મહિલાએ કયારેય પણ નહીં વિચાર્યું હોય કે, ફ્લાઈટમાં એની સાથે થશે કઈક આવું

31

એમ તો દરેકનું સપનું હોય છે કે તે કોઈ પ્લેનમાં એકલું ફરી શકે પરંતુ અમુક જ લોકોનું આ સપનું પૂરું થતું હોય છે. હકીકતમાં આખા પ્લેનમાં એકલું ફરવું ઘણું મોંઘુ સાબિત થાય છે અને દરેક માણસ એટલા પૈસા ખર્ચ નથી કરી શકતો, પરંતુ શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે જો તમે ઈકોનોમી ક્લાસની ટીકીટ લો અને તમને કોઈ ચાર્ટડ પ્લેન જેવો અનુભવ થઇ જાય તો. આ વાત સાંભળવામાં તો સારી લાગે છે પરંતુ લગભગ જ આજ સુધીમાં કોઈ સાથે પણ નહિ થયું હોય પરંતુ હવે અમે તમને એક એવો જ મામલા વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં એક મહિલા સાથે એવું જ કઈક બન્યું છે.

તમને જણાવી દઈએ કે લોઈસા એરિસ્પે નામની એક મહિલા સાથે એવું જ કઈક બન્યું જ્યારે એણે કોમર્શિયલ ફ્લાઈટના પૈસા ખર્ચીને કોઈ ચાર્ટડ પ્લેન જેવી મજા કરી. તમને જણાવી દઈએ કે આ મહિલા મનીલા જવા માટે ફિલિપિન્સ એરપોર્ટ પર પીઆર ૨૦૨૦ ફ્લાઈટ પકડવા પહોંચી. પરંતુ લોઈસાને એ ખબર નહતી કે એની સાથે ફ્લાઈટમાં કઈક એવું થવાનું છે જેના વિશે એ ક્યારેય વિચારી પણ નહતી શકતી. હકીકતમાં લોઈસા જ્યારે એ ફ્લાઈટમાં ચડી તો એને ખબર પડી કે ફ્લાઈટમાં એમના સિવાય કોઈ બીજું પેસેન્જર જ નથી.

આ ફ્લાઈટ રાતની હતી એવામાં એમાં ૭ સ્ટાફના લોકો હતા. લોઈસા આ વાતથી ઘણી ખુશ હતી કે એમના સિવાય ફ્લાઈટમાં બીજું કોઈ છે નહિ અને એવામાં લોઈસાએ ખાલી ફ્લાઈટનો એક ફોટો પણ પાડ્યો. એના સિવાય એમને પ્લેનના સ્ટાફ સાથે પણ સેલ્ફી લીધી છે. જો તમે કોઈ ચાર્ટડ પ્લેનને બુક કરો છો તો તમારે ૧૦ થી ૨૦ લાખ એક વખતના ચૂકવા પડે છે પરંતુ આ મહિલાને ઈકોનોમી ક્લાસની ટીકીટમાં જ ચાર્ટડ પ્લેનવાળી ફીલિંગ આવી ગઈ કેમકે ફ્લાઈટમાં આ મહિલા સિવાય એક પણ પેસેન્જર હાજર નહતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment