સોનાનો અદ્ભુત શોખીન, સોના પાછળ ગાંડો છે આ વ્યક્તિ તમે જાણો છો આના વિષે??

36

દુનિયાની કોઈ પણ વ્યક્તિ પછી તે ગરીબ હોય કે ધનવાન તેને પ્રિય કોઈ વસ્તુ હોય તો તે સોનું છે. સોનાનો શોખ કોઈને ન હોય તેવું ન બને અમીર-ગરીબ પોતાની શક્તિ પ્રમાણે પોતાની પાસે સોનું સંગ્રહતા હશે. પણ કેટલાક લોકો તો સોનાના એવા શોખીન હોય છે કે પુછવું જ નહીં. તેનું તાજેતાજુ અને જગજાહેર ઉદાહરણ છે બોલિવૂડ મ્યુઝિશિયન બપ્પી લહેરી. તે જ્યારે ક્યારેય પણ જાહેરમાં જોવા મળે છે ત્યારે હાથમાં મોટી મોટી વિંટીઓ ગળામાં સાંકળ જેવી ચેઈનો અને હાથમાં સોનાની લક્કીઓ પહેરેલાં જ જવા મળે છે. જોકે આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરી રહ્યા છે જેને મળીને તો ખુદ બપ્પી લહેરીની આંખો પણ પહોળી થઈ જશે.મહારાષ્ટ્રનો આ યુવાન સોનાનો એવો શોખીન છે કે ભલભલાને પાછા પાડી દે. આ યુવાન પાસે સોનાના બૂટ, સોનાની કાર, મોબાઈલ અને બીજી ઘણી બધી વસ્તુઓ સોનાની છે. મહારાષ્ટ્રમાં રહેનાર સની વાઘચૌરે ગોલ્ડનો ભારે શોખીન છે. સની તાજેતરમાં જ બોલીવૂડની લોકપ્રિય હસ્તીઓ સાથે જોવા મળ્યો હતો. બોલીવૂડ એક્ટર વિવેક ઓબેરોય તેનો ખાસ મિત્ર છે. બન્ને ખાસ મિત્રો હોવાથી વિવેક જ્યાં જાય ત્યાં તેની સાથે સની પણ જોવા મળે છે. વિવેક ઓબેરોય જ્યારે પોતાની મૂવિના પ્રમોશન માટે કપિલ શર્માના શો પર આવ્યો ત્યારે કપિલ પણ તેને જોઈને ચોંકી ગયો હતો. શોમાં આવેલા સનીએ ગોલ્ડ શૂઝ અને ઢગલાબંધ સોનાના ઓર્નામેન્ટ્સ પહેર્યા હતા. આ ઉપરાંત તે સલમાન ખાન સાથે પણ જોવા મળ્યો હતો.સની બાળપણથી જ સોનાનો શોખીન છે. સની હંમેશા સોનાના ઘરેણાથી લદાયેલો જોવા મળે છે, તે ગળામાં લાંબી જાડી ચેનો, હાથમાં જાડી લકી, જાડી વીંટીઓ તેમજ કાંડામાં ઘડિયાળો પહેરેલો જોવા મળે છે. આટલું જ નહીં પણ તેની ઔડી કાર પણ સોનાની છે. તેના જુતા તેમજ આઈફોન પણ ગોલ્ડ પ્લેટેડ છે.સોનું એ ખુબ જ કિંમતી ધાતુ હોવાથી સનીને હંમેશા એ ભય રહે છે કે ક્યાંક તેની સાથે કંઈક ખોટું ન થઈ જાય. આજકાલ સાવ સામાન્ય ચેઈન પહેરેલી હોય છે તો પણ લોકો સુરક્ષિત નથી હોતા. આ કારણસર સની પોતાની સાથે 2 બોડીગાર્ડ પણ રાખે છે. તેના ફોટો ગ્રાફ સોશિયલ મિડિયા પર ખુબ પસંદ કરવામાં આવ્યા છે. લોકોને ખ્યાલ નથી આવતો કે તેની પાસે આટલા સોના માટે રૂપિયા ક્યાંથી આવે છે. કપિલ શર્માના શોમાં તે પોતાના એક મિત્રને પણ લઈને આવ્યો હતો તેણે પણ ખુબ સોનું પહેર્યું હતું.

સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment