મહિલા જજ બોલી એડવોકેટ પતિ ગાળો આપે છે, મારપીટ કરે છે, હત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો…

6

મહિલા સિવિલ જજએ એડવોકેટ પતિ પર ગળું દબાવી અને મોઢા પર તકિયો રાખીને એનો જીવ લેવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે પતિ એને ગાળો આપતો હતો અને પગારનો હિસાબ માંગતો હતો. એની ફરિયાદ પોલીસને આપી છે. પોલીસે આરોપી પર જીવ લેવાના પ્રયત્ન કરવા તેમજ મારપીટ સહિત ઘણી કલમોમાં કેસ નોંધ્યો છે.

જગાધરીની એક મહિલા સિવિલ જજએ સિટી જગાધરી પોલીસને ફરિયાદ આપી છે કે એપ્રિલ ૨૦૧૬એ એ ન્યાયિક સેવાઓમાં શામેલ થઇ હતી. એના પછી એના લગ્ન ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭એ ચંડીગઢના સેક્ટર ૪૧ નિવાસી એડવોકેટ મોહિત મલિક સાથે થયા હતા. ત્યાં એમની જજની ટ્રેનિંગ ચાલી રહી હતી. લગ્નના દસ દિવસ પછી જ એમને ટ્રેનિંગ પર જવું પડ્યું.

લગ્ન પછી જ એમના પતિ અને સસરા પક્ષના લોકોનો વ્યવહાર સારો નહતો. આરોપ છે કે એમનો પતિ જ્યારે પણ આવતો હતો, એ તેને ગાળો આપતો હતો અને પગારનો હિસાબ માંગતો હતો. આરોપી કહેતો હતો કે એ પોતાના માતા પિતાને પગારના પૈસા આપે છે. આ વાત પણ પતિ એને મારતો હતો અને એમના પરિવારના લોકોને ગાળો આપતો હતો.

મોઢું અને નાક દબાવીને મારવાનો પ્રયત્ન

મહિલા જજએ જણાવ્યું કે ત્રણ મેંના એમનો પતિ મોહિત મલિકને પોતાના ભત્રીજાના જન્મદિવસ ઉત્સવમજા જવા માટે કહ્યું. એના પર એ ગુસ્સે થઇ ગયો અને ગાળો આપીને મારવા લાગ્યો. પતિએ એનું ગળું પકડી લીધું અને જોરદાર ફડાકો માર્યો. એણે એમના માથા પર ઘણા ઘા માર્યા. આરોપીએ પોતાની એક બાજૂ મારા ગળાની ચારુ બાજુ ફેરવી અને એને જોરથી દબાવી. એનાથી એમને સ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને એ નીચે પડી ગઈ.

આરોપ છે કે પતિએ એમને ઘસડી અને પલંગ પર ફેંકી દીધી. આરોપીએ મારવાના ઈરાદાથી જ એક હાથ એમના ગળાને દબાવી અને એમના મોઢા તેમજ નાકને પોતાના બીજા હાથથી તકિયાથી દબાવી દીધી. એનાથી પીડિતાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું અને એ બેભાન થઇ ગઈ. એમણે કહ્યું કે જ્યારે એને હોશ આવ્યો તો એ અદાલતમાં ગઈ અને પોતાના વરિષ્ઠ જજોને ઘટના વિશે જણાવ્યું. એના પછી એને હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવી. ત્યાં જ એમણે આની ફરિયાદ પોલીસને આપી.

મહિલા જજની ફરિયાદ આવી છે. કેસમાં એના આરોપી પતિ પર હત્યાનો પ્રયત્ન, મારપીટ તેમજ જાનથી મારવાની ધમકી આપવાનો આરોપમાં કેસ નોંધી લીધો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. જલ્દી જ આરોપીને પકડી લેવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment