મહિલાને કેનેડા મોકલવાના સપનાઓ બતાવી કર્યું કઈક આવું, અને પછી થય ગયો ગાયબ…

4

ગામ મીથ્દીના એક પરિવારે કેનેડા મોકલવાના નામ પર લાખો રૂપિયા લુંટ્યાનો મામલો સામે આવ્યો છે. પીડિતની ફરિયાદ પર પોલીસે મનપ્રીત કોર ઉર્ફ અમનદીપ કૌર, તેનાં પિતા ગુરદર્શન સિંહ, ભાઈ ગુરજીત સિંહ, માં બલજીત કોર નિવાસી જવાહર નગર મંડી ડબવાલી, વિક્રમ શિંહ નિવાસી જાલંધર, નવીન કુમાર હુડ્ડા નિવાસી રોહતક વિરુદ્ધ ધોખાઘડીના આરોપમાં મામલો નોંધાવ્યો છે.

મીઠડી નિવાસી લખબીર કૌરે પોલીસમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે ચંડીગઢમાં ભણતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક મનપ્રીત કૌર સાથે થયો. મનપ્રીત કોરે જણાવ્યું કે તે એક ટ્રેવેલ એજન્સીમાં કામ કરે છે અને તે અનેક લોકોને વિદેશ મોકલી ચુકી છે. તેની વાતો પર વિશ્વાસ કરીને તેને પોતાના પરિવારમાં વિદેશ જવાની વાત કરી જેના પર પરિવારે સહમતી આપી દીધી. તેના પરિવારના અન્ય બે સભ્યો પણ કેનેડા જવા માટે તૈયાર થઇ ગયા. મનપ્રીત કોર અને તેના પરિવારે તેને ધોખો આપતા જણાવ્યું કે કનાડા મોકલવા માટે એક વ્યક્તિનો ખર્ચ 18 લાખ રૂપિયા ખર્ચ આવશે અને ત્રણેયનો 54 લાખ રૂપિયા થશે. વિઝા થયા બાદ જ તે પૈસા લેશે.

આ જ કારણથી તેને તેના પર વિશ્વાસ થઇ ગયો અને ત્રણ વિઝા કઢાવવાની વાત થઇ. ત્યાર બાદ આરોપીએ તેની પાસેથી ત્રણેય પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ લઇ લીધા. બાદમાં તેને કેટલાક પૈસા ખાતામાં નાખવા માટે જણાવવામાં આવ્યું. તેઓએ 60 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. જયારે બે લખ 80 હજાર થોડા દિવસો બાદ જમા કરાવ્યા. ત્યાર બાદ સાડા 12 લાખ રૂપિયા બેંક ખાતામાંથી સીધા અકાઊંટમાં ટ્રાન્સફર કરાવ્યા. સાડા 15 લાખ રૂપિયા લીધા બાદ આરોપીએ તેને ચક્કર લગાવવાના શરુ કરાવી દીધા. પણ વિઝા ન કાઢી દીધા અને ન તો મૂળ પાસપોર્ટ આપ્યા. લખબીર કૌરની ફરિયાદ પર શહેર ડબવાલી પોલીસે બધા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ કરીને શોધવાનું શરુ કરી દીધું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment