે વિસ્તારમાં એન્ડી ક્લૈમ્સ પકડવા ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં મગર રહે છે.

પોલીસ અધિકારીઓએ બાજુમાં જ એક મગર પકડીને જ્યારે એનું પેટ ચીર્યું તો એ પોતે પણ દંગ રહી ગયા. મગરના પેટમાંથી એક હાથ અને એક પગ નીકળ્યો જે એન્ડીનો હોય શકે છે. પોલીસના ચીફ રિસ્તિવાનએ કહ્યું, ‘મગરના પેટમાંથી એક હાથ અને એક પગ મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે એ ખોવાયેલ માણસના છે.’ એન્ડી એસો એરાંગની પત્નીએ કહ્યું, ‘ખાવાનું લેવા નીકળ્યા હતા, કોણે ખબર હતી કે આ પરિણામ થશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment